android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: અંબિકાનગરના લોકો ગંદું પાણી પીવા મજબૂર 15 હજારની વસતીના આરોગ્ય સાથે ચેડાં
calendar_today January 7, 2026

Ahmedabad: અંબિકાનગરના લોકો ગંદું પાણી પીવા મજબૂર 15 હજારની વસતીના આરોગ્ય સાથે ચેડાં

એક તરફ્ સ્માર્ટ સિટીના બણગાં ફૂંકવામાં આવે છે, તો બીજી તરફ્ ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં સ્થિતિ અત્યંત દયનીય છે. લાઈબ્રેરી પાસે લાઈન નાખવાની કામગીરીમાં થયેલા લિકેજને કારણે પીવાના પાણીમાં ભયંકર વાસ આવી રહી છે. અંબિકાનગર અને તેની આસપાસની 20થી વધુ સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતી હોવાની વ્યાપક ફ્રિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પાણી એટલું પ્રદૂષિત છે કે તેનો ઉપયોગ કરવાથી ગમે ત્યારે રોગચાળો ફટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે.આ અંગે સ્થાનિકો ફરિયાદ કરતાં જણાવ્યું કે, અંબિકાનગરમાં આવેલી લાઈબ્રેરી પાસે હાલમાં નવી પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામ દરમિયાન જૂની પાણીની લાઈનમાં મોટું લિકેજ થયું છે, જેના કારણે પીવાના પાણીમાં ગટરનું કે ગંદુ પાણી ભળી રહ્યું હોવાની શક્યતા છે. આ બાબતે સ્થાનિકોએ જવાબદાર અધિકારી વી. ડી. ગોહિલને રજૂઆત કરતા તેમણે એવું કહીને હાથ ઊંચા કરી દીધા હતા કે, *આ કામ પ્રોજેક્ટ વિભાગનું છે અને અમે તેમને જાણ કરી દીધી છે.* અધિકારીઓની આ 'ખો' આપવાની નીતિને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે. ઓઢવ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની આસપાસ આવેલી 20થી વધુ સોસાયટીઓ, જેમાં સુવ્રત પાર્ક અને વલ્લભ નગર જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં સ્થિતિ અત્યંત ગંભીર છે. આશરે 15,000થી વધુ નાગરિકોને ફ્રજિયાતપણે ગંદુ અને વાસ મારતું પાણી વાપરવું પડી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સત્વરે આ લિકેજ રિપેર કરવામાં નહીં આવે, તો ઝાડા-ઊલટી અને કમળા જેવા પાણીજન્ય રોગો ઘર કરી જશે. જ્યારે આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, *અમે વેરો ભરીએ છીએ તો અમને શુદ્ધ પાણી કેમ મળતું નથી?* તેવો પ્રશ્ન જનતા પૂછી રહી છે. શું તંત્ર કોઈ મોટી હોનારત કે રોગચાળો ફટે તેની રાહ જોઈ રહ્યું છે? ઉચ્ચ અધિકારીઓ આ મામલે મધ્યસ્થી કરી તાત્કાલિક ધોરણે લિકેજ બંધ કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ઉત્તરાયણમાં દોરીથી થતા અકસ્માતોને રોકવા 'મિશન સેફ ઉત્તરાયણ' દ્વારા 33 બ્રિજ પર તાર બાંધ્યા
calendar_today January 7, 2026

Ahmedabad: ઉત્તરાયણમાં દોરીથી થતા અકસ્માતોને રોકવા 'મિશન સેફ ઉત્તરાયણ' દ્વારા 33 બ્રિજ પર તાર બાંધ્યા

