android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: સાવલી-વડોદરા રોડ પર ડમ્પરમાં લાગી આગ
calendar_today January 8, 2026

Vadodara News: સાવલી-વડોદરા રોડ પર ડમ્પરમાં લાગી આગ

વડોદરા જિલ્લાના સાવલી-વડોદરા રોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. સાવલી રોડ પર આવેલા ગોઠડા ગામ પાસેથી પસાર થઈ રહેલા એક ડમ્પરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ડમ્પર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, સાવલી-વડોદરા રોડ પર ગોઠડા ગામ નજીકથી ડમ્પર નંબર GJ 17 XX 8639 પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક ડમ્પરમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ડમ્પરમાં આગ ભભૂકી ઉઠતા રોડ પર પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. આગ લાગતા જ ડમ્પર ચાલક સાવધ થઈ ગયો હતો અને સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. બે ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ આગની જાણ થતા જ મંજુસર GIDC અને જયુબિલન્ટ કંપનીની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. બે ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ડમ્પરનો આગળનો ભાગ અને કેબિન સંપૂર્ણપણે બળી ગયા હતા. ટ્રાફિક જામ અને પોલીસની કાર્યવાહી આ ઘટનાને પગલે સાવલી-વડોદરા હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતા જ સાવલી પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો - Vadodara માં પાલિકાના ટ્રકની અડફેટે સાયકલચાલકનું મોત, વડસર રોડ પર જીવલેણ અકસ્માત

Read Full Story arrow_forward
Surat News : કામરેજના આંબોલીમાં ભીષણ આગનો તાંડવ, 50થી વધુ શ્રમિકોના ઝુંપડા બળીને ખાખ
calendar_today January 8, 2026

Surat News : કામરેજના આંબોલીમાં ભીષણ આગનો તાંડવ, 50થી વધુ શ્રમિકોના ઝુંપડા બળીને ખાખ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામ પાસે આવેલી શ્રમિકોની વસાહતમાં આજે વહેલી સવારે આગની એક ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, રાંધવા માટે ઉપયોગમાં લેવાતા ચૂલામાંથી ઉડેલા તણખલાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને 50થી વધુ ઝુંપડાઓને પોતાની લપેટમાં લઈ લીધા હતા. આ અકસ્માતમાં ગરીબ શ્રમિકોની આખી ઘરવખરી, અનાજ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.કામરેજમાં હાહાકાર ઘટનાની જાણ થતા જ કામરેજ અને આસપાસના ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે વધુ હોનારત ટળી હતી. સદનસીબે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કડકડતી ઠંડીના સમયમાં આશરે 50 જેટલા પરિવારો ઘરવિહોણા બની જતાં તેમની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા હાલમાં નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : સાબરમતી જેલની સુરક્ષામાં ગાબડું, કુખ્યાત ગેંગસ્ટરની બેરેકમાંથી આઈફોન મળતા ખળભળાટ

Read Full Story arrow_forward
Surat:ઈન્દોરની ઘટના બાદ મહાનગરપાલિકા એલર્ટ, શહેરમાં પાણીના સેમ્પલિંગ લેવાનું અને આરોગ્ય ટીમોની કામગીરી શરૂ
calendar_today January 8, 2026

Surat:ઈન્દોરની ઘટના બાદ મહાનગરપાલિકા એલર્ટ, શહેરમાં પાણીના સેમ્પલિંગ લેવાનું અને આરોગ્ય ટીમોની કામગીરી શરૂ

ઈન્દોરમાં બનેલી ઘટના પછી સુરત મહાનગર પાલિકા સતર્ક થઈ છે. શહેરના દરેક ઝોનમાં પાણીના ગુણવત્તા ચકાસવા માટે સેમ્પલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.પાણીના સેમ્પલ લેવાની નિયમિત કામગિરી શહેરમાં અનેક વિસ્તારોમાં સવારે અને સાંજે પાણી પુરવઠો થતો હોવાથી, પાલિકા દ્વારા પાણીના સેમ્પલ લેવાની નિયમિત કામગિરી કરવામાં આવી રહી છે.કુલ 9 ટીમો બનાવવામાં આવી  પાલિકાના આરોગ્ય વિભાગે દર ઝોનમાં સ્પેશિયલ સ્ક્વોડ બનાવીને કામગીરી શરૂ કરી છે. કુલ 9 ટીમો બનાવવામાં આવી છે, જેમાં દરેક ટીમમાં 5-5 સુપરવાઇઝર રાખવામાં આવ્યા છે. આ ટીમો શહેરમાં પાણીની ગુણવત્તા, સફાઈ અને આરોગ્ય વિષય પર નજર રાખી રહી છે જ્યાં પાણીની સમસ્યા હોય, તે તરતજ આરોગ્ય વિભાગને જાણ કરે પાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે નાગરિકો સહયોગ આપે અને જ્યાં પાણીની સમસ્યા હોય, તે તરતજ આરોગ્ય વિભાગને જાણ કરે. આ પણ વાંચો----   Surat: જેલમુક્તિ પછી ડ્રગ્સ માફિયાનો ફિલ્મી તમાશો, ફટાકડા ફોડી, કારના કાફલા સાથે ઊજવણી કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Read Full Story arrow_forward