android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbandar news: ચોપાટીના કિનારે પોલીસનો સુરક્ષા સંદેશ
calendar_today January 8, 2026

Porbandar news: ચોપાટીના કિનારે પોલીસનો સુરક્ષા સંદેશ

ગાંધીભૂમિ પોરબંદરમાં 'રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026' ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે પોરબંદર શહેરની જાણીતી ચોપાટી વિસ્તારમાં ટ્રાફિક શાખા દ્વારા એક વિશેષ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસન સ્થળ હોવાથી મોટી સંખ્યામાં ઉમટી પડતા સહેલાણીઓ અને વાહનચાલકોને ટ્રાફિક નિયમોના પાલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.નિયમોનું પાલન એ જ સુરક્ષા પોરબંદર ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ચોપાટી પર આવતા વાહનચાલકોને અટકાવીને હેલ્મેટની અનિવાર્યતા, સીટ બેલ્ટનો ઉપયોગ અને ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરવાથી થતા જોખમો વિશે સમજાવવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગ સલામતી એ માત્ર દંડથી બચવા માટે નથી, પરંતુ પોતાના અને પરિવારના જીવનની સુરક્ષા માટે છે. પર્યટકો અને યુવાઓમાં જાગૃતિ પોરબંદર ચોપાટી વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો બાઇક પર આવતા હોય છે, તેમને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી હતી કે 'ટ્રિપલ સવારી' અને 'રેશ ડ્રાઇવિંગ' (પૂરઝડપે વાહન ચલાવવું) ટાળવું જોઈએ. આ અવેરનેસ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમોની માહિતી આપતા પેમ્ફલેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો - Porbandar News: કોન્ફરન્સ રૂમ બન્યો મલ્ટીપ્લેક્સ, અધિકારીઓ ગાયબ, પણ ટીવી પર ફિલ્મ ચાલુ!

Read Full Story arrow_forward
Gandhinagar: રોજ એક જિલ્લાના SP અને રેન્જ IG સાથે રાજ્યના DGP બેઠક કરશે
calendar_today January 8, 2026

Gandhinagar: રોજ એક જિલ્લાના SP અને રેન્જ IG સાથે રાજ્યના DGP બેઠક કરશે

જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી અને સ્થાનિક સ્તરે જમીની હકીકતોને સીધી રીતે સમજવા માટે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ દ્વારા One Day One District એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ દ્વારા સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષક તથા રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ સાથે સીધી બેઠક યોજવામાં આવશે. જેથી જિલ્લાના વિશિષ્ટ પોલીસિંગ સંબંધિત જરૂરિયાતો અને પડકારોને પ્રત્યક્ષ રીતે સમજી શકાય. જિલ્લાની હકીકતોને આધારે નીતિગત નિર્ણય અને સંસાધનોનું આયોજન થાય તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે. સમયસર સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય આ બેઠકો દરમિયાન જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ વિશેષ વાહનોની જરૂરિયાત, પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક તથા બિન રહેણાંક માળખા સંબંધિત પડકારો, માનવ સંસાધનની પૂરતી ઉપલબ્ધતા, પોલીસ સ્ટેશન/આઉટપોસ્ટ/બીટની રચનામાં ફેરફારની જરૂરિયાત તેમજ અન્ય ખાસ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવે છે. ઉપરાંત, દરેક જિલ્લામાં અમલમાં મૂકાયેલી એક બેસ્ટ પ્રેકટીસ અંગે ચર્ચા કરવામાં આવશે, જેને રાજ્યભરમાં અમલમાં મૂકી શકાય તેની શક્યતા પણ પરખવામાં આવશે. જિલ્લાઓની પરિસ્થિતિ અને જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યા બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા પોલીસ મુખ્યાલયની સંબંધિત શાખાઓને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવશે, જેથી સમયસર સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. અસરકારકતા અને જનસેવામાં વધુ સુધારો આવશે જ્યાં નીતિગત અથવા વહીવટી મંજૂરી જરૂરી હોય ત્યાં યોગ્ય પ્રસ્તાવો ગૃહ વિભાગને પણ મોકલવામાં આવશે.આ પહેલ અંતર્ગત ગઈ કાલે તા.૦૭/૦૧/૨૦૨૬ના રોજ ડાંગ–આહવા જિલ્લાના પોલીસ અધિક્ષકસાથે એક બેઠક યોજવામાં આવી, જેમાં જિલ્લાના વિશિષ્ટ મુદ્દાઓ, જરૂરિયાતો તથા શ્રેષ્ઠ પ્રથાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ઘણી વાહન તથા IT ઇન્ફ્રાસ્ટ્રકચર સંલગ્ન જરૂરિયાતોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. One Day-One District કાર્યક્રમથી રાજ્યભરમાં પોલીસ કાર્યક્ષમતા, અસરકારકતા અને જનસેવામાં વધુ સુધારો આવશે.આ પણ વાંચોઃ Ahmedabad News: 2025માં 17.08 લાખ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ

Read Full Story arrow_forward
CMA Foundation Result : અમદાવાદ ચેપ્ટર 56.52% સાથે વેસ્ટર્ન રિજનમાં અવ્વલ, પ્રથમ મોદી સિટી ટોપર
calendar_today January 8, 2026

CMA Foundation Result : અમદાવાદ ચેપ્ટર 56.52% સાથે વેસ્ટર્ન રિજનમાં અવ્વલ, પ્રથમ મોદી સિટી ટોપર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2025માં લેવાયેલી CMA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે વેસ્ટર્ન રિજિયનનું કુલ પરિણામ 55.97 ટકા નોંધાયું છે, જેની સરખામણીએ અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 56.52 ટકા સાથે ચડિયાતું રહ્યું છે. જોકે, ડિસેમ્બર 2024ના 61.93 ટકા પરિણામની સરખામણીએ આ વખતે અમદાવાદ ચેપ્ટરમાં 10.22 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 585 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે અગાઉ જૂન 2025ની પરીક્ષામાં માત્ર 184 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ સતત વધી રહ્યો છે.CMA ડિસેમ્બર 2025 રિઝલ્ટ અમદાવાદ ચેપ્ટરમાં તેજસ્વી તારલાઓની વાત કરીએ તો, પ્રથમ મોદીએ 400માંથી 332 માર્ક્સ મેળવી અમદાવાદમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. બીજા ક્રમે મન શાહ 330 માર્ક્સ સાથે અને ત્રીજા ક્રમે તીર્થ જૈન 326 માર્ક્સ સાથે સફળ રહ્યા છે. આ ઉપરાંત, ચોથા ક્રમે શ્રેયાનશ રાજપૂત અને ઋત્વિક પીઠવાએ 322 માર્ક્સ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. પરિણામમાં ટકાવારીનો સાધારણ ઘટાડો હોવા છતાં, અમદાવાદના વિદ્યાર્થીઓએ વ્યક્તિગત રીતે શાનદાર પ્રદર્શન કરીને પ્રોફેશનલ કોર્સમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ પણ વાંચો : Amreli News : લીલીયામાં કાળમુખો ખાડો, બાઇક ખાબકતા એકનું મોત, બે મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward