android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં
calendar_today January 7, 2026

Surendranagar: 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં

સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના બહુચર્ચિત જમીન કૌભાંડમાં 10 કરોડ રૂપિયાની લાંચ લેવાના ગંભીર આરોપ હેઠળ ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ કોર્ટે આપેલા 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેમને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ થયો છે. તપાસ એજન્સીએ વધુ રિમાન્ડની ન કરી માંગણી ED દ્વારા પાંચ દિવસ સુધી ચાલેલી સઘન પૂછપરછ બાદ આજે તપાસ એજન્સીએ વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી. પરિણામે, કોર્ટે પૂર્વ કલેક્ટરને જેલહવાલે કરવાનો નિર્ણય લીધો હતો. આ કેસમાં આરોપ છે કે રાજેન્દ્ર પટેલે કલેક્ટર તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી, કરોડોની કિંમતની સરકારી જમીન ખાનગી હિતોને પધરાવી દેવા માટે 10 કરોડની માતબર રકમ લાંચ સ્વરૂપે માંગી હતી. બચાવ પક્ષની દલીલ તો બીજી તરફ, રાજેન્દ્ર પટેલના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, પાંચ દિવસના લાંબા રિમાન્ડ દરમિયાન તપાસ એજન્સીને પૂર્વ કલેક્ટર પાસેથી કોઈ પણ પ્રકારની વાંધાજનક રિકવરી કે રોકડ રકમ મળી આવી નથી. બચાવ પક્ષે આ ધરપકડને પણ પડકારવાની તૈયારી દર્શાવી છે. અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા હવે જ્યારે રાજેન્દ્ર પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, ત્યારે તેમના કાયદાકીય પ્રતિનિધિઓ દ્વારા આગામી દિવસોમાં જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવશે. આ સાથે જ ED દ્વારા કરવામાં આવેલી ધરપકડની પ્રક્રિયાને પણ હાઈકોર્ટમાં પડકારવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવનાર આ કૌભાંડમાં હજુ પણ અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.આ પણ વાંચોઃ Ahmedabad News: પ્રદૂષિત પાણીના પ્રશ્ને AMC એક્શન મોડમાં, સેમ્પલ રિપોર્ટ ત્વરિત મેળવવા અપાઇ સૂચના

Read Full Story arrow_forward
Junagadh પોલીસનો સપાટો, અજમેરથી કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાની ધરપકડ
calendar_today January 7, 2026

Junagadh પોલીસનો સપાટો, અજમેરથી કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાની ધરપકડ

ગુજરાતના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાને ઝડપી પાડવામાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગુજરાતના લિસ્ટેડ બુટલેગર તરીકે જાણીતો ધીરેન કારીયા લાંબા સમયથી પોલીસને હાથતાળી આપીને ફરાર હતો. તે રાજસ્થાનના અજમેર શહેરમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. અજમેરના આદર્શ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેને દબોચી લેવામાં આવ્યો છે. ધીરેન કારીયા વિરુદ્ધ પ્રોહિબિશન ઉપરાંત ગંભીર પ્રકારના ગુનાઓ અને ખાસ કરીને સંગઠિત અપરાધ નિવારણ કાયદા (GUJCTOK) હેઠળ ગુનો નોંધાયેલો છે.ગુનાઓના રહસ્યો ખુલશે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધીરેન કારીયા ગુજરાતમાં દારૂના મોટા નેટવર્કનું સંચાલન કરતો હતો અને તેની વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાયેલી છે. ધરપકડથી બચવા માટે તે સતત પોતાના રહેઠાણ બદલી રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસ તેના સુધી પહોંચવામાં સફળ રહી છે. આરોપીને જૂનાગઢ લાવીને તેની ગેંગના અન્ય સભ્યો અને આર્થિક વ્યવહારો અંગે ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ ધરપકડથી બુટલેગરોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા સેવાઈ રહી છે. આ પણ વાંચો : Vadodara News : એક ગેંગ જેલમાં ગઈ ત્યાં બીજી સક્રિય, શિનોર પંથકમાં તસ્કરોએ મચાવ્યો હાહાકાર

Read Full Story arrow_forward
Maharashtra Politics: કલાકોમાં જ તૂટ્યું ભાજપ કોંગ્રેસનું ગઠબંધન, લેવાયા આ એક્શન
calendar_today January 7, 2026

Maharashtra Politics: કલાકોમાં જ તૂટ્યું ભાજપ કોંગ્રેસનું ગઠબંધન, લેવાયા આ એક્શન

મહારાષ્ટ્રની અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપ-કોંગ્રેસ ગઠબંધન થયુ હોવાના સમાચાર સામે આવ્યા હતા પરંતુ આ ગઠબંધન થોડા જ સમયમાં તૂટી ગયું છે. બુધવારે ગઠબંધનના સમાચાર આવ્યા અને બંને પક્ષો ટીકાનો ભોગ બન્યા. કોંગ્રેસ હવે પાછળ હટી ગઈ છે. આ દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ વાંધો વ્યક્ત કર્યો છે.શિંદે જૂથને કાબૂમાં રાખવાની રણનીતિ તરીકે રચાયેલ આ ગઠબંધન વિવાદમાં ફસાઈ જતાં જ તૂટી ગયું. ટીકા વધતી ગઈ તેમ કોંગ્રેસ પીછેહઠ કરી, જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ એક નિવેદન બહાર પાડ્યું.કોંગ્રેસે બ્લોક પ્રમુખને સસ્પેન્ડ કર્યાનોંધનીય છે કે બંને પક્ષો અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં એકનાથ શિંદેની પાર્ટીની તકોને તોડવા માટે ભેગા થયા હતા. જોકે, આ ગઠબંધન લાંબો સમય ટકી શક્યું નહીં. હવે કોંગ્રેસે અંબરનાથ બ્લોક પ્રમુખને સસ્પેન્ડ કર્યા છે. સ્થાનિક સ્તરે ભાજપ સાથે ગઠબંધન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ફડણવીસે આપ્યો ઠપકો કોંગ્રેસની કાર્યવાહી પહેલા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અંબરનાથ અને અકોલામાં ભાજપ નેતાઓએ કોંગ્રેસ અને AIMIM સાથે ગઠબંધન કરવા બદલ આકરી ટીકા કરી હતી અને કાર્યવાહીની ધમકી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આવા ગઠબંધન પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વની મંજૂરી વિના કરવામાં આવ્યા હતા અને સંગઠનાત્મક શિસ્તનું ઉલ્લંઘન કર્યું હતું.ફડણવીસે કહ્યું હું સ્પષ્ટ કરી રહ્યો છું કે કોંગ્રેસ કે AIMIM સાથે કોઈપણ ગઠબંધન સ્વીકાર્ય નહીં હોય. જો કોઈ સ્થાનિક નેતાએ જાતે આવો નિર્ણય લીધો હોય, તો તે શિસ્ત વિરુદ્ધ છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા ગઠબંધનને રદ કરવા માટે પહેલાથી જ સૂચનાઓ આપી દેવામાં આવી છે. અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલ સમીકરણ અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કુલ 59 કાઉન્સિલરો છે. 20 ડિસેમ્બર, 2025 ના રોજ ચૂંટણી યોજાઈ હતી. 21મી તારીખે પરિણામો જાહેર થયા હતા. એકનાથ શિંદે જૂથના નેતૃત્વમાં શિવસેના 27 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી (બહુમતીથી માત્ર ચાર બેઠકો ઓછી હતી). અન્ય પક્ષોમાં ભાજપ (15), કોંગ્રેસ (12) અને એનસીપી (અજિત પવાર જૂથ) (ચાર)નો સમાવેશ થાય છે. બીજો સૌથી મોટો પક્ષ હોવા છતાં, ભાજપે શિવસેના (શિંદે) ને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. "અંબરનાથ વિકાસ આઘાડી" નામના આ ગઠબંધનને 31 કાઉન્સિલરોનું સમર્થન છે, જે જરૂરી 30 બહુમતી કરતા એક વધુ છે. અંબરનાથમાં કોંગ્રેસ-ભાજપ ગઠબંધન અંગે શિવસેના (શિંદે)ના નેતાઓમાં નારાજગી હતી. શિવસેના (શિંદે)ના ધારાસભ્ય ડૉ. બાલાજી કિનિકરે તેને શિવસેના સાથે વિશ્વાસઘાત ગણાવ્યો હતો.

Read Full Story arrow_forward