android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાહેડ પ્રોપર્ટી ઓલમ્પિયાડનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
calendar_today January 8, 2026

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાહેડ પ્રોપર્ટી ઓલમ્પિયાડનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે તારીખ 9, 10 અને 11 જાન્યુઆરી-2026 ના રોજ યોજાનાર આ પ્રોપર્ટી શૉ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક છે.વડાપ્રધાન મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં આજે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ છે, જે ભારતની અડગ શ્રદ્ધા, સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સોમનાથ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનનું પ્રતીક છે. ઇતિહાસમાં અનેક વખત આ દેશની સંસ્કૃતિને તોડવાનો પ્રયાસ થયો, પરંતુ ભારતે હંમેશા એમાંથી બહાર આવી વિશ્વભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે. સામાન્ય નાગરિકનું જીવન સુખાકારીવાળું બન્યું તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન હંમેશ વિકાસની સાથે વિરાસતના સંરક્ષણ પર ભાર મૂકે છે. મંદિરો આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રો છે, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સાતત્ય, પ્રામાણિકતા અને સંકલ્પ જાળવવો એ પણ આપણી સંસ્કૃતિની શક્તિ છે. જેણે સાતત્ય જાળવ્યું છે, તે વ્યક્તિ કે સંસ્થા દરેક પડકારમાંથી બહાર આવી આગળ વધે છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનએ સેવા દાયિત્વ સાંભળ્યા પછી પ્રથમ કેબિનેટ બેઠકમાં ગરીબ અને સામાન્ય માનવી માટે પાકા મકાનની યોજનાને મંજૂરી આપી, એ એમના સંવેદનશીલ અને લોકકેન્દ્રિત નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ છે. આજે બનતા આવાસોમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે સામાન્ય નાગરિકનું જીવન સુખાકારીવાળું બન્યું છે. વિકસિત ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ અમદાવાદના વિકાસ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આવનાર દાયકામાં અમદાવાદ અનેક ગણો વિકાસ કરશે. પ્રોપર્ટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી રાજ્યની આર્થિક શક્તિ વધુ મજબૂત બનશે.સરકાર તરીકે અમને ગર્વ છે કે અમદાવાદ અને ગુજરાત વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણના મુદ્દે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારો સામે વરસાદી પાણીના સંગ્રહ, ભૂગર્ભ જળ સંરક્ષણ અને ઊર્જા બચત જેવા પગલાં આજથી જ અમલમાં મૂકવા જરૂરી છે.પર્યાવરણની જાળવણી સાથે વિકાસ કરવો એ વિકસિત ભારત તરફનો માર્ગ છે.મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે વિકસિત ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને રાજ્ય સરકાર આ દિશામાં સતત પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરી રહી છે.આ પણ વાંચોઃ Gujarat News: 9 IFS અધિકારીઓની બઢતી સાથે બદલીનો ઓર્ડર, 425 વનપાલને વન રક્ષક તરીકે પ્રમોશન

Read Full Story arrow_forward
Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડના નવા 14 કેસ નોંધાયા
calendar_today January 8, 2026

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડના નવા 14 કેસ નોંધાયા

ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના કેસ વધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આજે નવા 14 કેસ સામે આવ્યા છે અને 18 દર્દીઓને રજા આપવામાં આવી છે. શહેરમાં ટાઈફોઈડના કૂલ કેસનો આંકડો 167 પર પહોંચ્યો છે. ટાઈફોઈડના કેસો વધતાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને રાજ્યના મુખ્ય સચિવને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. મુખ્ય સચિવ પાસે બે સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે. માનવ અધિકાર પંચે ટાઈફોઈડના કેસોમાં લેવાયેલા પગલાની વિગતો પણ માગી છે. આ ઉપરાંત દર્દીઓના સ્વાસ્થ્યની સ્થિતિ અંગેનો પણ રિપોર્ટ માંગવામા આવ્યો છે. મુખ્યમંત્રીએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી આ પહેલા રાજ્યના મુખ્યમંત્રીએ પણ અધિકારીઓ સાથે બેઠક કરીને ટાઈફોઈડના કેસો અંગે ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીએ જરૂરી તમામ પગલા લેવાનો આદેશ કર્યો હતો. જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નરે મુખ્યમંત્રીને કામગીરીની વિગતો પણ આપી હતી. જેમાં 10 ડોક્ટરોની ટીમ અને 100થી વધુ નર્સિંગ સ્ટાફ ટાઈફોઈડના દર્દીઓની સારસંભાળમાં લાગેલો છે એમ જણાવાયું હતું.

Read Full Story arrow_forward
Surat: મનપાને મેગા અને મિલિયન પ્લસ સિટી કેટેગરીમાં એવોર્ડ, રાજ્ય કક્ષાએ સેકન્ડ બેસ્ટ પરફોર્મર શહેર
calendar_today January 8, 2026

Surat: મનપાને મેગા અને મિલિયન પ્લસ સિટી કેટેગરીમાં એવોર્ડ, રાજ્ય કક્ષાએ સેકન્ડ બેસ્ટ પરફોર્મર શહેર

સુરત મહાનગરપાલિકાને રાજ્ય સ્તરે PM SVANIDHI PRAISED AWARD 2023-24 એનાયત કરવામાં આવ્યો છે.આ એવોર્ડ કેન્દ્ર સરકારની PM SVANIDHI યોજનાના અસરકારક અમલીકરણ માટે મળ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ શેરી ફેરિયાઓને કોઈ પણ જામીનગીરી વગર કાર્યકારી મૂડી પૂરી પાડવાનો છે.ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આ સન્માન અપાયું છે. સુરત મનપાને 2023-24નો PM SVANidhi એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત મહાનગરપાલિકાને રાજ્ય સ્તરે PM SVANIDHI PRAISED AWARD 2023-24 એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતને આ સન્માન આપવામાં આવ્યું હતું. સુરત શહેરને મેગા અને મિલિયન પ્લસ સિટી કેટેગરીમાં આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ફેરિયાઓને કોઈ પણ જામીનગીરી વગર લોન મળે છે રાજ્ય કક્ષાએ સુરત શહેર સેકન્ડ બેસ્ટ પરફોર્મર સિટી તરીકે પસંદગી પામ્યું છે. આ એવોર્ડ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. સુરત શહેર વતી મેયર દક્ષેશભાઈ માવાણીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.લોન વિતરણ અને ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવાની શ્રેષ્ઠ કામગીરી બદલ આ સન્માન મળ્યું છે. આ પણ વાંચોઃ India-Myanmar બોર્ડર પરથી 15 કરોડનું હેરોઈન કરાયું જપ્ત, 2 લોકોની કરાઈ ધરપકડ

Read Full Story arrow_forward