android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ઉત્તરાયણ પર જીવલેણ દોરીથી વાહનચાલકોને બચાવવા 19 વર્ષથી બ્રિજો પર તાર બાંધતા મનોજ ભાવસાર
calendar_today January 6, 2026

Ahmedabad: ઉત્તરાયણ પર જીવલેણ દોરીથી વાહનચાલકોને બચાવવા 19 વર્ષથી બ્રિજો પર તાર બાંધતા મનોજ ભાવસાર

ઉત્તરાયણનો પર્વ આનંદનો તહેવાર છે, પરંતુ વાહનચાલકો માટે પતંગની ઘાતક દોરી જીવલેણ સાબિત થતી હોય છે. ખાસ કરીને શહેરના ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો ગળામાં દોરી આવવાને કારણે ગંભીર રીતે ઘવાતા હોય છે અથવા જીવ ગુમાવતા હોય છે. આ જોખમને ટાળવા માટે અમદાવાદના મનોજ ભાવસાર છેલ્લા 19 વર્ષથી એક અનોખી સેવાકીય ઝુંબેશ ચલાવી રહ્યા છે.ઓવરબ્રિજ પર સુરક્ષા કવચમનોજ ભાવસાર દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે અમદાવાદ શહેરના તમામ મહત્વના ઓવરબ્રિજ પર લોખંડના પાતળા તાર બાંધવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિજ પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને પતંગની દોરીથી બચાવવાનો છે. જ્યારે પતંગ કપાઈને બ્રિજ પર આવે છે, ત્યારે આ ઊંચાઈ પર બાંધેલા તાર દોરીને રોકી લે છે, જેથી તે સીધી વાહનચાલકના ગળા સુધી પહોંચી શકતી નથી.રહેણાંક વિસ્તારોના બ્રિજ વધુ જોખમીમનોજભાઈના જણાવ્યા અનુસાર, જે ઓવરબ્રિજ રહેણાંક મકાનોની એકદમ નજીકથી પસાર થાય છે ત્યાં જોખમ સૌથી વધુ હોય છે. મકાનોની અગાશી પરથી પતંગ ચગાવતા હોવાથી દોરી સીધી બ્રિજ પર આવવાની શક્યતા રહે છે. આથી, આવા જોખમી બ્રિજો પર તેઓ વિશેષ ધ્યાન આપે છે.AMC ના સહયોગથી 19 વર્ષની સેવારથઆ ભગીરથ કાર્યમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની પણ મદદ લે છે. છેલ્લા ૧૯ વર્ષની તેમની આ સતત મહેનતનું પરિણામ એ આવ્યું છે કે, જે બ્રિજો પર તાર બાંધવામાં આવે છે ત્યાં દોરી વાગવાના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અનેક વાહનચાલકો અજાણતા જ આ સુરક્ષા કવચને કારણે મોતના મુખમાંથી બચી જાય છે.આ પણ વાંચો: મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશ પર મનસુખ વસાવાનું નિવેદન, મહેશભાઈની લડાઈ ચૈતર વસાવા સામે ભાજપ સામે નહીં

Read Full Story arrow_forward
Ahmedabad: વાસણામાં યુવક અને યુવતીએ આપઘાત કર્યો કે હત્યા થઈ તે દિશામાં તપાસ શરૂ
calendar_today January 6, 2026

Ahmedabad: વાસણામાં યુવક અને યુવતીએ આપઘાત કર્યો કે હત્યા થઈ તે દિશામાં તપાસ શરૂ

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં બે દિવસમાં એકબીજાના પરિચિત યુવક અને યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. આપઘાત કરેલા યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાએ જોર પકડતા હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે. આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં પોલીસ યોગ્ય તપાસ કરે વાસણા વિસ્તારમાં 23 વર્ષીય હર્ષિલ ચૌહાણ અને પ્રિયા ઠાકોરે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. 2 દિવસના અંતરમાં આ બંનેએ આત્મહત્યા કરી છે. જો કે ચર્ચા એવી પણ છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને પરિવાર તેમના પ્રેમ સંબંધને સ્વીકારવા તૈયાર નહોતો. જેના કારણે બંનેએ આત્મહત્યા કરી છે. હર્ષિલ ચૌહાણ પરિવારજનો સાથે વાસણા વિસ્તારમાં રહેતો હતો અને ફાસ્ટ ફૂડનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે હર્ષિલ ઘરમાં ગુમસૂમ બેઠો હતો. હર્ષિલના પિતાએ શું થયું પૂછતા તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.ત્યારબાદ હર્ષિલ ગુમ થયો હતો અને તેનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો. પિતાનું માનવું છે કે હર્ષિલ નવી ધંધો શરૂ કર્યો હતો જેના કારણે તે થોડો ટેન્શનમાં રહેતો હતો. હર્ષિલના મૃતદેહ મળ્યો ત્યારે તેના માથાના ભાગે ઇજાના નિશાન હતા જેને લઈને આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં પોલીસ યોગ્ય તપાસ કરે તે જરૂરી છે. યુવક બાદ યુવતીએ પણ આપઘાત કરી લીધો હર્ષિલની આત્મહત્યાના બનાવ બાદ વાસણામા રહેતી પ્રિયા ઠાકોરે પણ તેના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.જો કે યુવતીના પરિવારજનોએ તેના આપઘાતનું કારણ શું છે તે બાબતે કેમેરા સમક્ષ આવવાનું ટાળ્યું હતું.જો કે વર્તુળમાં એવી ચર્ચા છે કે પ્રિયા અને હર્ષિલ મનોમન લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ પરિવારજનો ન માનતા બંનેએ જીવન ટૂંકાવ્યું છે. જો કે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બંને મૃતકોના મોબાઈલ ફોનની ચકાસણી શરૂ કરી છે સાથે જ પરિવારજનોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને પક્ષે પારિવારિક સંબંધ હતા.જેના કારણે અવારનવાર યુવક અને યુવતીની મુલાકાત થતી રહેતી હતી. આ પણ વાંચોઃ Surat: મહિધરપુરામાંથી 15 લાખની પ્રતિબંધિત E-સિગારેટ ઝડપાઈ, LCB એ મોબાઈલના વેપારીને દબોચ્યો

Read Full Story arrow_forward
Energy Storage Capacity : આ વર્ષે 10 ગણી વધશે ભારતની એનર્જી સ્ટોરેજ ક્ષમતા
calendar_today January 6, 2026

Energy Storage Capacity : આ વર્ષે 10 ગણી વધશે ભારતની એનર્જી સ્ટોરેજ ક્ષમતા

ભારતના એનર્જી સ્ટોરેજ સેક્ટરમાં 2026 એક મોટું વર્ષ બનવાની તૈયારીમાં છે. ઈન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ (IESA)ના એક અભ્યાસ પ્રમાણે ભારતમાં બેટરી એનર્જી સ્ટોરેજ ક્ષમતા 2026 સુધીમાં લગભગ 10 ગણી વધીને 5 GWh થશે, જે 2025માં 507 MWh હતી. આ વધારો મુખ્યત્વે મોટા પ્રોજેક્ટ્સ દ્વારા પ્રેરિત થશે જે પહેલાથી જ ચાલી રહ્યા છે પરંતુ હવે પૂર્ણ થવાના આરે છે.આ વર્ષે કુલ 69 ટેન્ડર જાહેર કરવામાં આવ્યા રિપોર્ટ મુજબ 2025માં રેકોર્ડ સંખ્યામાં ટેન્ડર જાહેર કરવામાં આવ્યા. આ વર્ષે કુલ 69 ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા, જેની કુલ ક્ષમતા 102 GWh હતી. આ આંકડો 2018 અને 2024 વચ્ચે જાહેર કરાયેલા તમામ ટેન્ડરો જેટલો છે. 2026એ વર્ષ હશે જ્યારે આ ટેન્ડરો અમલમાં મૂકવામાં આવશે, કારણ કે 2023 પછી આપવામાં આવેલા પ્રોજેક્ટ્સ હવે 18-24 મહિનાની સમયમર્યાદા પછી પૂર્ણ થશે. 60 GWh પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થશે IESAએ જણાવ્યું હતું કે 2026માં ભારતનું એનર્જી સ્ટોરેજ સેક્ટર ઝડપથી વિકાસ પામશે. બેટરી એનર્જી સ્ટોરેજની ક્ષમતા 2025માં 507 MWhથી વધીને લગભગ 5 GWh થશે. અહેવાલમાં જણાવાયું છે કે 2026 એક વળાંક હશે, કારણ કે આ ક્ષેત્ર ટેન્ડરિંગથી આગળ વધીને અમલીકરણ તબક્કામાં જશે. 2025માં રેકોર્ડ પ્રવૃત્તિ પછી લગભગ 60 GWhના કુલ પ્રોજેક્ટ્સ હવે કામ શરૂ કરશે. 2025માં ચાલુ પ્રોજેક્ટ્સની કુલ ક્ષમતા 84% વધીને 224 GWh થઈ ગઈ. શેની પર હશે તમામ લોકોની નજર? ઘણા પ્રોજેક્ટ્સ 2026માં કાર્યરત થશે. આગામી મોટો પડકાર આ પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવાનો રહેશે, ખાસ કરીને ઓછા ટેરિફવાળા પ્રોજેક્ટ્સ માટે 2025માં સૌથી મોટો વિકાસ ટેરિફમાં તીવ્ર ઘટાડો હતો, જેણે સમગ્ર ક્ષેત્રને આશ્ચર્યચકિત કરી દીધું. 2-કલાક સ્ટેન્ડઅલોન બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) માટેનો ટેરિફ 2025ની શરૂઆતમાં ₹2.21 લાખ પ્રતિ મેગાવોટ પ્રતિ મહિને હતો, જે વર્ષના અંત સુધીમાં ઘટીને ₹1.48 લાખ પ્રતિ મેગાવોટ પ્રતિ મહિને થયો. સૌર ઊર્જા સાથે 4-કલાક BESS પ્રોજેક્ટ્સ માટેનો ટેરિફ ઘટીને ₹2,702.76 પ્રતિ યુનિટ (kWh) થયો. 50થી વધુ નવા બિડર્સ બજારમાં પ્રવેશ્યા, જેનાથી સ્પર્ધામાં વધુ વધારો થયો. માર્ચ 2026માં એક મોટી કસોટી થશે, જ્યારે અદાણી ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન BESS પ્રોજેક્ટ્સમાંથી એકને કમિશન કરશે. તેની ક્ષમતા 1,126 MW/3,530 MWh હશે. આ પણ વાંચો: Budget 2026 : શું બદલાશે બજેટ રજૂ કરવાની તારીખ! શું છે સરકારની તૈયારી?

Read Full Story arrow_forward