android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત વધારવા કલેકટરની સરકારમાં દરખાસ્ત, 13 જાન્યુઆરીએ અશાંતધારાની મુદ્દત થાય છે પૂર્ણ
calendar_today January 8, 2026

Rajkot News : રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત વધારવા કલેકટરની સરકારમાં દરખાસ્ત, 13 જાન્યુઆરીએ અશાંતધારાની મુદ્દત થાય છે પૂર્ણ

રાજકોટ શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમ વોર્ડ નં.૪ની એક ડઝન સોસાયટી અને વોર્ડ નં.રની ૧૬ સોસાયટી સહિત કુલ ૨૮ સોસાયટીમાં ૧૩ જાન્યુઆરી-૨૦૨૧માં લાગુ કરવામાં આવેલ અશાંતધારાની મુદ્દત આગામી બુધવારે સમાપ્ત થાય છે. પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવેલ અશાંતધારાને લંબાવવા જિલ્લા કલેક્ટર દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે જેને ગૃહ વિભાગ દ્વારા બે વર્ષ માટે લંબાવવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે. જેનું જાહેરનામુ બે-ત્રણ દિવસમાં જ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે રાજકોટમાં વર્ષ ૨૦૨૧માં મહાપાલિકાની ચૂંટણી દરમિયાન જ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. હિન્દુ બહુમતિવાળા વિસ્તારમાં અચાનક લઘુમતિ સમાજ દ્વારા મોટા પાયે મિલક્તનું ખરીદ-વેંચાણ કરવામાં આવ્યું હોવાના સરકારી તંત્રના અહેવાલ બાદ મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકાર દ્વારા એક સાથે ૨૮ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે, જે ૨૮ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. અશાંતધારાના કારણે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજુરી વગર મિલક્તનું ખરીદ-વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો તેમાં સીટી સર્વેના ૭૫૩ સર્વે નંબર અને ૩૮ રેવન્યુ સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વે નંબરમાં લાગુ કરવામાં આવેલ અશાંતધારાના કારણે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજુરી વગર મિલક્તનું ખરીદ-વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અચાનક અશાંતધારાની અમલવારીના કારણે રાજકોટના સેંકડો મિલ્કતધારકોના સોદાઓ રદ કરવા પડયા હતા. હવે પાંચ વર્ષની મુદ્દત પુરી થતા ૨૮ સોસાયટીઓમાં ફરીથી મુદત વધારવાની દરખાસ્ત જિલ્લા કલેક્ટર દ્વારા ગૃહ વિભાગને કરવામાં આવી છે. આગામી ૧૩ જાન્યુઆરીના બુધવારે મુદ્દત પુરી થાય તે પહેલા ગૃહ વિભાગ દ્વારા બે વર્ષ માટે મુદ્દત વધારવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે. ગૃહ વિભાગ બે વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવા ની મુદત વધારી શકે છે છોટુનગર કો ઓ હાઉસિંગ સોસાયટી નિરંજની સોસાયટી આશુતોષ સોસાયટી સિંચાઈ નગર સોસાયટી સ્વસ્તિક સોસાયટી આરાધના સોસાયટી દિવ્ય સિદ્ધ સોસાયટી પ્રગતિ સોસાયટી જીવન પ્રભા સોસાયટી અંજની સોસાયટી કૃષ્ણકુંજ સોસાયટી સૌરભ સોસાયટી રેસકોર્સ પાર્ક વસુંધરા સોસાયટી અવંતિકા પાર્ક સોસાયટી જનતા જનાર્દન સોસાયટી શ્રેયસ સોસાયટી નવયુગ સોસાયટી બજરંગ વાડી વિસ્તાર સુભાષનગર ચુડાસમા પ્લોટ રાજ નગર સોસાયટી અલકાપુરી સોસાયટી યોગેશ્વર સોસાયટી ઇન્કમ ટેક્સ સોસાયટી બેંક ઓફ બરોડા સોસાયટી આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢ જિલ્લામાં રેશનકાર્ડમાં E-KYC બાદ મોટાપાયે કાર્યવાહી, પાત્રતા વગરના 33 હજારથી વધુ સભ્યોની યાદી રદ કરાઈ

Read Full Story arrow_forward
Jetpur ના પાંચપીપળા ગામે 20 વર્ષીય પરિણીતાનો આપઘાત, આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરુ
calendar_today January 8, 2026

Jetpur ના પાંચપીપળા ગામે 20 વર્ષીય પરિણીતાનો આપઘાત, આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરુ

જેતપુરમાં ખુશી વિવેકભાઈ પરમાર નામની 20 વર્ષીય પરણિતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે.મૃતકના પતિ તે સમયે બહાર પાન ખાવા ગયા હતા મૃતકના પતિ તે સમયે બહાર પાન ખાવા ગયા હતા અને મહિલા ઘરમાં એકલા હતી. આ દરમિયાન તેણીએ આ ચિંતાજનક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. ઉદ્યોગનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતકના મૃતદેહને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને મૃત્યુના કારણો અંગે તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો----    Kheda: કઠલાલમાં ગળું કપાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા સનસનાટી, હત્યારાઓની શોધખોળ શરુ

Read Full Story arrow_forward
અડગ શ્રદ્ધાનું શિખર સોમનાથ સરદાર પટેલનો સંકલ્પ અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નવતર વિકાસ
calendar_today January 8, 2026

અડગ શ્રદ્ધાનું શિખર સોમનાથ સરદાર પટેલનો સંકલ્પ અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નવતર વિકાસ

ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના કેન્દ્રસમાન સોમનાથ મંદિરનો ઇતિહાસ અડગ શ્રદ્ધા અને અવિરત પુનર્નિર્માણની અપ્રતિમ કહાની છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું આ પવિત્ર ધામ સદીઓથી ભારતીય અસ્મિતાનું રક્ષક રહ્યું છે.

Read Full Story arrow_forward