android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: અલથાણમાં બિલ્ડરની મનમાની, પાલિકાની મંજૂરી વગર ખોદકામ, મોટી દૂર્ઘટનાની આશંકા વચ્ચે 200 પરિવારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો
calendar_today January 8, 2026

Surat: અલથાણમાં બિલ્ડરની મનમાની, પાલિકાની મંજૂરી વગર ખોદકામ, મોટી દૂર્ઘટનાની આશંકા વચ્ચે 200 પરિવારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો

સુરતના અલથાણ વિસ્તારમાં ફરી એક વખત બિલ્ડરની બેદરકારી સામે આવી છે. કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડરે સુરત મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના જ ખાડો ખોદી પેજમેન્ટનું કામ શરૂ કરી દીધું હતું.યોગી હાઈટ્સના રહેવાસી 200 પરિવારોએ એકત્ર થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો આ ગેરકાયદેસર કામગીરી સામે યોગી હાઈટ્સના રહેવાસી 200 પરિવારોએ એકત્ર થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટની ત્રણેય બાજુ મોટી હાઈરાઈઝ બિલ્ડીંગો આવેલી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન ઉભો થયો છે. મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી બાંધકામ કામગીરી અટકાવી પાલિકાની તપાસમાં સ્પષ્ટ થયું કે બિલ્ડરને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. આથી સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી બાંધકામ કામગીરી અટકાવી દીધી છે. બિલ્ડરને 7 દિવસની અંદર નોટિસનો ખુલાસો આપવા પણ સૂચના પાલિકાએ બિલ્ડરને 7 દિવસની અંદર નોટિસનો ખુલાસો આપવા પણ સૂચના આપી છે. પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાંધકામ ગેરકાયદેસર રીતે શરૂ કરવામાં આવ્યું છે. આ પણ વાંચો-----    Somnath સ્વાભિમાન પર્વ, 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ, અગ્નિદેવની સાક્ષીએ ગૂંજ્યા મહાદેવના ઓમકાર નાદ

Read Full Story arrow_forward
Porbandar News: કોન્ફરન્સ રૂમ બન્યો મલ્ટીપ્લેક્સ, અધિકારીઓ ગાયબ, પણ ટીવી પર ફિલ્મ ચાલુ!
calendar_today January 8, 2026

Porbandar News: કોન્ફરન્સ રૂમ બન્યો મલ્ટીપ્લેક્સ, અધિકારીઓ ગાયબ, પણ ટીવી પર ફિલ્મ ચાલુ!

સામાન્ય રીતે સરકારી કચેરીઓના કોન્ફરન્સ રૂમ શહેરના વિકાસના કાર્યો, મહત્વની બેઠકો અને નીતિવિષયક ચર્ચાઓ માટે વપરાતા હોય છે. પરંતુ પોરબંદર નગરપાલિકામાં એક એવી ઘટના સામે આવી છે જે જોઈને નાગરિકોમાં રોષ અને આશ્ચર્ય ફેલાયું છે. અહીંનો હાઈટેક કોન્ફરન્સ રૂમ કોઈ ગંભીર ચર્ચા માટે નહીં, પરંતુ મનોરંજનના સાધન તરીકે વપરાતો જોવા મળ્યો હતો. ખાલીખમ રૂમ અને મુવી થિયેરની જેવી ફીલ મળતી માહિતી પ્રમાણે પોરબંદર નગરપાલિકાના કોન્ફરન્સ રૂમમાં લગાવવામાં આવેલું વિશાળ 92 ઇંચનું સ્માર્ટ ટીવી અચાનક મુવી થિયેટરમાં ફેરવાઈ ગયું હતું.નવાઇની વાત તો એ છે કે જ્યારે આ જગ્યાએ તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં એક પણ અધિકારી કે કર્મચારી હાજર નહોતો. માત્ર ખાલીખમ રૂમમાં એરકન્ડીશનર અને લાઇટો ચાલુ હતી અને આલીશાન ટીવી પર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ડા ધૂમ મચાવી રહી હતી. વીજળીનો વ્યય અને વહીવટી લાપરવાહી આ દ્રશ્યો સામે આવતા જ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.એક તરફ સરકાર ઉર્જા બચાવવા માટે લાખોનો ખર્ચ કરીને પ્રચાર કરે છે, ત્યારે સરકારી કચેરીમાં જ કોઈની હાજરી વગર કલાકો સુધી એસી અને ટીવી ચાલુ રાખીને વીજળીનો ખુલ્લેઆમ વ્યય કરવામાં આવ્યો. સરકારી મિલકતનો આવો દુરુપયોગ કોની મંજૂરીથી થયો? શું કર્મચારીઓ કામના કલાકો દરમિયાન ફિલ્મો જોવામાં વ્યસ્ત છે? નગરપાલિકાનો નિભાવ પ્રજા દ્વારા ભરવામાં આવતા ટેક્સમાંથી થાય છે. જ્યારે સામાન્ય માણસ મોંઘી વીજળીના બિલ ભરે છે, ત્યારે સરકારી તંત્રની આવી બેદરકારી જનતાના પૈસાનું અપમાન છે. સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની આ ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. લોકોમાં ચર્ચા છે કે જો રૂમમાં કોઈ નહોતું, તો ફિલ્મ ચાલુ કોણે કરી અને રિમોટ કોની પાસે હતું? ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેશે કે પછી આ મામલો પણ 'ફિલ્મી પડદા' પાછળ દબાઈ જશે તે જોવું રહ્યું. આ પણ વાંચોઃ Sanand: મોરૈયાની બે ખાનગી કંપનીમાં લાગી વિકરાળ આગ, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે

