android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: વિંછીયામાં UP બિહાર સ્ટાઇલમાં સામસામે ફાયરિંગ, ધંધાની હરીફાઇમાં કરાયો હત્યાનો પ્રયાસ
calendar_today January 8, 2026

Rajkot: વિંછીયામાં UP બિહાર સ્ટાઇલમાં સામસામે ફાયરિંગ, ધંધાની હરીફાઇમાં કરાયો હત્યાનો પ્રયાસ

રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાં પવનચક્કીના વ્યવસાયમાં હરીફાઈ અને જૂની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં બે જૂથો વચ્ચે ધોળા દિવસે હાઈવે પર યુપી-બિહાર સ્ટાઈલમાં સામસામે અંધાધૂંધ ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ અથડામણ કુખ્યાત આરોપી કુલદીપ ખાચર અને લઘુ ધાંધલ જૂથ વચ્ચે થઈ હતી. UP બિહાર સ્ટાઇલમાં સામસામે ફાયરિંગ મળતી માહિતી પ્રમાણે આ વિવાદની શરૂઆત ત્યારે થઇ હતી જ્યારે કુલદીપ ખાચર પિસ્તાલ સાથે લઘુ ધાંધલના ઘરે જઇને પડકાર ફેંકી આવ્યો. આ ઉશ્કેરણી બાદ પ્રતાપ ખાચર અને લઘુ ધાંધલ પોતાના સમર્થકો સાથે સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર ગાડીઓ લઈને નીકળ્યા હતા. ઓરી ગામ પાસે બંને જૂથો આમને-સામને આવી ગયા હતા. કુલદીપ ખાચરની ટોળકીએ ચાલુ ગાડીએ પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના જવાબમાં સામા પક્ષે પણ લાયસન્સવાળી બાર બોરની ગન અને દેશી કટ્ટાથી વળતો પ્રહાર કર્યો હતો. પોલીસે કરી કાર્યવાહી ગંભીરતાને જોતા એસપી વિજયસિંહ ગુર્જર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પેટ્રોલીંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતી ત્રણ લક્ઝુરિયસ ગાડીઓને અટકાવી તલાસી લેતા તેમાંથી જીવતા કારતૂસ, કુહાડી અને ફરસી જેવા જીવલેણ હથિયારો મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ૫ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે કુલદીપ ખાચર અને તેની ટોળકી હાલ ફરાર છે. કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો વિંછીયા પોલીસે આ મામલે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનાએ સ્થાનિક કાયદો અને વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. પવનચક્કીના કોન્ટ્રાક્ટ અને વર્ચસ્વની લડાઈમાં હથિયારોના પ્રદર્શનને ડામવા પોલીસે હવે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચોઃ Kheda News: સરપંચ બન્યા તો શું પોતાની જાતને 'સરકાર' સમજી બેઠાં? આ પાવર શું સત્તાનો છે!

Read Full Story arrow_forward
Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ઓમકારનાદમાં ઉપસ્થિત રહ્યાં
calendar_today January 8, 2026

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ઓમકારનાદમાં ઉપસ્થિત રહ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ સોમનાથ સ્વાભિમાન પર્વની ત્રિ-દિવસિય ઉજવણીની ગુરૂવારથી શરૂઆત થઈ છે. આજથી એક હજાર વર્ષ પહેલા 1026માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે. ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવ મંદીરથી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા ભૂપેન્દ્ર પટેલ આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી વડાપ્રધાનશ્રીના પ્રેરણા માર્ગદર્શનમાં થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા મંદિરોમાં 72 કલાક ઓમકાર નાદના ગુંજારવથી ભક્તિમય વાતાવરણનું નિર્માણ થવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઓમકાર નાદમાં ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવ મંદીરથી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. મુખ્યમંત્રીએ ઓમકાર નાદની શરૂઆત પૂર્વે ધોળેશ્વર મંદિરમાં ભક્તિ ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા તેમણે આ સામુહિક ઓમકાર નાદમાં સહભાગી થવાનો સૌને અનુરોધ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણી વિરાસત અને અસ્મિતાના ગૌરવને વધુ ઉજાગર કરવાની તક આપણને સૌને મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને મંદિરો - દેવાલયોમાં થતાં સામુહિક ઓમકાર નાદ અથવા તો પોતાના ઘરે પણ સમય મળે ત્યારે ઓમકાર મંત્ર સ્મરણ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ ઓમકાર નાદની શરૂઆત પૂર્વે ધોળેશ્વર મંદિરમાં ભક્તિ ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા.મુખ્યમંત્રીએ બહેનો દ્વારા થઈ રહેલા ભજન-કિર્તનનું પણ શ્રવણ કર્યું હતું ગાંધીનગરના મેયર મીરાંબહેન પટેલ, ધારાસભ્યો રીટાબેન પટેલ અને અલ્પેશભાઈ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ, શહેર પ્રમુખ આશિષભાઈ દવે, જિલ્લા કલેકટર મેહુલ દવે, પદાધિકારીઓ તેમજ શ્રદ્ધાળુ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ બહેનો દ્વારા થઈ રહેલા ભજન-કિર્તનનું પણ શ્રવણ કર્યું હતું. ધોળેશ્વર મહાદેવના મહંતશ્રીએ મુખ્યમંત્રીનું શાલ અર્પણ કરીને અભિવાદન કર્યું હતું. આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો 

Read Full Story arrow_forward
Surat : ચકચારી બિટકોઇન કેસમાં પૂર્વ MLA નલિન કોટડિયાને જામીન, બિલ્ડરના અપહરણ અને ખંડણી કેસનો નોંધાયો હતો ગુનો
calendar_today January 8, 2026

Surat : ચકચારી બિટકોઇન કેસમાં પૂર્વ MLA નલિન કોટડિયાને જામીન, બિલ્ડરના અપહરણ અને ખંડણી કેસનો નોંધાયો હતો ગુનો

સૂરતના બિટકોઇન કેસમાં પૂર્વ MLA નલિન કોટડિયાના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. નલિન કોટડિયાને 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. બિલ્ડરનું અપહરણ કરી ખંડણી માંગવાનો ગુનો નોંધાયેલો હતો કેસમાં આરોપ છે કે નલિન કોટડિયા એક બિલ્ડરનું અપહરણ કરી ખંડણી માંગવાનો ગુનો નોંધાયેલો હતો. અમદાવાદ ACB કોર્ટે અગાઉ 14 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. 32 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ આ કેસમાં કુલ 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ લગાવાયો હતો.આ પણ વાંચો-----    Vadodara માં કાળમુખા ભારદારી વાહનોનો આતંક, 3 કલાકમાં બીજો અકસ્માત, એરપોર્ટ રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત

Read Full Story arrow_forward