android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: નિવૃત્ત ASIની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દેતાં જેલવાસ લંબાયો
calendar_today January 6, 2026

Patan: નિવૃત્ત ASIની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દેતાં જેલવાસ લંબાયો

પાટણના એક નિવૃત્ત ASI વિરુદ્ધ ACB દ્વારા દાખલ કરવામાં આવેલ ફરીયાદ અને ધરપકડ બાદ ASI દ્વારા પાટણની સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી મુકતાં કોર્ટે નામંજૂર કરી દેતાં ASI નો જેલવાસ લંબાયો છે.પાટણ સી.પી.આઈ કચેરીમાં ફરજ બજાવી ચુકેલા તત્કાલીન ASI ઈશ્વરભાઈ નાગજીભાઈ દેસાઈ વિરુદ્ધ ફરીયાદીએ ACB પોલીસ સમક્ષ તેમને ASI દ્વારા કચેરીમાં બોલાવી પોક્સોના કેસમાં સંડોવી દેવાની ધમકી આપી રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરતાં અંતે 50 હજાર આપવાની વાત કરતાં વર્ષ 2020 માં જાન્યુઆરી મહિનામાં છટકું ગોઠવ્યું હતું. પરંતુ નિષ્ફ્ળ જતાં ACB એ ખુલ્લી તપાસ કરતાં દસ્તાવેજી પુરાવા સહિત વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાના આધારે તત્કાલીન ASI ઈશ્વરભાઈ દેસાઈ સામે ગુનો નોંધાતા તેમણે હાઈકોર્ટે સમક્ષ આગોતરા જામીન અરજી મુકતાં હાઈકોર્ટે નામંજૂર કરતા આખરે પોલીસના શરણે થયાં હતાં અને હવે તેમણે પાટણ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી મુકતાં સરકારી વકીલ જનકભાઈ ડી. ઠકકરે વિરોધ કરતાં રજુઆત કરી હતી કે આરોપી તે સમયે રાઈટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે પોક્સોના કેસમાં ફરીયાદીને સંડોવી દેવાની ધમકી આપી લાંચની માંગણી કરી હતી. જે લાંચના છટકા દરમિયાન થયેલું રેકોર્ડિંગ આરોપી દ્વારા લાંચની માંગણી દર્શાવે છે. જેથી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન નામંજૂર કરવામાં આવે તેવી રજૂઆત કરતાં પાટણ સેશન્સ કોર્ટે નિયમિત જામીન અરજી નામંજૂર કરી દીધી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: દૂધ સાગર ડેરીના ચેરમેનનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો
calendar_today January 6, 2026

Patan: દૂધ સાગર ડેરીના ચેરમેનનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો

મહેસાણા સ્થિત દુધ સાગર ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરીની ફરથી વરણી કરવામાં આવતાં તેમનો સન્માન સમારોહ પાટણ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો સહિત વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને ચેરમેનનું સન્માન કર્યું હતું. પાટણ ખાતે આવેલ ખોડાભા હોલમાં દુધ સાગર ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરીની પુનઃ વરણી કરવામાં આવતાં સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમા ઉપસ્થિત પશુપાલકો સહિત પાટણ જીલ્લાની વિવિધ દુધ મંડળીઓના પ્રતિનિધિઓ દ્વારા સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. યોજાયેલ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ સહિત એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ, નંદાજી ઠાકોર સહિત દુધ સાગર ડેરીના નિયામક મંડળના પાટણ વિભાગના સભ્યો અને વાઈસ ચેરમેન દશરથભાઈ પટેલ તથા સહકારી આગેવાનો અને મોટીસંખ્યામાં દુધ ઉત્પાદકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફ્ળ બનાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: રીંછને રંજાડવાનો વીડિયો વાઇરલ કરનાર બે શખ્સને જેલ ભેગા કરાયા
calendar_today January 6, 2026

Banaskantha: રીંછને રંજાડવાનો વીડિયો વાઇરલ કરનાર બે શખ્સને જેલ ભેગા કરાયા

દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા વિસ્તારમાં વન્યજીવ પ્રત્યે કુંરતા દાખવવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાત્રિના સમયે રીંછની પાછળ વાહન દોડાવી, સતત હોર્ન વગાડી તેને ભયભીત કરનાર બે શખ્સોની દાંતીવાડા વન વિભાગે માત્ર 6 કલાકની અંદર ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગત સોમવાર ના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ગાંગુવાડા પાસે કેટલાક શખ્સો વાહનમાં રીંછનો પીછો કરી રહ્યા હતા. 100 થી 200 મીટર સુધી રીંછની પાછળ ગાડી દોડાવી, 2-3 મિનિટ સુધી સતત હોર્ન વગાડી વન્યજીવને અત્યંત ભયભીત કરવામાં આવ્યું હતું. આ ગંભીર બાબત દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફ્સિર (RFO) આર.એમ. તબિયારના ધ્યાને આવતા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે આ વીડિયો ગાંગુવાડાના જ શખ્સોએ મનોરંજન માટે ઉતાર્યો હતો.હાલમાં તો વન વિભાગે મુખ્ય આરોપી વિદેશકુમાર નટનો મોબાઈલ જપ્ત કરી સીલ કર્યો છે, જેમાં આ ગુનાહિત કૃત્યનો ઓરિજિનલ વીડિયો મળી આવ્યો હતો. જેમાં આરોપીમાં વિદેશકુમાર ઇન્દ્રભાઈ નટ (રહે. ગાંગુવાડા, તા. દાંતીવાડા) કરસનભાઈ વરઘાજી માળી (રહે. પાંસવાળ, તા. દાંતીવાડા) વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward