android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi : નોઈડાથી ચોરીના 821 ફોન જપ્ત, આંતરરાજ્ય ગેંગના 8 લોકોની કરાઈ ધરપકડ
calendar_today January 6, 2026

Delhi : નોઈડાથી ચોરીના 821 ફોન જપ્ત, આંતરરાજ્ય ગેંગના 8 લોકોની કરાઈ ધરપકડ

દિલ્હી NCRમાં મોબાઈલ ચોરીની વધતી ઘટનાઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નોઈડા પોલીસે આંતરરાજ્ય મોબાઈલ ચોરી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના 8 સભ્યોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 821 ચોરીના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જેની આશરે કિંમત 6થી 8 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.આ ગેંગ ઝારખંડથી 2-3 મહિના માટે દિલ્હી આવતી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ ઝારખંડથી 2-3 મહિના માટે દિલ્હી આવતી હતી અને અહીં ભાડા પર રૂમ લઈને ભીડવાળા વિસ્તારોમાં સક્રિય રહેતા અને તક મળતા જ મોબાઈલ ચોરી કરતા હતા. પકડાઈ ના જવાય તેના માટે ગેંગના સભ્ય ચોરી કર્યા પછી મોબાઈલ એક-બીજાને પાસ કરી દેતા હતા. જ્યારે ચોરી કરેલા મોબાઈલોની સંખ્યા વધી જતી હતી, ત્યારે તેને એક બેગમાં ભરીને ટ્રેન અને બસ દ્વાર ઝારખંડ અને બિહાર લઈ જતા હતા. નેપાળમાં મોબાઈલ વેચી દેતા ત્યારબાદ આ મોબાઈલને નેપાળ બોર્ડરના વિસ્તારમાં ખુબ જ સસ્તા ભાવમાં વેચી દેતા હતા. સેન્ટ્રલ નોઈડાના ડીસીપીએ જણાવ્યું કે ગેંગના 8 સભ્યોને પકડી લેવામાં આવ્યા છે, જેમાં 6ની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે બે સગીર બાળકોને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ વધુ તપાસમાં લાગી પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ 821 મોબાઈલ ફોનને જપ્ત કરવા નોઈડા પોલીસના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રિક્વરી માનવામાં આવી રહી છે. હાલમાં પોલીસ જપ્ત કરેલા મોબાઈલ ફોનના માલિકોની ઓળખ કરવા અને ગેંગ સાથે જોડાયેલા અન્ય નેટવર્કની તપાસમાં લાગી છે.   આ પણ વાંચો: JNUમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાનની વિરૂદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર, યૂનિવર્સિટીએ નોંધાવી FIR

Read Full Story arrow_forward
Rajkotના જેતપુરમાં ચાઈનીઝ દોરીનો આતંક, બાઈક સવાર યુવકનું ગળું કપાયું
calendar_today January 6, 2026

Rajkotના જેતપુરમાં ચાઈનીઝ દોરીનો આતંક, બાઈક સવાર યુવકનું ગળું કપાયું

Rajkotના જેતપુરમાં ચાઈનીઝ દોરીનો આતંક, બાઈક સવાર યુવકનું ગળું કપાયું જેતપુરના બળદેવધાર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવાન સાગર પરમાર જ્યારે પોતાની બાઈક પર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ચાઈનીઝ દોરી તેના ગળામાં આવી ગઈ હતી. પ્રતિબંધિત દોરી એટલી ધારદાર હતી કે સાગરનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. લોહીલુહાણ હાલતમાં સાગરને પ્રથમ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેની ઈજા એટલી ગંભીર હતી કે બે ખાનગી હોસ્પિટલોએ તેને દાખલ કરવાનો નનૈયો ભણી દીધો હતો. બળદેવધાર વિસ્તાર પાસે બની ઘટનાઅંતે ચોથી હોસ્પિટલે તેની સારવાર સ્વીકારી હતી. ઓપરેશન દરમિયાન ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા જ્યારે ઈજાગ્રસ્ત સાગરના ગળાની અંદરના ભાગમાંથી ચાઈનીઝ દોરીના ટુકડા નીકળ્યા હતા. ખાનગી હોસ્પિટલના તબીબોની ભારે જહેમત બાદ સાગરનો જીવ બચી શક્યો છે. તેના ગળાના અંદરના ભાગમાં 10 અને બહારના ભાગમાં 20 ટાંકા મળી કુલ 30 ટાંકા લેવા પડ્યા હતા. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયોહાલમાં યુવક ભયમુક્ત છે, પરંતુ આ ઘટનાએ શહેરમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ સામે રોષ જગાડ્યો છે. તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી પર કડક પ્રતિબંધ હોવા છતાં, આ જીવલેણ દોરીના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. આ ઘટના બાદ પોલીસે ચાઈનીઝ દોરી વેચનારા તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરવી અનિવાર્ય બની છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: દાણીલીમડામાં બુટલેગરે ઘરમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં દારુ સંતાડ્યો, પોલીસે રેડ કરીને ઝડપી પાડ્યો
calendar_today January 6, 2026

Ahmedabad: દાણીલીમડામાં બુટલેગરે ઘરમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં દારુ સંતાડ્યો, પોલીસે રેડ કરીને ઝડપી પાડ્યો

ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ સક્રિય થઈ ગઈ છે. બુટલેગરો દ્વારા સંતાડવામાં આવેલો દારુ ઝડપી પાડવા પોલીસે દરોડા પાડવાના શરૂ કર્યા છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પોલીસે બુટલેગરના મકાનમાં રેડ કરી હતી. જેમાં ઘરમાં બનાવેલી અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. અમદાવાદ પોલીસની બુટલેગરના ઘરમાં રેડ અમદાવાદના દાણી લીમડામાં પોલીસે સોહિલ કુરેશી નામના બુટલેગરના ઘરમાં દરોડા પાડ્યા હતાં. સાહિલ કુરેશીના ઘરમાં બનાવવામાં આવેલી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં દારુ સંતાડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં ટાંકીમાંથી દારુ મળી આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. દાણીલીમડા પોલીસે બુટલેગર સોહિલ વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Surat: મહિધરપુરામાંથી 15 લાખની પ્રતિબંધિત E-સિગારેટ ઝડપાઈ, LCB એ મોબાઈલના વેપારીને દબોચ્યો

Read Full Story arrow_forward