Read Full Story arrow_forward
Gujarat News: નોકરીનું નકલી નેટવર્ક, ગુજરાતમાં EDના દરોડાથી કૌભાંડીઓમાં ફફડાટ!
calendar_today January 8, 2026

Gujarat News: નોકરીનું નકલી નેટવર્ક, ગુજરાતમાં EDના દરોડાથી કૌભાંડીઓમાં ફફડાટ!

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ભરતીઓમાં અનિયમિતતાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે, પરંતુ હવે આ બાબતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સીધી કાર્યવાહી હાથ ધરતા મોટો ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં રેલવે અને અન્ય સરકારી કચેરીઓમાં નોકરી અપાવવાના બહાને ચાલતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવા માટે ED દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. કૌભાંડની મોડસ ઓપરેન્ડી મળતી માહિતી પ્રમાણે આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ નકલી કોલ લેટર બનાવીને બેરોજગાર યુવાનો સાથે કરવામાં આવેલી લાખો રૂપિયાની છેતરપિંડી હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક ગેંગ સક્રિય હતી જે ઉમેદવારોને રેલવે અથવા સરકારી વિભાગોમાં નોકરી અપાવવાની લાલચ આપી, વિશ્વાસ જીતવા માટે સરકારી સિક્કા અને લેટરપેડવાળા આબેહૂબ નકલી એપોઈન્ટમેન્ટ લેટર પધરાવી દેતી હતી. આ નેટવર્ક દ્વારા મોટાપાયે નાણાકીય ગેરરીતિ એટલે કે મની લોન્ડરિંગ થઈ હોવાની શંકાના આધારે EDએ તપાસનો દોર સંભાળ્યો છે. રાજકોટ સહિત અનેક શહેરો નિશાન પર મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્રના આર્થિક હબ ગણાતા રાજકોટમાં વહેલી સવારથી જ EDની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ ઉપરાંત અન્ય મુખ્ય શહેરોમાં પણ શંકાસ્પદ વ્યક્તિઓના નિવાસસ્થાને અને ઓફિસોમાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરોડા દરમિયાન ડિજિટલ પુરાવા, બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો અને ડાયરીઓ જપ્ત કરવામાં આવી શકે છે, જે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થશે. EDની આ આક્રમક કાર્યવાહીથી વચેટિયાઓમાં ફફડાટ EDની આ આક્રમક કાર્યવાહીથી સરકારી નોકરીના નામે દુકાનો ચલાવતા વચેટિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તપાસમાં એ પણ જોવામાં આવશે કે આ છેતરપિંડીના નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે અને શું આમાં કોઈ મોટા માથાઓ કે સરકારી બાબુઓની મિલીભગત છે કે નહીં. આ પણ વાંચોઃ Porbandar News: કોન્ફરન્સ રૂમ બન્યો મલ્ટીપ્લેક્સ, અધિકારીઓ ગાયબ, પણ ટીવી પર ફિલ્મ ચાલુ!

Read Full Story arrow_forward