android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: શેરબજારમાં રોકાણના નામે રાધનપુરના વેપારી સાથે 10.31 લાખની છેતરપિંડી, ચાર સામે ગુનો દાખલ
calendar_today January 6, 2026

Patan: શેરબજારમાં રોકાણના નામે રાધનપુરના વેપારી સાથે 10.31 લાખની છેતરપિંડી, ચાર સામે ગુનો દાખલ

પાટણ જિલ્લાના રાધનપુરના એક વેપારીને વધુ નફાની લાલચ આપી સાયબર ગઠિયાઓએ રૂપિયા 10.31 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.રાધનપુરના વેપારી સાથે 10.31 લાખની છેતરપિંડીઆ છેતરપિંડીનો ભોગ રાધનપુર ગંજ બજારના વેપારી વિકાસ સુરેશભાઈ ઠક્કર બન્યા છે. ઘટનાની શરૂઆત ગત 7 નવેમ્બર 2025ના રોજ થઈ હતી, જ્યારે તેમને 'વિવેક શર્મા' નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે શેરબજારમાં ટ્રેડિંગ દ્વારા મોટો નફો કરાવવાની ખાતરી આપી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે માત્ર ₹5,000 ટ્રાન્સફર કરાવ્યા બાદ, આરોપીઓએ 'WEALTH SECURITY' નામની એક શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.કરોડોના નફાની લાલચમાં લાખો ગુમાવ્યાઆરોપીઓએ ઓછી દલાલી અને વધુ વળતરની લાલચ આપી વેપારી પાસેથી ટુકડે-ટુકડે મોટી રકમ પડાવી હતી. 08/11/2025: રૂ. 1,00,000 ટ્રાન્સફર કરાવ્યા.10/11/2025: રૂ. 8,00,000 ટ્રાન્સફર કરાવ્યા.12/11/2025: રૂ. 2,31,000 ટ્રાન્સફર કરાવ્યા. કુલ રકમ રૂ. 10,31,000 અલગ-અલગ બેંક ખાતામાં જમા કરાવાઈ. આ છેતરપિંડીમાં વિવેક શર્માની સાથે રજત અને વાસુભાઈ પટેલ નામના શખ્સો પણ સામેલ હતા.વેપારીએ સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કર્યો વાસુ પટેલે વિશ્વાસ જીતવા માટે ફરિયાદીને રૂ. 2 લાખ રોકડા પણ મોકલ્યા હતા, પરંતુ અંતે જ્યારે એપ્લિકેશનના આઈડી-પાસવર્ડ બદલાઈ ગયા ત્યારે વેપારીને પોતે છેતરાયા હોવાની ખબર પડી હતી. છેતરપિંડીનો અહેસાસ થતા જ વેપારીએ સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો. પાટણ સાયબર પોલીસે આ મામલે તપાસ કરીને વિવેક શર્મા, રજત, વાસુભાઈ પટેલ, ઓડેદરા સરમન મેહેન્દ્ર (બેંક ખાતા ધારક) ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.આ પણ વાંચો:ઉત્તરાયણ પર જીવલેણ દોરીથી વાહનચાલકોને બચાવવા 19 વર્ષથી બ્રિજો પર તાર બાંધતા મનોજ ભાવસાર

Read Full Story arrow_forward
Gujarat News: રાજ્યમાં કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો,કાલથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે
calendar_today January 6, 2026

Gujarat News: રાજ્યમાં કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો,કાલથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે

રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. કચ્છના નલીયામાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા નલીયા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે.આવતીકાલથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ પ્રમાણે 12 જાન્યુઆરી સુધીમાં ઠંડીમાં વધારો થશે. રાજ્યમાં કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં લઘુતમ તાપમાનમાં વધઘટ રહેશે. અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રી સુધી રહેશે. ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી નીચુ તાપમાન રહેશે. રાજ્યમાં 15થી 20 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનો અહેસાસ થશે.

Read Full Story arrow_forward
Valsad:  ભીલાડ હાઇવે પરથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો, SOGની ટીમે બાતમીના આધારે દબોચ્યો
calendar_today January 6, 2026

Valsad: ભીલાડ હાઇવે પરથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો, SOGની ટીમે બાતમીના આધારે દબોચ્યો

વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ હથિયારોની હેરાફેરી અટકાવવા માટે ચાલી રહેલી ડ્રાઈવ અંતર્ગત એક મહત્વની કામગીરી કરી છે. ભીલાડ હાઇવે પર નેશનલ હાઇવે નંબર 48 પરથી એક 26 વર્ષીય યુવકની દેશી બનાવટના તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે.ભીલાડ હાઇવે પર યુવકની દેશી તમંચા સાથે ધરપકડવલસાડ SOG ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક યુવક ગેરકાયદેસર હથિયાર સાથે ભીલાડ વિસ્તારમાં હિલચાલ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઉમરગામ તાલુકાના ભીલાડ-નરોલી રોડ પર ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. વાપીથી મુંબઈ તરફ જતા માર્ગ પર બાતમી મુજબનો યુવક દેખાતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી, જેમાં તેની પાસેથી 15,000 રૂપિયાની કિંમતનો હાથબનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો.મધ્યપ્રદેશ કનેક્શન ખુલ્યુંપોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે આ ઘાતક હથિયાર તેને મધ્યપ્રદેશના કટની જિલ્લાના એક અજાણ્યા શખ્સે આપ્યું હતું. આ હથિયાર કયા હેતુથી લાવવામાં આવ્યું હતું અને કટનીનો તે શખ્સ કોણ છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં હથિયાર સપ્લાય કરનાર આરોપી ફરાર છે જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.આ પણ વાંચો: શેરબજારમાં રોકાણના નામે રાધનપુરના વેપારી સાથે 10.31 લાખની છેતરપિંડી, ચાર સામે ગુનો દાખલ

Read Full Story arrow_forward