android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News : ફોર લેન હાઇવે, સાબરમતી–વેરાવળ વંદે ભારત, કેશોદ અને રાજકોટ એરપોર્ટથી સોમનાથ બન્યું વૈશ્વિક પ્રવેશદ્વાર
calendar_today January 8, 2026

Gir Somnath News : ફોર લેન હાઇવે, સાબરમતી–વેરાવળ વંદે ભારત, કેશોદ અને રાજકોટ એરપોર્ટથી સોમનાથ બન્યું વૈશ્વિક પ્રવેશદ્વાર

આ ભારતની સંસ્કૃતિમાં સોમનાથનું અગ્રસ્થાન તથા તેના અવિનાશી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. છેલ્લા બે દાયકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સોમનાથ મંદિર “સુવર્ણ યુગ”માં પ્રવેશ્યું છે. તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ત્યારથી સોમનાથના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. સોમનાથ પર 1026માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થશે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર 1026માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થશે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર પૂરા ગૌરવ સાથે અડીખમ ઊભું છે. સંયોગવશાત્, 2026માં જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના છે. 11 મે 1951ના રોજ આ ભવ્ય મંદિરનું પુનર્નિર્માણ સંપન્ન થયું હતું અને ફરી ભક્તો માટે ખુલ્યું હતું. આ સીમાચિહ્નરૂપ ઘટનાને વધુ વિશેષ બનાવતા વડાપ્રધાનશ્રી 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે અને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે. સોમનાથ: ભક્તિ અને ભવ્યતાનો સંગમ શિખર પર 1,666 સુવર્ણ કળશ અને 14,200 ધજાઓ સાથે સોમનાથ મંદિર ત્રણ પેઢીઓની અડગ શ્રદ્ધા, દ્રઢતા અને કલાત્મકતાના પ્રતિબિંબ તરીકે ઊભું છે. દર વર્ષે લાખો લોકો આ જ્યોતિર્લિંગના દર્શન માટે આવે છે. વર્ષ 2020થી 2024 સુધી વાર્ષિક અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શન માટે આવ્યા છે. બિલ્વ પૂજા માટે છેલ્લા 2 વર્ષમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 13.77 લાખ નોંધાઈ હતી, જેમાં મહા શિવરાત્રિ 2025 દરમિયાન 3.56 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આજે ઓનલાઇન બુકિંગ અને પોસ્ટલ પ્રસાદની સુવિધા એ સુનિશ્ચિત કરે છે કે સોમનાથની પવિત્રતા મંદિરની સીમાઓને પાર કરી તમામ ભક્તો સુધી પહોંચે. આસ્થા સાથે ઉત્સવનું કેન્દ્ર છે સોમનાથ યાત્રાધામ સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને ઉત્સવોનું આકર્ષણ પણ રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોએ સોમનાથની ગાથા વર્ણવતો લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળ્યો છે. સોમનાથના આંગણે ઉજવાતા ઉત્સવની વાત કરીએ તો, ગત વર્ષે વંદે સોમનાથ કલા મહોત્સવમાં 1,500 વર્ષ જૂની નૃત્ય પરંપરાઓ પુનર્જીવિત થઈ હતી, જે દર્શાવે છે કે, સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, તે સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરે છે. આધુનિક પરિવહન સેવાઓ અને વૈશ્વિક કનેક્ટિવિટી સોમનાથની યાત્રા ભક્તો માટે વધુ સરળ અને આરામદાયક બને તે હેતુથી કનેક્ટિવિટીમાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. ₹828 કરોડના પ્રોજેક્ટ- જેતપુર–સોમનાથ ફોર લેન હાઇવેના કારણે યાત્રિકોને એક્સપ્રેસવેની સુવિધા મળી છે. સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના કારણે અમદાવાદથી સોમનાથની યાત્રા હવે વધુ ઝડપી અને સુલભ બની છે. આ ઉપરાંત, વર્ષ 2022માં ફરી શરૂ કરવામાં આવેલ કેશોદ ઍરપોર્ટ અને 2023માં રાજકોટ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના ઉદ્ઘાટન બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોમનાથ પહોંચવું સુલભ બન્યું છે. નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે સોમનાથ વર્ષ 2018માં ‘સ્વચ્છ આઇકોનિક પ્લેસ’ તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર સોમનાથ આજે ટકાઉ વિકાસ અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. વેસ્ટ સેગ્રિગેશન કેન્દ્રોમાં હવે મંદિરના ફૂલોને વર્મીકમ્પોસ્ટમાં રૂપાંતરિત કરીને તેનો ઉપયોગ 1,700 બિલ્વ વૃક્ષોના સંવર્ધનમાં થાય છે. મિશન LiFE પહેલ હેઠળ પ્લાસ્ટિક કચરામાંથી દર મહિને પેવર બ્લોક્સ તૈયાર કરવામાં આવે છે. અહીં દર મહિને લગભગ 4,700 પ્લાસ્ટિક-ફ્લાય ઍશ બ્લોક્સનું ઉત્પાદન કરવામાં આવશે, જે સ્થાનિક મહિલા સ્વ-સહાય જૂથો માટે આવક ઉત્પન્ન કરશે અને વાર્ષિક 125 ટન પ્લાસ્ટિક રિસાઇકલ કરશે. ₹62 લાખના ખર્ચે પુન:સ્થાપિત કરવામાં આવેલ છ વરસાદી પાણી સંગ્રહના કુવાઓ અને એક જળાશય દર મહિને લગભગ 30 લાખ લિટર ગટરના પાણીને શુદ્ધ કરે છે, જેનો ઉપયોગ વનીકરણ માટે થાય છે. જ્યારે 2019-20માં ₹160 લાખના રોકાણ સાથે આઠ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટે કૃષિ અને લેન્ડસ્કેપ સિંચાઈ માટે 20.53 કરોડ લિટર પાણી ફિલ્ટર કર્યું છે. 72,000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસિત 7,200 વૃક્ષો ધરાવતું મિયાવાકી વન દરિયાઈ અને ખારા પવનો સામે રક્ષણ આપે છે. IIT કાનપુરના અભ્યાસ મુજબ, આ વન બે વર્ષ બાદ વાર્ષિક 93,000 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ શોષી શકશે. એટલું જ નહીં, ટ્રસ્ટ દ્વારા સેવાભાવે અભિષેક માટેનું પવિત્ર પાણી નવ સ્તરીય શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરીને ‘સોમગંગાજલ’ તરીકે ₹15માં વિતરિત કરવામાં આવે છે. ડિસેમ્બર 2024 સુધીમાં 1.13 લાખથી વધુ પરિવારોને તેનો લાભ મળ્યો છે. આ તમામ પ્રયાસો દ્વારા સોમનાથ નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના 10 સ્થાનોમાં સોમનાથ સામેલ ગૂગલ પર ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના 10 સ્થાનોમાં સોમનાથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2025માં સોમનાથની સોશ્યલ મીડિયા ઇમ્પ્રેશન 1.37 અબજને વટાવી ગઈ છે, જે વિશ્વભરના ભક્તોમાં સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. ભારતની આસ્થા અને સ્વાભિમાનનું પ્રતીક સમું સોમનાથ મંદિર વિકસિત ભારતના નિર્માણ માટે પણ આગળ વધવાની પ્રેરણા આપે છે. વડાપ્રધાને આ બાબત પર ભાર મૂકતાં લખ્યું હતું કે, “જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર સંપૂર્ણ વૈભવ સાથે ફરીથી ઊભું થઈ શકે છે, તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ બનાવી શકીએ છીએ.” આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને “સ્વનિધિ સમારોહ-2026” વર્કશોપ અને એવોર્ડ સમારોહ યોજાયો

