android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Venezuelaના નેતા Simon Bolivarના નામે દિલ્હીમાં કેમ રાખવામાં આવ્યુ માર્ગનું નામ, જાણો ભારત સાથે શું છે સંબંધ?
calendar_today January 8, 2026

Venezuelaના નેતા Simon Bolivarના નામે દિલ્હીમાં કેમ રાખવામાં આવ્યુ માર્ગનું નામ, જાણો ભારત સાથે શું છે સંબંધ?

સિમોન બોલિવરના લશ્કરી અને રાજકીય અભિયાનોએ વેનેઝુએલા, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ અને બોલિવિયા જેવા વર્તમાન દેશોના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. સિમોન બોલિવર કોણ હતા ? સિમોન બોલિવરને લેટિન અમેરિકાના સૌથી પ્રભાવશાળી ઐતિહાસિક વ્યક્તિઓમાંના એક હતા. જેમના નેતૃત્વ અને વિચારોએ સ્પેનિશ વસાહતી શાસન સામેની સ્વતંત્રતા ચળવળોને નિર્ણાયક દિશા આપી હતી. તેમને આદરપૂર્વક અલ લિબર્ટાડોર કહેવાય છે. જેનો અર્થ મુક્તિદાતા થાય છે. કારણ કે, તેમના લશ્કરી અને રાજકીય અભિયાનોએ વેનેઝુએલા, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ અને બોલિવિયા જેવા વર્તમાન દેશોના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. તેઓ ફક્ત એક કમાન્ડર નહી પણ વિચારક, વ્યૂહરચનાકાર અને રાજકીય કલ્પનાશક્તિ ધરાવતા નેતા હતા. દિલ્હીમાં સિમોન બોલિવર નામે માર્ગ તેમના યોગદાનની અસર ભારતમાં પણ દેખાય છે. નવી દિલ્હીમાં, ચાણક્યપુરીના રાજદ્વારી વિસ્તારમાં સિમોન બોલિવર માર્ગ છે. 1947 પછી, દિલ્હીના આયોજકોએ વસાહતી શાસનથી સ્વતંત્રતા અપાવનારા નેતાઓના માનમાં શેરીઓના નામ આપ્યા હતા. સિમોન બોલિવર રોડ એ જ પહેલનો એક ભાગ છે. વેનેઝુએલા પર યુએસ આક્રમણ પછી, લેટિન અમેરિકન દેશો તેમને ફરીથી યાદ કરી રહ્યા છે. વેનેઝુએલામાં, લોકો તેમના વિશે ઉત્સાહપૂર્વક માહિતી એકત્રિત કરી રહ્યા છે અને પ્રેરણા મેળવી રહ્યા છે. સિમોન બોલિવરનું જીવન સિમોન બોલિવરનો જન્મ 24 જુલાઈ 1783ના રોજ કરાકાસમાં શ્રીમંત ક્રેઓલ પરિવારમાં થયો હતો. બાળપણમાં જ તેમણે પોતાના માતા-પિતા ગુમાવ્યા હતા. જેના કારણે તેમનો ઉછેર મુખ્યત્વે વાલીઓ અને શિક્ષકો દ્વારા થયો હતો. તેમના મુખ્ય શિક્ષકોમાં સિમોન રોડ્રિગ્ઝ હતા. જેઓ યુરોપિયન જ્ઞાનવાદના વિચારો, સ્વતંત્રતા, નાગરિક અધિકારો અને લોકપ્રિય શક્તિથી પ્રભાવિત હતા. રાજકીય અને લશ્કરી કારકિર્દી બોલિવરની રાજકીય અને લશ્કરી કારકિર્દી સરળ નહોતી. તેમના શરૂઆતના વર્ષોમાં, સ્વતંત્રતાના હિમાયતીઓને અનેક હારનો સામનો કરવો પડ્યો. વેનેઝુએલામાં ઉભરતી પ્રજાસત્તાક વ્યવસ્થા વારંવાર તૂટી પડી હતી. ક્યારેક આંતરિક વિભાજનને કારણે, ક્યારેક સ્પેનિશ પ્રતિક્રિયાને કારણે અને ક્યારેક યુદ્ધની કઠોર વાસ્તવિકતાઓને કારણે. પરંતુ બોલિવરની લાક્ષણિકતા એ હતી કે તેમણે ક્યારેય હારને અંતિમ પગલું માન્યું નહીં. તેઓ વ્યૂહરચનાઓ બદલતા, સાથીઓ બનાવતા, જાહેર સમર્થન મેળવવા માટે નવા રસ્તાઓ શોધતા અને પછી પાછા ફરતા હતા. હીરો, પ્રતીક અને ચર્ચા સિમોન બોલિવરને વેનેઝુએલા સહિત ઘણા દેશોમાં રાષ્ટ્રીય નાયક તરીકે આદરણીય છે. શહેરો, શેરીઓ, સંસ્થાઓ, ચલણ અને સ્મારકોના નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે. બોલિવિયા દેશનું નામ પણ તેમનાથી પ્રેરિત છે. તેમના વિચારોનું અર્થઘટન અને રજૂઆત વિવિધ રાજકીય પ્રવાહો દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવી છે. કેટલાક તેમને લોકશાહી મુક્તિનું પ્રતીક માને છે અન્ય એક વાસ્તવિકવાદી નેતા જેમણે મજબૂત કેન્દ્રીય રાજ્યની જરૂરિયાતની હિમાયત કરી હતી. આ પણ વાંચોઃ Donald Trumpએ આ દેશને આપી હતી જાહેરમાં ધમકી, ભારતે હવે તેની સાથે જ મિલાવ્યો છે હાથ, વૈશ્વિક રાજનીતિ સુધારવાનો સંકલ્પ 

Read Full Story arrow_forward
Kheda News: ભાજપના નેતા બન્યા તો શું પોતાની જાતને 'સરકાર' સમજી બેઠાં? આ પાવર શું સત્તાનો છે!
calendar_today January 8, 2026

Kheda News: ભાજપના નેતા બન્યા તો શું પોતાની જાતને 'સરકાર' સમજી બેઠાં? આ પાવર શું સત્તાનો છે!

