android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bulldozer Action in Delhi: દિલ્હીમાં મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝર કાર્યવાહી, ટ્રાફિક એડવાઇઝરી જાહેર
calendar_today January 7, 2026

Bulldozer Action in Delhi: દિલ્હીમાં મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝર કાર્યવાહી, ટ્રાફિક એડવાઇઝરી જાહેર

રાત્રે 30 થી વધુ બુલડોઝર આ કાર્યવાહી કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા. MCD અધિકારીઓએ જણાવ્યું કે ફૈઝ-એ-ઇલાહાઈ મસ્જિદ નજીક ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.રહેવાસીઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો અને ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ સ્થાનિક રહેવાસીઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો અને ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ. ભીડના કેટલાક સભ્યોએ પોલીસ અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ. પોલીસે જણાવ્યું કે પરિસ્થિતિ વધુ વણસી ન જાય તે માટે વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી હતી. DCP એ જણાવ્યું કે આ કાર્યવાહી દરમિયાન પાંચ પોલીસ અધિકારીઓને થોડી ઈજા થઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આ અવ્યવસ્થા માટે જવાબદાર લોકોની ઓળખ કરવામાં આવશે અને તે બધા સામે કાર્યવાહી કરવામાં આવશે. શું તોડી પાડવામાં આવ્યું? મસ્જિદ પાસેના લગ્ન હોલનો એક ભાગ દૂર કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વધુમાં, ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, જેમાં એક લગ્ન હોલ, બે દુકાનો અને ત્રણ દવાખાનાનો સમાવેશ થાય છે. કોર્ટના નિર્ણય પહેલાં બુલડોઝર કાર્યવાહી મસ્જિદની બહાર ગેરકાયદે બાંધકામ તોડી પાડવાના ઘણા દિવસો પહેલા હોબાળો થયો હતો. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેણે સ્ટે આપ્યો હતો. આ મામલે 22 જાન્યુઆરીએ નિર્ણય લેવાનો હતો. દરમિયાન, આ કાર્યવાહીથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છેઆ પણ વાંચો: PM Modi On Somnath Temple : વિધ્વંસ નહીં, સ્વાભિમાનની ગાથા, PM મોદીએ લખ્યો લેખ

Read Full Story arrow_forward
AQI 300 પાર, Delhi રેડ ઝોનમાં, દેશના અનેક શહેરોમાં ધુમ્મસ
calendar_today January 7, 2026

AQI 300 પાર, Delhi રેડ ઝોનમાં, દેશના અનેક શહેરોમાં ધુમ્મસ

બુધવારે સવારે દિલ્હીની હવાની ગુણવત્તા ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ. સવારે 7 વાગ્યે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 302 નોંધાયો, જે “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં આવે છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારો રેડ ઝોનમાં નોંધાયા હતા, જ્યાં AQI 300 થી ઉપર રહ્યો હતો. નેહરુ નગર (361), આનંદ વિહાર (351), ચાંદની ચોક (347), ઓખલા ફેઝ-2 (345) અને જહાંગીરપુરી (346) જેવા વિસ્તારોમાં સ્થિતિ ખાસ કરીને ગંભીર રહી.અનેક વિસ્તારો પ્રદુષણ દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આર.કે. પુરમ, પુસા, પંજાબી બાગ, પટપરગંજ અને રોહિણી જેવા વિસ્તારોમાં AQI 320 થી 350 વચ્ચે નોંધાયો. જો કે બાવાના વિસ્તારમાં AQI 191 સાથે સ્થિતિ “મધ્યમ” રહી, પરંતુ કુલ મળીને શહેરની હવા સ્વાસ્થ્ય માટે જોખમી બની ગઈ છે.શહેરોમાં ગાઢ ધુમ્મસ દિલ્હી ઉપરાંત દેશભરના અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસે ભારે અસર કરી છે. આગ્રા, તેજપુર અને ભટિંડા જેવા શહેરોમાં દૃશ્યતા શૂન્ય મીટર સુધી ઘટી ગઈ હતી, જેને કારણે ફ્લાઇટ કામગીરી પર ગંભીર અસર પડી. અમૃતસર અને જયપુરમાં 50 મીટર સુધી દૃશ્યતા રહી, જ્યારે કોલકાતામાં 100 મીટર અને જમ્મુ તથા કાનપુરમાં 200 મીટર સુધી દૃશ્યતા નોંધાઈ. દિલ્હી-એનસીઆરમાં પાલમ અને સફદરજંગ વિસ્તારમાં દૃશ્યતા લગભગ 800 મીટર રહી, એટલે અહીં ધુમ્મસ હળવું હતું.હવામાન વિભાગની આગાહી  હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ધુમ્મસ પ્રદૂષક કણોને હવામાં ફસાવી દે છે, જેના કારણે પ્રદૂષણ લાંબા સમય સુધી ટકી રહે છે. ઠંડી, પવનની ગતિ ઓછી હોવી અને ભેજ વધુ હોવાના કારણે આ સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. સ્વાસ્થ્ય પર પડતી અસર ખરાબ હવાની ગુણવત્તા અને ધુમ્મસના કારણે લોકોમાં આંખોમાં બળતરા, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને અસ્થમા, ફેફસાં અને હૃદયરોગના દર્દીઓ માટે આ સ્થિતિ અત્યંત જોખમી છે. ડૉક્ટરો સલાહ આપે છે કે લોકો શક્ય તેટલું ઘરમાં રહે, માસ્કનો ઉપયોગ કરે અને બાળકો તથા વૃદ્ધોને ખાસ કાળજી રાખે. આ પણ વાંચો : Noida : લગ્નની રાત્રે ખુલ્યું રહસ્ય, પછી જે થયું તે સાંભળીને ચોંકી જશો

Read Full Story arrow_forward
Vaishno Devi: જોજો બુકિંગ કરી ન દેતા, નહી તો પૈસા ગયા સમજો, વૈષ્ણવદેવી શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓને ચેતવ્યા
calendar_today January 7, 2026

Vaishno Devi: જોજો બુકિંગ કરી ન દેતા, નહી તો પૈસા ગયા સમજો, વૈષ્ણવદેવી શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓને ચેતવ્યા

માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે યાત્રાળુઓને મહત્વપૂર્ણ સલાહ આપી છે. બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ચેતવણી આપી છે કે તેઓ નકલી મેસેજ, ફોન કોલ્સ અથવા વોટ્સએપ ફોરવર્ડ દ્વારા લલચાવતી જાહેરાત પર ધ્યાન ન આપે અને કોઇ ચૂકવણી પણ ન કરે. આવા સંદેશાઓ ઘણીવાર માતા વૈષ્ણોદેવી યાત્રા માટે બુકિંગ અથવા સંબંધિત સેવાઓ ઓફર કરવાનો ખોટો દાવો કરે છે. બોર્ડે યાત્રાળુઓને સ્પષ્ટપણે સલાહ આપી હતી કે તેઓ અનધિકૃત વેબસાઇટ્સ અથવા વ્યક્તિઓ તરફથી મળતી છેતરપિંડીભરી જાહેરાતોથી સાવધ રહે.બોર્ડે યાત્રાળુઓને અપીલ શ્રાઈન બોર્ડ અનુસાર બધી સત્તાવાર બુકિંગ ફક્ત તેની વેબસાઇટ દ્વારા જ કરવામાં આવે છે. હેલિકોપ્ટર ટિકિટ, પૂજા, દર્શન સ્લિપ, રૂમ અથવા અન્ય સેવાઓ બુક કરવા માટે ફક્ત આ વેબસાઇટનો ઉપયોગ કરો. બોર્ડે યાત્રાળુઓને કોઈપણ ચુકવણી કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવા વિનંતી કરી. જો શંકા હોય તો પુષ્ટિ કરવા માટે શ્રાઈન બોર્ડના હેલ્પડેસ્ક નંબરનો સંપર્ક કરો. યાત્રાળુઓની વધતી જતી સંખ્યા વચ્ચે આ ચેતવણી આપવામાં આવી છે. https://x.com/OfficialSMVDSB/status/2008518602463604898નકલીથી સાવધાન આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે માતા વૈષ્ણોદેવીની મુલાકાત લેનારા યાત્રાળુઓની સંખ્યા વધી રહી છે. શિયાળાની યાત્રાની મોસમ શરૂ થઈ ગઈ છે, અને લાખો યાત્રાળુઓ કટરા પહોંચી રહ્યા છે. આનો લાભ લઈને છેતરપિંડી કરનારાઓ સક્રિય થઈ ગયા છે. તેઓ નકલી વેબસાઇટ બનાવીને અથવા સોશિયલ મીડિયા પર જાહેરાતો આપીને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. આવા નકલી મેસેજમાં ઘણીવાર એવો દાવો કરે છે કે ખાસ પૂજા અથવા પ્રાથમિકતા દર્શન માટે બુકિંગ ઉપલબ્ધ છે, પરંતુ આવું કંશું હોતુ નથી. આવા લોકોને પેમેન્ટ કર્યા બાદ તેઓ ગાયબ થઇ જાય છે. કોઇ કોન્ટેક્ટ તેમનો થતો નથી. યાત્રાળુઓને સતર્ક રહેવાની સલાહ શ્રાઇન બોર્ડે યાત્રાળુઓને સતર્ક રહેવા અને સલામત મુસાફરી કરવાની સલાહ આપી છે. બોર્ડ જણાવે છે કે સત્તાવાર વેબસાઇટ પર બુકિંગ સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદર્શક છે, જે બધી સેવાઓ માટે સચોટ માહિતી અને દર પ્રદાન કરે છે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો અથવા અજાણ્યા નંબરો પરથી આવતા કોલ પર વિશ્વાસ કરવાનું ટાળો. માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ યાત્રાળુઓની સુવિધા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યરત છે. તાજેતરમાં નવા ટ્રેક અને સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બોર્ડ તરફથી આ ચેતવણી યાત્રાળુઓને છેતરપિંડીથી બચાવવા અને તેમની યાત્રાને સરળ બનાવવા માટે છે.

Read Full Story arrow_forward