Read Full Story arrow_forward
Google ઉપર જ્ઞાન પીપાસુઓ સર્ચ કરી રહ્યા છે " સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ" પુસ્તક, પીએમ મોદીએ તેમના લેખમાં ઉલ્લેખ કર્યો હતો
calendar_today January 8, 2026

Google ઉપર જ્ઞાન પીપાસુઓ સર્ચ કરી રહ્યા છે " સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ" પુસ્તક, પીએમ મોદીએ તેમના લેખમાં ઉલ્લેખ કર્યો હતો

આતતાયી મહંમદ ગઝનીના સોમનાથ મંદિર પર કરવામાં આવેલા હુમલા ને 1000 વર્ષ પુરા થવામાં આવ્યા છે. આ વિદેશી આક્રમણખોર દ્વારા થયેલો હુમલો ભારતની અસ્મિતા ઉપર કુઠરાઘાત સામાન હતો. આ એક હજાર વર્ષના સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખવામાં આવેલા ખાસ લેખમાં એક વિશેષ પુસ્તકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પુસ્તક વિશે જાણવા માટે જિજ્ઞાસુઓ ગૂગલ સર્ચ એન્જિન ચલાવી રહ્યા છે.સોમનાથના મંદિર વિશે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વનો પરિચય આ પુસ્તક એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1951માં લખાયેલું " સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ" ! આ પુસ્તકમાં ભગવાન સોમનાથના મંદિર વિશે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વનો પરિચય આપવામાં આવ્યો છે. વડાપ્રધાન દ્વારા થયેલા ઉલ્લેખના કારણે હાલમાં આ પુસ્તક ચર્ચા અને વાંચનના કેન્દ્રસ્થાને છે, ત્યારે આ પુસ્તક વિશે જાણવું રસપ્રદ બની રહેશે ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર એવા ક. મા. મુનશી ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર એવા ક. મા. મુનશીનો પરિચય ગુજરાતીઓને આપવો ન પડે. તેઓ રાજકીય પુરુષ ઉપરાંત એક સારા લેખક હતા. તેમના પુસ્તકોના કેન્દ્રસ્થાને ઇતિહાસ અને સાંસ્કૃતિક સહિતના વિષયો રહ્યા છે. ગુજરાતીઓ અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકો વાંચવાની બહુ ખાસ આદત ધરાવતા નથી. અંગ્રેજીમાં પણ ગુજરાત અને ગુજરાતના ઇતિહાસ વિશે ઘણું બધું લખાયું છે, તેમાં કનૈયાલાલ મુનશીને પણ શિરમોર ગણી શકાય. તેમણે લખેલા પાટણની પ્રભુતા, જય સોમનાથ, ગુજરાતનો નાથ, ભગ્ન પાદુકા, કૃષ્ણાવતાર ભાગ 1 થી 7 જેવા પુસ્તકો વાંચવાથી ગુજરાતનો ઇતિહાસ ઉપરાંત ધાર્મિક વિભૂતિઓની રસપ્રદ વિગતો સ્થળકાળ સાથે જાણવા મળે છે.  શ્રી સોમનાથના મંદિરનો ઐતિહાસિક અને પુરાતત્વીય પરિચય આપ્યો સોમનાથ - ધ ઇન્ટર્નલ શ્રાઇન પુસ્તકમાં કનૈયાલાલ મુનશીએ ભગવાન શ્રી સોમનાથના મંદિરનો ઐતિહાસિક અને પુરાતત્વીય પરિચય આપ્યો છે. તેમણે સોમનાથ મંદિરને ભારતની અસ્મિતાનું પ્રતીક ગણાવ્યું છે. શા માટે આ મંદિર ભારતની સાંસ્કૃતિક ધરોહર રૂપ માટે મહત્વનું છે ? તેનો ખ્યાલ આ પુક્તક વાંચવાથી આવી શકે છે. હાલમાં સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ પુસ્તક વિશે પણ જાણવું મહત્વનું છે.  ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોનું આધુનિક જ્ઞાન સાથે સંયોજન  આ પુસ્તક ભારતીય વિદ્યા ભવનની 'બુક્સ યુનિવર્સિટી' શ્રેણી હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોનું આધુનિક જ્ઞાન સાથે સંયોજન કરવાનો છે. પ્રથમ આવૃત્તિ મે ૧૯૫૧માં સોમનાથ મંદિરના પુનઃસ્થાપન અને જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે લખી મુનશીજીએ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ મે ૧૯૫૧માં સોમનાથ મંદિરના પુનઃસ્થાપન અને જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે લખી હતી. લેખક પોતે સ્વીકારે છે કે તેમણે શૈક્ષણિક વિદ્વત્તાના દાવા વિના, પરંતુ એક અત્યંત શ્રદ્ધાળુ અને ઇતિહાસના જિજ્ઞાસુ તરીકે આ પુસ્તક ખૂબ જ ટૂંકા સમયમાં તૈયાર કર્યું હતું. જેથી સોમનાથના ઇતિહાસને લોકો સમક્ષ મૂકી શકાય. પુસ્તકનો હેતુ ઉચ્ચ શિક્ષણ અને સંસ્કાર આપવાનો છે આ પુસ્તકનો હેતુ ઉચ્ચ શિક્ષણ અને સંસ્કાર આપવાનો છે. આ પુસ્તક દ્વારા માનવીની ગરિમા અને નૈતિક વ્યવસ્થા (Moral Order) ની સ્થાપના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી મનુષ્ય ભગવાનનો સાચો અંશ બની શકે. પુસ્તક મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચાયેલું છે પુસ્તક મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગમાં સોમનાથની પૌરાણિક કથાઓ અને ઇતિહાસ છે; બીજા ભાગમાં 'રોમાન્સ ઇન સ્ટોન' એટલે કે પથ્થરોમાં કંડારાયેલું સ્થાપત્ય છે; ત્રીજા ભાગમાં પુરાતત્વીય ઉત્ખનન (Excavations) દ્વારા મળેલા પુરાવાઓ છે; અને ચોથા ભાગમાં મુસ્લિમ ઇતિહાસકારોના લખાણો અને વિવિધ શિલાલેખોની વિગતો આપવામાં આવી છે. સોમનાથને 'ચંદ્રના દેવ' (Lord of Soma) તરીકે વર્ણવ્યું લેખકે સોમનાથને 'ચંદ્રના દેવ' (Lord of Soma) તરીકે વર્ણવ્યું છે અને પ્રભાસ ક્ષેત્રના ઐતિહાસિક મહત્વની ચર્ચા કરી છે. મંદિર રાખમાંથી ફરી બેઠું થતા 'ફીનિક્સ' પક્ષીની જેમ રાખમાંથી બેઠું થઈ અનેક વિનાશ પછી પણ અજેય રહ્યું છે. પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગના પવિત્ર સ્થાનનો પણ ઉલ્લેખ છે. સોમનાથ પર થયેલા આક્રમણોનો વિગતવાર ઇતિહાસ આ પુસ્તકમાં સોમનાથ પર થયેલા આક્રમણોનો વિગતવાર ઇતિહાસ છે. ૧૦૨૫માં ગઝનીના મહમૂદ દ્વારા કરવામાં આવેલા વિનાશથી લઈને અલાઉદ્દીન ખિલજી અને ઔરંગઝેબના સમય સુધીના કપરા કાળનું વર્ણન અહીં જોવા મળે છે. મુનશીજીએ આ વિનાશને માત્ર ઈમારતનો ધ્વંસ નહીં, પરંતુ રાષ્ટ્રીય આત્મા પર થયેલા આઘાત તરીકે રજૂ કર્યો છે.  એક મહત્વનો હિસ્સો સોમનાથના આધુનિક પુનરુત્થાન પર કેન્દ્રિત પુસ્તકનો એક મહત્વનો હિસ્સો સોમનાથના આધુનિક પુનરુત્થાન પર કેન્દ્રિત છે. ૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે જર્જરિત મંદિરના પટાંગણમાં સમુદ્રના પાણી સાથે જે સંકલ્પ કર્યો હતો, તેને ક. મા. મુનશીએ ભારતના ગૌરવની પુનઃસ્થાપના તરીકે આલેખ્યો છે.  વૈજ્ઞાનિક ઉત્ખનનનો રિપોર્ટ પણ સામેલ પુસ્તકમાં બી. કે. થાપર દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક ઉત્ખનનનો રિપોર્ટ પણ સામેલ છે. આ વિભાગમાં પૃથ્વીના પેટાળમાંથી મળેલા પ્રાચીન મંદિરોના સ્તરો, શિલાલેખો અને મૂર્તિઓના આધારે મંદિરના પ્રાચીન સ્થાપત્યની કડીઓ જોડવામાં આવી છે, જે ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી છે. નવી આવૃત્તિઓમાં નવા મંદિરના નિર્માણની પ્રગતિ વિશે પણ જણાવવામાં આવ્યું છે પુસ્તકની નવી આવૃત્તિઓમાં નવા મંદિરના નિર્માણની પ્રગતિ વિશે પણ જણાવવામાં આવ્યું છે. નવા મંદિરને 'કૈલાસ મહા મેરુ પ્રસાદ' તરીકે ઓળખાવવામાં આવ્યું છે, જેની ઊંચાઈ ૧૫૫ ફૂટ છે. પુસ્તકમાં અનેક રેખાચિત્રો અને ફોટોગ્રાફ્સ છે. જે સોમનાથની કલાત્મક ભવ્યતાના દર્શન કરાવે છે. ભારતીય પ્રજાની અખંડ શ્રદ્ધાનું પ્રતીક 'સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ‘ એ માત્ર ઇતિહાસનું પુસ્તક નથી, પરંતુ તે ભારતીય પ્રજાની અખંડ શ્રદ્ધાનું પ્રતીક છે. મુનશીજીના મતે સોમનાથ એ 'અનંત જ્યોતિ' છે, જે પેઢી દર પેઢી ભારતને તેના સાંસ્કૃતિક મૂળ સાથે જોડી રાખે છે અને સ્વાભિમાનથી જીવવાની પ્રેરણા આપે છે. સોમનાથનો ઇતિહાસ પણ સંઘર્ષો છતાં પોતાની ગરિમા જાળવી રાખી 'અનંત' રહ્યો જે રીતે ગંગા નદી પહાડોમાંથી નીકળીને અનેક વળાંકો લેવા છતાં સમુદ્ર સુધી પહોંચીને પોતાની પવિત્રતા ટકાવી રાખે છે, તે રીતે સોમનાથનો ઇતિહાસ પણ સંઘર્ષો છતાં પોતાની ગરિમા જાળવી રાખી 'અનંત' રહ્યો છે, જેનું સચોટ ચિત્રણ આ પુસ્તકમાં જોવા મળે છે. આ પણ વાંચો----   Somnath સ્વાભિમાન પર્વ, 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ, અગ્નિદેવની સાક્ષીએ ગૂંજ્યા મહાદેવના ઓમકાર નાદ

Read Full Story arrow_forward
Weather News : હવામાન વિભાગે કરી મોટી આગાહી, બેવડી ઋતુ બાદ હવે હાડ થીજવતી ઠંડીની એન્ટ્રી
calendar_today January 8, 2026

Weather News : હવામાન વિભાગે કરી મોટી આગાહી, બેવડી ઋતુ બાદ હવે હાડ થીજવતી ઠંડીની એન્ટ્રી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાન બાદ હવે ઠંડીનો અસલી મિજાજ જોવા મળશે. રાજ્યના હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે. પવનની ગતિમાં વધારો થવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ખાસ કરીને કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહેવાનું અનુમાન છે. ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ વધુ થશે, જેને પગલે જનજીવન પર તેની અસર જોવા મળી શકે છે.રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની ગતિ પ્રતિ કલાક 15 થી 20 કિલોમીટર રહેવાની સંભાવના છે, જે ઠંડીના ચમકારામાં વધારો કરશે. રાજ્યના મુખ્ય શહેરો એવા અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં તાપમાનનો પારો 15 ડિગ્રી કે તેથી નીચે જવાની શક્યતા છે. પવનની તીવ્રતા વધવાથી પારો ગગડશે અને લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે. શિયાળાની જામતી જતી આ ઠંડીને પગલે બજારોમાં ગરમ કપડાની માંગ પણ વધવા લાગી છે. નાગરિકોને ખાસ કરીને વહેલી સવારે સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે. આ પણ વાંચો : Banaskantha News : વડનગર સિવિલમાં હોબાળો, મોતીપુરામાં યુવકના શંકાસ્પદ મોત મામલે પરિજનોનો આક્રંદ

Read Full Story arrow_forward