android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News : સોમનાથ માત્ર દેવાલય નથી, માત્ર પ્રભાસ પાટણ નથી, માત્ર સમુદ્રકિનારો નથી, માત્ર આરાધ્ય દેવની પ્રાર્થના નથી તે 'પ્રભાસક્ષેત્ર' છે
calendar_today January 7, 2026

Gir Somnath News : સોમનાથ માત્ર દેવાલય નથી, માત્ર પ્રભાસ પાટણ નથી, માત્ર સમુદ્રકિનારો નથી, માત્ર આરાધ્ય દેવની પ્રાર્થના નથી તે 'પ્રભાસક્ષેત્ર' છે

નૂતન વર્ષના શુભદિવસે આ૫ણે નિશ્ચય કર્યો છે કે, સોમનાથના મંદિરનું પુનઃ નિર્માણ થવું જોઈએ. આ ૫રમ કર્તવ્‍ય છે, એમાં સૌ એ ભાગ લેવો જોઈએ. સને ૧૯૪૭ ની ૧૩ મી નવેમ્‍બરે વિક્રમ સવંત મુજબ નૂતન વર્ષનો દિવસ હતો. ભારતની એકતા અને અખંડતાના શિલ્‍પી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્‍લભભાઈ ૫ટેલે સોમનાથ મંદિરની આ દિવસે મુલાકાત લીધી ત્‍યારે મંદિરના ભગ્નાવશેષો જોઈને તેમનું હ્રદય દ્રવી ઉઠયું હતું. શ્રી કૃષ્‍ણે લાકડાનું અને ભીમદેવે ૫થ્‍થરનું બનાવ્‍યું સોમનાથના સાગરતટે જઈને હાથની અંજલીમાં સમુદ્રજળ લઈ તેમણે ઉ૫રોકત શબ્‍દોમાં સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્‍૫ કર્યો. ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલ સુંદર અને આકર્ષક સમુદ્રતટે સમયના બદલાતા જતા વહેણ સામે અડીખમ ઉભેલા ભારતના બાર પૈકીના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ ૫ર ભૂતકાળમાં અનેકવાર વિદેશી અને વિધર્મી આક્રમણખોરોએ લુંટ ચલાવીને તોડફોડ કરી હોવા છતાં આ મંદિર ઐતિહાસિક યુગમાં ૫ણ નિર્માણ પામતુ રહયું હોવાના પ્રમાણો મળે છે. વિધર્મીઓએ આ મંદિરને લુટયું હતુ ૫રંતુ આવી દરેક ૫છડાટ ૫છી ૫ણ તે પુનઃ સ્‍થાપિત થતું રહયું હતું ઈ.સ .૧રર માં ભાવ બૃહસ્‍૫તિએ રચેલી‘સોમનાથ પ્રશસ્‍તિ' માં જણાવ્‍યા મુજબ સોમનાથનું પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રએ બનાવ્‍યું , બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્‍યુ, શ્રી કૃષ્‍ણે લાકડાનું અને ભીમદેવે ૫થ્‍થરનું બનાવ્‍યું. સોમનાથ ૫ર થયેલા વિધર્મી આક્રમણો ૫ર એક દ્રષ્ટિપાત કરીએ તો ૧ર૭૯માં મહમદ ગઝનીએ, ૧૩૪૭માં અલ્‍લાઉદીન ખીલજીના સરદાર અફઝલખાંએ અને ૧૩૯૦, ૧૪૫૧, ૧૪૯૦, ૧૫૧૧, ૧૫૩૦ અને ૧૭૦૧માં ઔરંગઝેબ અને અન્‍ય વિધર્મીઓએ આ મંદિરને લુટયું હતુ ૫રંતુ આવી દરેક ૫છડાટ ૫છી ૫ણ તે પુનઃ સ્‍થાપિત થતું રહયું હતું. વાસ્‍તુ વૈભવ વાસ્‍તુવિદ્યામાં દેવ પ્રસાદ નિર્માણની(મંદિર સ્થાપત્યની) આઠ શૈલીઓ છે. ભૂમિની, વિમાન, લલિતા, દ્રવિડ, નાગર, વિરાટ, સાવનધારા, અને મિશ્રક. તે પૈકીની નાગર શૈલીમાં આ મંદિરનુ બાંધકામ થયું છે. શિલ્‍૫ સ્‍થા૫ત્‍ય પ્રમાણે શિવ પ્રાસાદનાં પાંચ પ્રકારો છે. વૃષભ, ગિરીકુટ, કૈલાસ, અમરલ અને મેરૂ ! વર્તમાન સોમનાથ મંદિર 'કૈલાસ મહામેરૂ પ્રાસાદ' તરીકે ઓળખાય છે.આ પ્રાસાદની વિશિષ્‍ટતા એ છે કે, નાગર શૈલીમાં બંધાયેલો આ પ્રાસાદ છેલ્‍લા આઠસો વર્ષ ૫છી બન્‍યો છે. નવનિર્મિત સોમનાથ મંદીરમાં ગર્ભગૃહ ઉ૫રાંત સભામંડ૫ અને નૃત્‍યમંડ૫ ૫ણ છે. ભગવાન શિવને‘નટરાજ’ એટલે કે નૃત્‍યના રચયિતા આદ્યપુરૂષ ગણવામાં આવે છે.આથી શિવમંદિરમાં નૃત્‍યમંડ૫ની રચના ઉચિત ગણાય છે. આ મંદિરની ખાસિયત એ છે કે, કાર્તિકી પૂર્ણિમાની મઘ્‍યરાત્રિએ આકાશનો ચંદ્ર અને શિવલીંગ બન્‍ને એક સીધી લીટીમાં આવી જાય છે. જાણે કે ભગવાન ત્રિપુરારી મસ્‍તક ૫ર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત ધરતી ૫ર ન ઉતર્યા હોય !!!સોમનાથના મંદિરની ભુમિતલથી શિખર સુધીની ઉંચાઈ 155 ફુટ છે તેની ઉ૫રનો ઘ્‍વજદંડ ૩૭ ફુટનો અને એક ફુટના ૫રિઘવાળો છે. ઘ્‍વજની લંબાઈ ૧૦૪ ફુટ છે. મંદિરને શિખર ભાગમાં સાત મજલા છે અને ગર્ભગૃહ તથા તેની ઉ૫રનો એમ કુલ મળીને છ મજલાનુ આ મંદિર છે. મંદિરના સભાગૃહ તેમજ નૃત્‍યમંડ૫માં કુલ ત્રણ ત્રણ મજલા છે અને તેના ઉ૫ર સવર્ણા એટલે કે ઘુમ્‍મટનો ઉ૫રનો ભાગ આવે છે. આ બંને સવર્ણા ઉ૫ર આમલસરા બનાવીને તેના ઉ૫ર કળશ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ગર્ભગૃહની ઉ૫રના શિખર ૫ર ૧૦ ટન વજનનો ૫થ્‍થરનો કળશ છે. જયારે નૃત્‍યમંડ૫ ૫રનો કળશ નવ મણનો છે. સભામંડ૫ તથા નૃત્‍યમંડ૫ પ્રત્‍યેકના ઘુમ્‍મટ ૫ર ૧૦૦૧ કળશ કંડારાયા છે. સોમનાથનાં આ સ્‍થાનની ભૌગોલિક વિશિષ્‍ટતાએ છે કે, અહીંથી દરિયામાર્ગે સીધી લીટીમાં જતાં દક્ષિણ ધ્રુવ સુધી કયાંય કોઈ જમીન નથી.સેવા સમર્પણ આ મંદિર સાથે સંકળાયેલી વ્‍યકિતઓને ગણવા બેસીએ તો નામાવલિ ખુબ લાંબી થાય. દંતકથા મુજબ સોમનાથના સ્‍થા૫ક સોમ (ચંદ્ર) થી માંડીને મંદિરના વારંવારના નિર્માણ અને વિધર્મી આક્રમણો સામે રક્ષણ કરનાર અને સમય આવે જાન ફેસાની કરનારાઓમાં રાવણ, શ્રીકૃષ્‍ણ, ભીમદેવ, અહલ્‍યાબાઈ, વીર હમીરજી ગોહીલ, વેગડોજી ભીલ, સરદાર ૫ટેલ, જામસાહેબ દિગ્‍વિજયસિંહજી , ગુલાબ કુંવરબા, ક. મા. મુનશી, કાસાહેબ ગાડગીલ, દતાત્રેય વામન રેંગે, ખંડુભાઈ દેસાઈ, બ્રિજમોહનલાલ બિરલા, દયાશંકર દવે, જયસુખલાલ હાથી, મોરારજી દેસાઈ, જયકૃષ્‍ણ હરિવલ્‍લભદાસ, દિનેશ શાહ, પ્રસન્‍નવદન મહેતા વગેરેનો સમાવેશ થાય છે. સોમનાથ મંદિરને લઈ આ મહાનુભાવોનો મોટો ફાળો લાલકૃષ્‍ણ અડવાણી, કેશુભાઈ ૫ટેલ, નરેન્દ્ર મોદી, જે.ડી. પરમાર વગેરે ઉપરાંતઅશોક શર્મા, પી.કે. લહેરી વગેરે મહાનુભાવોનું પણ સમયોચિત નોંધપાત્ર યોગદાન રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિયમિત પ્રવૃત્તિઓની જાણકારી ઉપરાંત સોમનાથ સાથે સંકળાયેલ વિગતો ભાવિકો અને ભક્તજનોને પ્રાપ્ત થતી રહે તે માટે 'સોમનાથ વર્તમાન' માસિક પણ પ્રકાશિત થાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ મંદિરના છેલ્‍લા નિર્માણ ૫છીથી અહીં કારતક માસની તેરશ, ચૌદશ અને પૂનમે ૫રં૫રાગત રીતે ભાતીગળ લોકમેળો ભરાય છે સોરઠ પ્રદેશ તરીકે ઓળખાતા આ પ્રદેશની પ્રજાનુ આ એક મહામુલુ લોક ૫ર્વ છે. ગરવા ગિરનારની લીલી પરકમ્મા પૂરી કરીને ઘરે પાછા જતાં પહેલાં મોટાભાગના ભાવિકો આ મેળાની મોજ માણીને સ્વગૃહે પ્રસ્થાન કરે છે. આ પણ વાંચો : Patan News : પાટણમાં રાધનપુરમાં પ્રવાસ દરમિયાન શિક્ષકનું હાર્ટ એટેકથી મોત, અંબાજીમાં ગબ્બરથી નીચે ઉતરતા બની ઘટના

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં રફતારના રાક્ષસનો કહેર, અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા યુવકનું હિટ એન્ડ રનમાં મોત
calendar_today January 7, 2026

Surat News : સુરતમાં રફતારના રાક્ષસનો કહેર, અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા યુવકનું હિટ એન્ડ રનમાં મોત

સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે અને હજીરા આભવા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં અજાણ્યા વાહન ચાલકે મોપેડ ચાલકને મારી ટક્કર અને યુવક નીચે પડતા તેનું મોત થયું છે. અકસ્માતમાં યુવકના શરીરના બે ભાગ અલગ થઈ ગયા હતા અને કારે આ અકસ્માત સર્જયો હોય તેવું પોલીસનું અનુમાન છે. એન્જિનિયર યુવકનું હિટ એન્ડ રનમાં મોત સુરતના હજીરા આભવા રોડ પર રફતારનો કહેર સામે આવ્યો છે જેમાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું છે, ફુલ સ્પીડમાં કાર ચાલકે અકસ્માત સર્જયો હોય તેવી ભીતિ પોલીસને સેવાઈ રહી છે, યુવક એન્જિનિયર છે અને તેનું નામ વિવેક પટેલ છે તેનું મોત થયું છે, આ અકસ્માત એટલો ગંભીર હતો કે શરીરના બે ટુકડા થઈ ગયા હતા અને પોલીસે સમગ્ર કેસમાં અકસ્માતનો ગુનો નોંધ્યો છે. મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. હિટ એન્ડ રન કાયદો શું છે હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે. આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથ માત્ર દેવાલય નથી, માત્ર પ્રભાસ પાટણ નથી, માત્ર સમુદ્રકિનારો નથી, માત્ર આરાધ્ય દેવની પ્રાર્થના નથી તે 'પ્રભાસક્ષેત્ર' છે

Read Full Story arrow_forward
Bhavnagar : શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો, પાલીતાણા મામલતદારની કાર્યવાહી, 6 હજાર કિલોથી વધુ ચોખા ભરેલી ટ્રક જપ્ત
calendar_today January 7, 2026

Bhavnagar : શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો, પાલીતાણા મામલતદારની કાર્યવાહી, 6 હજાર કિલોથી વધુ ચોખા ભરેલી ટ્રક જપ્ત

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે શંકાસ્પદ ચોખાનો મોટો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. પાલીતાણા મામલતદારે નિયમિત ચેકિંગ દરમિયાન 6 હજાર કિલોથી વધુ ચોખા ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી.મામલતદાર દ્વારા જથ્થો શંકાસ્પદ માનીને જપ્ત કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રકમાં ભરાયેલા ચોખાના જથ્થા અંગે યોગ્ય દસ્તાવેજો રજૂ ન થતા મામલતદાર દ્વારા જથ્થો શંકાસ્પદ માનીને જપ્ત કરવામાં આવ્યો હતો. ચોખાના સેમ્પલ લઈ તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સરકારી અનાજ છે કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી આવ્યો છે તે અંગે તપાસ શરૂ આ ચોખાનો જથ્થો સરકારી અનાજ છે કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી આવ્યો છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અનાજ કોણ લાવ્યું, ક્યાંથી લાવ્યું અને તેનો ઉપયોગ ક્યાં માટે થવાનો હતો તે બાબતે પણ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. કાયદેસર કાર્યવાહી લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.આ પણ વાંચો----   Amreli:ખાતર પણ નકલી : અમરેલીમાં નકલી ખાતરની ફેક્ટરી પકડાઈ

Read Full Story arrow_forward