android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar : રોટરી કલબ દ્વારા વિદ્યાર્થીઓને પતંગ-દોરીનું વિતરણ કરવામાં આવ્યું, જુઓ Photos
calendar_today January 7, 2026

Bhavnagar : રોટરી કલબ દ્વારા વિદ્યાર્થીઓને પતંગ-દોરીનું વિતરણ કરવામાં આવ્યું, જુઓ Photos

14 જાન્યુઆરીના રોજ આવનારા ઉત્તરાયણના તહેવારની આનંદમય ભાવનામાં Rotary Club of Bhavnagar Vibrant દ્વારા Shree Melakdi Primary School ખાતે હૃદયસ્પર્શી સમુદાય સેવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું.

Read Full Story arrow_forward
Gujarat News: 10 વર્ષમાં સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિ 1163 ટકા વધી, જાણો શું છે પૂનમબેન માડમ અને પાટીલની સંપત્તિનો આંકડો
calendar_today January 7, 2026

Gujarat News: 10 વર્ષમાં સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિ 1163 ટકા વધી, જાણો શું છે પૂનમબેન માડમ અને પાટીલની સંપત્તિનો આંકડો

દેશમાં 2014થી 2024 સુધી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રીપીટ ઉમેદવારી કરીને સાંસદ બનનારા ઉમેદવારોની સંપત્તિનું ADR દ્વારા તુલનાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં 102 સાંસદોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રીપીટ થયેલા સાત સાંસદોની સંપત્તિના વર્ષ 2014-2024 સુધીના આંકડા સામે આવ્યા છે. સાત સાંસદોની સંપત્તિની વિગતો સામે આવી ADRના રીપોર્ટ પ્રમાણે ગુજરાતના રીપીટ થયેલા સાત સાંસદોની સંપત્તિની વિગતો સામે આવી છે. જેમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે. તેઓ 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે સોગંદનામામાં તેમની કૂલ સંપત્તિ 17 કરોડ દર્શાવાઈ હતી. જે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં 147 કરોડ સુધી પહોંચી ગઈ હતી. તેમની સંપત્તીમાં 747 ટકાનો વધારો થયો છે. સી.આર.પાટીલની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો આ ઉપરાંત કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો થયો છે. 2014માં તેઓ ચૂંટણી લડ્યા ત્યારે સોગંદનામામાં 74 કરોડ રૂપિયા સંપત્તિ દર્શાવાઈ હતી. જે 2019માં ઘટીને 44 કરોડ અને 2024માં 39 કરોડ થઈ હતી. તેમની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો થયો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ ઉપરાંત કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિમાં 1163 ટકાનો વધારો થયો છે. તેમણે 2014માં ચૂંટણીના સોગંદનામામાં 56 લાખ રૂપિયાની સંપત્તિ દર્શાવી હતી. 2024ની ચૂંટણી વખતે 7 કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવી હતી. ખેડાના સાંસદ દેવુ સિંહ ચૌહાણની સંપત્તિમાં પણ 271 ટકાનો વધારો થયો છે. 2014માં તેમણે 94 લાખ રૂપિયાની સંપત્તિ દર્શાવી હતી. જ્યારે 2024ની લોકસભાની ચૂંટણીમાં ત્રણ કરોડની સંપત્તિ દર્શાવી હતી. રાજેશ ચુડાસમાની સંપત્તિમાં 349 ટકાનો વધારો જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ 2014ની લોકસભાની ચૂંટણીમાં 74 લાખથી વધુની સંપત્તિ દર્શાવી હતી. જ્યારે 2024ની ચૂંટણીના સોગંદનામામાં 3 કરોડની સંપત્તિ દર્શાવી હતી. જેથી તેમની સંપત્તિમાં 349 ટકાનો વધારો થયો છે. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની સંપત્તિમાં પણ 195 ટકાનો વધારો થયો છે. તેમણે 2014માં ચૂંટણીના સોગંદનામામાં 1 કરોડની સંપત્તિ દર્શાવી હતી. જ્યારે 2024માં 4 કરોડની સંપત્તિ દર્શાવી હતી. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની સંપત્તિમાં 146 ટકાનો વધારો થયો છે. તેમણે 2014ની ચૂંટણીમાં એક કરોડની સંપત્તિ દર્શાવી હતી. જયારે 2024માં ચાર કરોડની સંપત્તિ દર્શાવી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાની સંપત્તિમાં 288 ટકાનો વધારો થયો છે. તેમણે 2014માં 65 લાખ અને 2024માં બે કરોડની સંપત્તિ દર્શાવી હતી. આ પણ વાંચોઃ Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી, આગામી બજેટ સંદર્ભે બેઠકમાં ચર્ચા

Read Full Story arrow_forward
Porbandar:  ગુજરાતના દરિયાઈ પટ્ટા પર બે દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ
calendar_today January 7, 2026

Porbandar: ગુજરાતના દરિયાઈ પટ્ટા પર બે દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ

ગુજરાતના 1600 કિલોમીટર લાંબા સંવેદનશીલ દરિયાઈ પટ્ટા પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને લોખંડી બનાવવાના ઉદ્દેશ્ય સાથે ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બે દિવસીય સ્પેશિયલ ઓપરેશન હેઠળ પોરબંદર સહિત રાજ્યના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સૌથી મોટી વિશેષતા વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન મળતી માહિતી પ્રમાણે આ ઓપરેશનની સૌથી મોટી વિશેષતા વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન છે. જેમાં ભારતીય નૌસેના Indian Navy, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને કસ્ટમ્સ જેવી એજન્સીઓ ખભેખભા મિલાવીને કામ કરી રહી છે. દર વર્ષે બે વખત યોજાતી આ કવાયતનો મુખ્ય હેતુ કોઈપણ આકસ્મિક આતંકી હુમલા કે ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવાની તૈયારીઓની ચકાસણી કરવાનો છે. જતી-આવતી તમામ બોટોનું સઘન નિરીક્ષણ ઓપરેશન દરમિયાન દરિયામાં માછીમારી માટે જતી-આવતી તમામ બોટોનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. માછીમારોની ઓળખપત્રોની તપાસની સાથે બોટના દસ્તાવેજો પણ ચકાસવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પોરબંદર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જે લેન્ડિંગ પોઈન્ટ્સ છે.જ્યાંથી દરિયાઈ માર્ગે કિનારે પહોંચી શકાય છે. ત્યાં વિશેષ ચોકીબંધી કરવામાં આવી છે. સુરક્ષા તંત્રની સજ્જતા આ કવાયત દરમિયાન સુરક્ષા એજન્સીઓ રેડ અને બ્લુ ટીમમાં વિભાજિત થઈને એકબીજાની સજ્જતાની કસોટી કરે છે. સમુદ્રમાં શંકાસ્પદ હિલચાલને ટ્રેક કરવા માટે ટેકનોલોજી અને મેનપાવરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતનો દરિયો આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલો હોવાથી, રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી આ ઓપરેશન અત્યંત મહત્વનું માનવામાં આવે છે.આ પણ વાંચોઃ Surendranagar: 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં

Read Full Story arrow_forward