ઉત્તરાયણ એટલે રંગીન પતંગ, આનંદ અને ઉત્સાહનો મહાપર્વ. પરંતુ એક સમય એવો હતો જ્યારે આ ખુશીઓ વચ્ચે અમદાવાદના ફ્લાયર ઓવર બ્રિજ પર દોરી વાગવાના કારણે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવતા હતા.પતંગના દોરાથી કપાતાં ગળા, અચાનક થતી દુર્ઘટનાઓ અને એક પળમાં નોધારા થનાર પરિવારો...આ હકીકતે શહેરના એક સંવેદનશીલ નાગરિક મનોજ ભાવસારને અંદરથી હચમચાવી દીધા.'કોઈ માતાનો લાડકવાયો કે કોઈ પરિવારનો આધાર માત્ર એક ચાઇનીઝ દોરીના કારણે છીનવાઈ ન જાય' આ વિચાર સાથે 19 વર્ષ પહેલાં અમદાવાદમાં 'મિશન સેફ્ ઉત્તરાયણ' અને 'મિશન હેપ્પી ઉત્તરાયણ' અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર ફ્લાયર ઓવર બ્રિજ સુધી સીમિત રહેલું આ સેવા કાર્ય આજે સમગ્ર અમદાવાદમાં વિસ્તર્યું છે. મિશન સેફ્ ઉત્તરાયણ ફઉન્ડેશનના પ્રયાસોના કારણે ઉત્તરાયણ દરમિયાન બ્રિજ પર થતા દોરી વાગવાના અકસ્માતોમાં વર્ષોથી સતત ઘટાડો નોંધાયો છે. છેલ્લા 19 વર્ષથી કોઈ વિરામ વગર આ સેવા કાર્ય ચાલુ રાખવામાં આવી છે.આ વર્ષે સિટીના 33 બ્રિજ પર સુરક્ષા તાર બાંધવાની કામગીરી કરાઇ છે. કોર્પોરેશનમાંથી મંજૂરી મેળવી 4 લાખ રૂપિયાનો સ્વ-ખર્ચ કરી તાર બાંધવામાં આવ્યા કોર્પોરેશનમાંથી જરૂરી મંજૂરી મેળવી,આ વર્ષે અંદાજે 3.30થી 4 લાખ રૂપિયાનું ખર્ચ આ કામગીરી પાછળ કર્યો છે. આ ખર્ચ મનોજ ભાવસાર અને તેમના અંગત મિત્રોના સહયોગથી ઉઠાવવામાં આવે છે. કોઈ સરકારી સહાય વિના, સંપૂર્ણપણે સ્વૈચ્છિક ભાવનાથી આ અભિયાન આગળ વધારવામાં આવે છે. આ અંગે વાત કરતા મિશન સેફ ઉત્તરાયણના મનોજભાઇ ભાવસારે કહ્યું કે, શહેરની અંદર જ્યાં વાહનવ્યવહાર વધુ હોય અને જ્યા દોરી વાગવાના બનાવો બનવાની શક્યતા વધારે હોય એવા બ્રિજોને ખાસ ઓળખીને ત્યાં પ્રાથમિકતા આધારિત સુરક્ષા તાર બાંધવામાં આવે છે. આ વર્ષે અમદાવાદના કુલ 33 બ્રિજ પર સુરક્ષા તાર બાંધવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જોકે, કેટલાક બ્રિજ પર ઈલેક્ટ્રીક પોલની વ્યવસ્થા ન હોવાને કારણે ત્યાં તાર બાંધવાનું શક્ય બની શક્યું નથી.ઉતરાયણની મજા કોઈ પરિવારના આંસુમાં ફેરવાઈ ન જાય એ જ અમારું લક્ષ્ય છે.19 વર્ષથી ચાલી રહેલું આ અભિયાન માત્ર અકસ્માત રોકવાનો પ્રયાસ નથી, પરંતુ માનવતાનું જીવંત ઉદાહરણ બની ગયું છે,જે સાબિત કરે છે કે એક સારો વિચાર અને સતત પ્રયત્ન અનેક જીવ બચાવી શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dwarka: દ્વારકાથી ગાંધીનગર અક્ષરધામ દર્શનાર્થે જવા નીકળેલ ખાનગી બસ પલટતા 30ને ઈજા
calendar_today January 7, 2026

Dwarka: દ્વારકાથી ગાંધીનગર અક્ષરધામ દર્શનાર્થે જવા નીકળેલ ખાનગી બસ પલટતા 30ને ઈજા

દ્વારકાથી નીકળી ગાંધીનગર અક્ષરધામ મંદિરે જવા નીકળેલ પ્રવાસીઓની બસ રાત્રિના સુમારે સાયલા - ચોટીલા નેશનલ હાઇવે પર આવેલા ગોસળના બોર્ડ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક ટાયર ફુટતા કે જોઇન્ટ તૂટી જતા ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી મારી ગઇ હતી. મંગળવારે મોડી રાતના સમયે સર્જાયેલ અક્સ્માત સમયે બસમાં સવાર ત્રીસેક જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી તેમજ ડોળીયા, સાયલા, મૂળી સહિતની પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ વાનમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી પાંચથી વધુ લોકોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતેની હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમની સ્થિતિ ભયમુક્ત હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. કડકડતી ઠંડીમાં હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward