android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji માં ભક્તિનો મહાકુંભ, 30 જાન્યુઆરીથી શરૂ થશે ભવ્ય '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'
calendar_today January 7, 2026

Ambaji માં ભક્તિનો મહાકુંભ, 30 જાન્યુઆરીથી શરૂ થશે ભવ્ય '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'

યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરના ડુંગર પર નિર્મિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 30 જાન્યુઆરીથી આ બે દિવસીય મહોત્સવની ધામધૂમથી શરૂઆત થશે, જેમાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શન કરાવવાનો અને આધ્યાત્મિક ભાવ જગાડવાનો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિક્રમા પથ પર વિશેષ સુવિધાઓ અને ભક્તિમય વાતાવરણ ઉભું કરવામાં આવશે.શાળાઓ માટે ખાસ આમંત્રણ પરિક્રમા મહોત્સવને વધુ વ્યાપક બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા રાજ્યની શાળાઓને પણ એક દિવસના શૈક્ષણિક અને ધાર્મિક પ્રવાસ માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આનાથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને શક્તિપીઠોના ઇતિહાસથી માહિતગાર થઈ શકશે. મહોત્સવ દરમિયાન ગબ્બર વિસ્તારમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો : Morbi News : હળવદમાં હિટ એન્ડ રન, દેવાળિયા નજીક રસ્તો ક્રોસ કરતા વૃદ્ધને અજાણ્યા વાહને કચડ્યા

Read Full Story arrow_forward
Chhota Udepur: ભારજ નદી ઉપરનો પુલ તૂટી જતાં રાહદારીઓ માટે બનાવાયેલ ડાયવર્જન તકલાદી હોવાનો સ્થાનિકોનો આરોપ
calendar_today January 7, 2026

Chhota Udepur: ભારજ નદી ઉપરનો પુલ તૂટી જતાં રાહદારીઓ માટે બનાવાયેલ ડાયવર્જન તકલાદી હોવાનો સ્થાનિકોનો આરોપ

છોટા ઉદેપુરના પાવી જેતપુર નજીક આવેલ ભારજ નદી ઉપરનો પુલ તૂટી જતા રાહદારીઓને અવરજવર માટે નદીના પટમાં છેલ્લા બે વર્ષથી ડાયવર્જન બનાવવામાં આવે છે પણ બે વર્ષમાં બે વખત ડાયવર્જન તૂટી ગયુ છે અને ત્રીજી વાર જે ડાયવર્જન બનાવવામાં આવી રહ્યું છે તે પણ તકલાદી છે. હાલ સુધીમાં સરકારના સાડા છ કરોડ વપરાઇ ગયા છે પરંતુ રાહદારીઓને પડતી મુશ્કેલીનુ કાયમી નિરાકરણ આવ્યું નથી.ભારજ નદી ઉપરનો પુલ આજથી બે વર્ષ પહેલા તૂટી ગયો હતો  છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામના નેશનલ હાઈવે 56 નો ભારજ નદી ઉપરનો પુલ આજથી બે વર્ષ પહેલા તૂટી ગયો હતો.નેશનલ હાઈવે નબર 56 જે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડે છે. જિલ્લાના મુખ્ય મથક છોટા ઉદેપુરને પણ આ માર્ગ જોડે છે. આ પુલ તૂટી જતા રાહદારીઓની ચિંતા કરી સરકાર દ્વારા નદીમાંજ ડાયવર્જન બનાવવા માટે મંજૂરી આપી કે જેને લઈ રાહદારીઓને 40 કિલોમીટરના ફેરો ફરવો ના પડે. પરંતુ જે કોન્ટ્રાકટરને કામ આપવામાં આવ્યું તેને જાણે વેઠ ઉતરી હોય તેમ લાગી રહ્યું છે. બે વખત ચોમાસાના સમયે ડાયવર્જન ધોવાતા ત્રીજી વાર ડાયવર્જન બનાવવામાં આવી રહ્યું છે બે વર્ષમાં બે વખત ચોમાસાના સમયે ડાયવર્જન ધોવાતા ત્રીજી વાર ડાયવર્જન બનાવવામાં આવી રહ્યું છે.જે બિલકુલ તકલાદી છે તેમ સ્થાનિકો અને રાહદારીઓનું કહેવું છે. અગાઉ બનેલ ડાયવર્જનની જે ડિઝાઇન બનાવવામાં આવી હતી તે પ્રમાણે નહીં પણ કોન્ટ્રાકટરે મનમાની કરી ડિઝાઇનને બદલી નાખી ફક્ત રેતી અને માટી જ નાખી ડાયવર્જન બનાવી દેતા હવે ત્રીજી વાર બનાવવામાં આવેલ ડાયવર્જન ટકશે કે કેમ તેના ઉપર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે ભારજ નદીમા ચોમાસામાં પાણીનો પ્રવાહ ખૂબ હોય છે. સુખી ડેમનું પાણી પણ આજ નદીમા છોડવામાં આવે છે.જો પુલ અને ડાયવર્જન ધોવાઈ જતા હોઈ તો આ કાચુ બનાવેલ ડાયવર્જન ટકશે ખરું ? આ જ જગ્યાએ ડાયવર્જન બની રહ્યું છે તે તકલાદી અગાઉ બે વર્ષમાં બે વખત ડાયવર્જન તૂટી જતા રાહદારીઓને 40 કિ.મી.નો ફેરો ફરવો પડતો હતો. હવે ફરી એકવાર આ જ જગ્યાએ ડાયવર્જન બની રહ્યું છે તે તકલાદી બની રહ્યું છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને નેતાઓ ડાયવર્જનની નજીકમાંથીજ પસાર થઇ રહ્યા છે તો શું નવા બની રહેલ ડાયવર્જન પર તેમની નજર નહીં જતી હોય ? કોન્ટ્રાકટરને ટકાઉ ડાયવર્જન બને તે માટે કેમ આદેશ આપવામાં આવતા નહીં હોય ? ગયા વર્ષે બનેલ ડાયવર્જનમાં પાણીના નિકાલ માટે લગભગ 140 પાઇપો નાખવામાં આવી હતી હવે ફક્ત 6 તૂટેલી પાઇપો નાખી કામ પૂર્ણ કરી રહ્યા છે.ચોમાસુ આવતા પહેલા જ આ ડાયવર્જન તૂટી જશે તેવી લોકો સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. રાહદારીઓ જલ્દી થી પુલનું કામ પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે મધ્યપ્રદેશ છોટા ઉદેપુર અને બોડેલીને જોડતો આ મુખ્ય માર્ગ છે. પરંતુ ભારદારી વાહનો માટે અવર જવર પર રોક છે.જેથી બોડેલીથી છોટા ઉદેપુર જતા વાહનોને લગભગ 50 કિમીથી પણ વધુના ફેરો ફરવો પડે છે. જેથી કેટલાક વેપારીઓને પરવડતું નથી.અને જે વેપારીઓ બજારમાં માલ વેચવા જાય છે તેમને દુકાનદારોને વધુ ભાવ ચુકવવો પડે છે. ખેડૂતોને પણ મંડીમાં માલ વેચવા જવું મુશ્કેલ બન્યું છે.હાલમાં પુલનું કામ ચાલી રહ્યું છે પરંતુ બિલકુલ મંથરગતિએ જેથી રાહદારીઓ જલ્દી થી પુલનું કામ પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે. તંત્રએ આ બાબતે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન માર્ગ પર આવેલ પુલ બે વર્ષથી વધુ સમયથી તૂટી ગયો છે અને રાહદારીઓને નદીના પટમાંથી ડાયવર્જન પરથી પસાર થવુ પડતું હોય તંત્રએ આ બાબતે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ.સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહેવડાવી દેનાર કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે પગલા કેમ નથી લેવાતા તેવા સવાલો લોકો કરી રહ્યા છે. આ પણ વાંચો----   Vadodara: ડોક્ટરની બેદરકારીથી કિશોરીના મોતનો આક્ષેપ, તબીબે બેદરકારી દાખવતા ઓપરેશનમાં કિશોરીના પેટમાં કોટન રહી ગયું હતું

Read Full Story arrow_forward
Gandhinagar News : ગુજરાતના 31 જિલ્લામાં ‘સશક્ત નારી મેળા’ દ્વારા રૂ. 4 કરોડથી વધુ કિંમતના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરાયું
calendar_today January 7, 2026

Gandhinagar News : ગુજરાતના 31 જિલ્લામાં ‘સશક્ત નારી મેળા’ દ્વારા રૂ. 4 કરોડથી વધુ કિંમતના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરાયું

ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના ૩૧ જિલ્લાઓમાં તાજેતરમાં આયોજિત સશક્ત નારી મેળાએ સ્વદેશીની સાથેસાથે મહિલા સશક્તીકરણને પણ ઉજાગર કરી છે. આ જિલ્લાઓમાં આયોજિત નારી મેળા દ્વારા રૂ. ૪.૧૦ કરોડની કિંમતની સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરીને ‘વન ડિસ્ટ્રીકટ, વન પ્રોડક્ટ’ યોજનાને નવી દિશા આપી છે. દરેક જિલ્લાની વિશિષ્ટ ઓળખ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવી રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ-GLPC દ્વારા ગત તા. ૧૮ થી ૨૩ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન રાજ્યના ૩૧ જિલ્લાઓમાં ૩ થી ૫ દિવસ સુધી નારી મેળાનું સફળ આયોજન કરીને ‘વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ’ યોજના અંતર્ગત દરેક જિલ્લાની વિશિષ્ટ ઓળખ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવી છે. આ નારી મેળા દ્વારા વિવિધ જિલ્લાઓમાં કુલ ૨,૩૦૦થી વધુ સ્ટોલની અંદાજે પાંચ લાખથી વધુ ભાઈ-બહેનોએ મુલાકાત કરીને વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી છે. સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહન સાથે “સશક્ત નારી”ના સંકલ્પને ઉજાગર ‘સશક્ત નારીથી આત્મનિર્ભરતા તરફ’ રાજ્ય સરકારના અભિયાનને વ્યાપક ગતિ આપવા સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહન સાથે “સશક્ત નારી”ના સંકલ્પને ઉજાગર કરતો પ્રથમ મેળો બનાસકાંઠાના પાલનપુર ખાતે તા. ૧૧ ડિસેમ્બર-૨૦૨૫ના રોજ યોજાયો હતો, જેનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. આ મેળામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, સહકાર, કુટીર ઉદ્યોગ, વન અને પર્યાવરણ તેમજ મહિલા આર્થિક વિકાસ નિગમ સહિત જિલ્લા વહીવટ તંત્રએ સહભાગી થઇને મહત્વની ભૂમિકા ભજવી હતી. ‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ના વિચારને જમીનીસ્તર પર મૂર્તિમંત કરી રહી છે આ મેળાએ રાજ્યભરની મહિલાઓને તેમની હસ્તકળા, હેન્ડલૂમ, પરંપરાગત ખાદ્યપદાર્થો, પ્રાકૃતિક ઉત્પાદનો અને સ્વદેશી ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે સશક્ત બજાર પૂરું પાડ્યું છે. સશક્ત નારી મેળા એ માત્ર વેપાર મેળો નથી, પરંતુ ગ્રામીણ મહિલાઓની મહેનત, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિબિંબ છે. મેળામાં ભાગ લેનાર બહેનો આજે માત્ર ઉત્પાદક નહીં, પરંતુ વડાપ્રધાનના ‘લોકલ ફોર વોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ના વિચારને જમીનીસ્તર પર મૂર્તિમંત કરી રહી છે. સ્વદેશી વસ્તુઓને એજન્ટ તેમજ સ્થળાંતર વિના સીધા ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી છે આ સશક્ત નારી મેળામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સ્વ સહાય જૂથો, મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકળાના વિવિધ નમૂનાઓમાં ભરતકામ, હેન્ડલૂમ, ઝરીકામ, ખાદ્ય પદાર્થો અને પારંપરિક નાસ્તાઓ તથા ઓર્ગેનિક ઉત્પાદનોની વિશાળ શ્રેણીઓ સહિતના ઉત્પાદનોને મુલાકાતીઓનો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ‘વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ’ યોજના અંતર્ગત દરેક જિલ્લાની વિશિષ્ટ ઓળખ એક જ છત નીચે જોવા મળી, જેના પરિણામે મેળો સાંસ્કૃતિક વૈવિધ્યનો ઉત્સવ પણ બની રહ્યો હતો. સશક્ત નારી મેળાના માધ્યમથી મહિલાઓ દ્વારા ઉત્પાદિત સ્વદેશી વસ્તુઓને એજન્ટ તેમજ સ્થળાંતર વિના સીધા ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી છે જેના પરિણામે તેમને વધુ આવકની સાથે પ્રોત્સાહન પણ મળ્યું છે. રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે વધુમાં, સશક્ત નારી મેળાના આયોજન દરમિયાન જ રાજ્ય સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે, આગામી સમયમાં આવા વધુને વધુ મેળાઓનું આયોજન, ઉત્પાદનોને ઑનલાઇન પ્લેટફોર્મ સાથે જોડાણ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચ માટે જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ, રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે. આ પણ વાંચો : Dahod News : દાહોદમાં પીકઅપ ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, 2ના ઘટના સ્થળે મોત

Read Full Story arrow_forward