ગુજરાતમાં જ્યારે એક તરફ મહિલા સશક્તિકરણની વાતો જોરશોરથી કરવામાં આવે છે. ત્યારે ઠાસરામાંથી સામે આવેલી એક ઘટનાએ સરકાર અને સંગઠન બંનેને શરમમાં મૂકી દીધી છે. ઠાસરા ભાજપના મહામંત્રી ભરત રાઠોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ એક મહિલા સરપરંચ સાથે અત્યંત અભદ્ર ભાષામાં વાત કરતા અને દાદાગીરી કરતા જોવા મળે છે. ભાજપના નેતા બન્યા બાદ જાણે પોતાને સરકાર સમજી બેઠાં હોય તેવું આ વીડિયો પરથી લાગી રહ્યુ છે. મહિલા સરપંચ સાથે કર્યુ અભદ્ર વર્તન મળતી માહિતી પ્રમાણે ભરત રાઠોડ દ્વારા કરવામાં આવેલુ કથિત ગેરકાયદે બાંધકામ અને દબાણ છે. તંત્ર દ્વારા આ દબાણ હટાવવાનો આદેશ હોવા છતાં , સત્તાના જોરે આ નેતાઓ દબાણ હટાવવાની ના પાડી દીધી હતી. જ્યારે મહિલા સરપંચ પોતાની ફરજ બજાવવા અને દબાણ દૂર કરવા માટે રજૂઆત કરવા ગયા હતા. ત્યારે તેમણે ત્યારે મહામંત્રીએ મર્યાદા ઓળંગી દીધી હતી.આરોપ છે કે ભરત રાઠોડે મહિલા સરપંચને માત્ર અપશબ્દો જ નથી બોલ્યા, પરંતુ તેમની સાથે શારીરિક ઝપાઝપી માર માર્યાના આક્ષેપો પણ થયા છે. પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ આ મામલે પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. પીડિત મહિલા સરપંચનો આક્ષેપ છે કે તેમને પોલીસ સ્ટેશનમાં 4 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.નવાઇની વાત એ છે કે, પહેલા મહામંત્રીની ફરિયાદ લેવામાં આવી અને ત્યારબાદ લાંબા સમય પછી મહિલા સરપંચની ફરિયાદ નોંધાવામાં આવી. આ વિલંબ એ પણ સૂચવે છે કે સ્થાનિક તંત્ર પર ક્યાંકને ક્યાંક રાજકીય દબાણ કામ કરી રહ્યુ હતું. સત્તાના જોરે મહિલાને દબાવવાનો પ્રયાસ  આ ઘટના માત્ર એક ગામની નથી, પરંતુ તે માનસિકતાની છે જ્યાં ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિને કામ કરતા રોકવામાં આવે છે અને સત્તાના જોરે દબાવવાનો પ્રયાસ થાય છે. વાયરલ વીડિયોએ ભાજપના આંતરિક શિસ્ત અને મહિલા સુરક્ષાના દાવાઓની પોલ ખોલી નાખી છે. હવે જોવાનું એ રહે છે કે પક્ષ આ નેતા સામે કેવા પગલાં ભરે છે. આ પણ વાંચોઃ Vadodara News: સાવલી-વડોદરા રોડ પર ડમ્પરમાં લાગી આગ

Read Full Story arrow_forward
Rajkot News: વિંછીયામાં જૂથ અથડામણ બાદ ફાયરિંગ
calendar_today January 8, 2026

Rajkot News: વિંછીયામાં જૂથ અથડામણ બાદ ફાયરિંગ

રાજકોટમાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યા હોય તેમ ગુનાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જિલ્લામાં પોલીસનો કોઈ ભય રહ્યો ન હોય તેમ ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આવામાં રાજકોટ શહેર હવે રંગીલું નહીં પણ રક્તરંજીત બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આ વચ્ચે રાજકોટમાં એક જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ અથડામણ દરમિયાન ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ઓરી ગામમાં જૂથ અથડામણની ઘટના દરમિયાન ફાયરિંગ થયું હતું. ઓરી ગામમાં જૂથ અથડામણ વચ્ચે બંને પક્ષો દ્વારા સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂની અદાવતમાં ઘાતક હથિયારોથી એકબીજા પર હુમલો કરવામાં આવતા ગામમાં અરાજકતા ફેલાઈ હતી.https://x.com/sandeshnews/status/2009157863164215515 જૂથ અથડામણ બાદ 3 લોકોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. આ મામલે વિંછીયા પોલીસ દ્વારા લઘુ ધાધલ, પ્રતાપ ખાચર અને કુલદિપ ખાચરે સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બન્ને પક્ષના કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધી વિંછીયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્રણ લોકો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું વિંછીયા તાલુકાના ઓરી ગામમાં જૂના વેરઝેરમાં ઘાતક હથિયારો વડે બે જૂથ દ્વારા એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્રણ લોકો દ્વારા હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં લઘુ ધાધલ, પ્રતાપ ખાચર અને કુલદિપ ખાચરે ફાયરિંગ કર્યું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં છે.વિંછીયા પોલીસે બન્ને પક્ષે નવ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Rajkot News: દાણાપીઠ વિસ્તારમાં 3 દુકાનોના તાળા તૂટ્યા

Read Full Story arrow_forward