android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Somnath સ્વાભિમાન પર્વ, 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ, અગ્નિદેવની સાક્ષીએ ગૂંજ્યા મહાદેવના ઓમકાર નાદ
calendar_today January 8, 2026

Somnath સ્વાભિમાન પર્વ, 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ, અગ્નિદેવની સાક્ષીએ ગૂંજ્યા મહાદેવના ઓમકાર નાદ

અખંડ ઓમકાર જાપ સાથે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ભવ્ય રીતે શરૂ થઇ છે. સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ સાથે આજે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો.ગુજરાતભરના 2500 બ્રાહ્મણોએ આ ભવ્ય જાપમાં ભાગ લીધો ગુજરાતભરના 2500 બ્રાહ્મણોએ આ ભવ્ય જાપમાં ભાગ લીધો. અગ્નિદેવની સાક્ષીએ આ ધાર્મિક પ્રસંગને દિવ્યતા અપાઈ, જ્યારે અરબી સમુદ્ર કાંઠે આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ થઇ હતી. દેશભરના દર્શનાર્થીઓ પણ ઓમકાર મંત્રોચ્ચારમાં મંત્રમુગ્ધ રહ્યા. મંત્રીઓ સહિત સામાન્ય દર્શનાર્થી પણ ધન્ય થયાઆજના સમારંભમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિ રહી. મંત્રીઓ અને સામાન્ય દર્શનાર્થીઓ પણ આ ક્ષણે ધન્ય થઇ ગયેલા જોવા મળ્યા હતાસ્વાભિમાન પર્વની ઉજવણી આજથી 11 જાન્યુઆરી સુધી ચાલશે આ સ્વાભિમાન પર્વની ઉજવણી આજથી 11 જાન્યુઆરી સુધી ચાલશે. અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના દર્શન કરશે. દેશભરના શિવાલયોમાં પણ ઓમકાર મંત્ર જાપ  સોમનાથ મહાદેવની સાથે દેશભરના શિવાલયોમાં પણ ઓમકાર મંત્ર જાપથી ભવ્ય પ્રારંભ થયો છે, જે દેશમાં આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે.આ પણ વાંચો----  Ahmedabad Kite Festival 2026 : અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે

Read Full Story arrow_forward
Banaskantha News : વડનગર સિવિલમાં હોબાળો, મોતીપુરામાં યુવકના શંકાસ્પદ મોત મામલે પરિજનોનો આક્રંદ
calendar_today January 8, 2026

Banaskantha News : વડનગર સિવિલમાં હોબાળો, મોતીપુરામાં યુવકના શંકાસ્પદ મોત મામલે પરિજનોનો આક્રંદ

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોતીપુરા ગામે એક યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. મૃતક યુવક બનાસકાંઠાના વાલપુરા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પરિવારજનોએ અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે કે, યુવક પર વાયર ચોરીનો ખોટો આરોપ મૂકી તેને નિર્દયતાપૂર્વક મૂઢ માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે આક્રોશિત પરિવારે જ્યાં સુધી જવાબદાર શખ્સો સામે પોલીસ ફરિયાદ (FIR) દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.વડનગર સિવિલમાં તંગદિલી હોસ્પિટલ પરિસરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરિવારની માંગ છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવે. બીજી તરફ, પોલીસ આ મામલે શંકાસ્પદ મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જોકે, પરિવારે આક્ષેપ કર્યો છે કે યુવકના શરીર પર ઈજાના નિશાનો દેખાઈ રહ્યા છે, જે તેને ઢોર માર માર્યો હોવાની સાબિતી આપે છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાના મક્કમ નિર્ધારને કારણે હાલમાં તંત્ર મુંઝવણમાં મુકાયું છે. આ પણ વાંચો : Banaskantha માં માનવતા શર્મસાર, થરાના રામવાડીમાં કચરાના ઢગલામાંથી મળ્યું જીવતું નવજાત બાળ

Read Full Story arrow_forward
અમદાવાદની ઉદગમ અને મુક્તજીવન સ્કૂલે RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે મતભેદ કર્યાનો આક્ષેપ, જુઓ Video
calendar_today January 8, 2026

અમદાવાદની ઉદગમ અને મુક્તજીવન સ્કૂલે RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે મતભેદ કર્યાનો આક્ષેપ, જુઓ Video

આ બન્ને સ્કૂલોમાં વધુ ફી માટે દબાણ કરાતું હોવાનો વાલીઓનો આક્ષેપ છે અને જન સંવાદ પોર્ટલમાં 200થી વધુ ફરિયાદ વાલીઓની આવી છે અને અન્ય જિલ્લાઓની સ્કૂલોમાં પણ મતભેદનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ડીઈઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે. 1.50 લાખથી વધુ આવકવાળા વાલીઓને RTEનો લાભ ન મળે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગરીબ અને વંચિત બાળકો પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે હેતુથી દર વર્ષે RTE અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. RTE એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ જ્યારે શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા નક્કી કરવામા આવી છે અને આ માટે આવકનો પુરાવો અને જો વાલી ઇન્કમટેક્સનુ રિટર્ન ફાઇલ કરતા હોય તો તેની કોપી પણ અપલોડ કરવી ફરજીયાત કરવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad Kite Festival 2026 : અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે 

Read Full Story arrow_forward