android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: કંપનીમાંથી 11 લાખ ચોરીને હજારો રૂપિયા મુંબઈમાં બાર ડાન્સર પાછળ ઉડાવ્યા, હોટેલમાં રહેવા મોંઘો રૂમ રાખ્યો
calendar_today January 6, 2026

Surat: કંપનીમાંથી 11 લાખ ચોરીને હજારો રૂપિયા મુંબઈમાં બાર ડાન્સર પાછળ ઉડાવ્યા, હોટેલમાં રહેવા મોંઘો રૂમ રાખ્યો

સુરતના ઉધનામાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.ત્રણેય આરોપીઓએ કંપનીમાંથી માત્ર કોપર વાયર ચોરીનો પ્લાન ઘડ્યો હતો.પરંતુ કંપનીમાં 11 લાખ રૂપિયાની નોટોના બંડલ જોઈ આરોપીઓ ભાન ભૂલ્યા અને મોજશોક કરવા રૂપિયા ચોરી કર્યા હતાં. આરોપીઓ રૂપિયા લઈ મુંબઈ ભાગ્યા અને ત્યાં બારમાં ડાન્સર્સ પાછળ હજારો રૂપિયા ઉડાવ્યા હતા. મોંઘો આલીશાન રૂમ ભાડે રાખ્યો તેમજ ફોટા પાડવા મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરી ઘટનાસ્થળના CCTVમાં થયેલી ઓળખ અને સોશિયલ મીડિયાની એક પોસ્ટે પોલીસને સીધા આરોપીઓ સુધી પહોંચાડી હતી.પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ચોરીના રૂપિયા 6.05 લાખની રોકડ રકમ પણ રિકવર કરી છે.30 ડિસેમ્બરના રોજ ઉધનાની ઇસ્ટન એન્જિનિયરિંગ કંપનીમાંથી તસ્કરો 11.70 લાખની રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે સૌથી પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી.આરોપી શુભમ ઉર્ફે નેપાળી અને દીપક ઉર્ફે કાલિયાનો પ્લાન માત્ર કોપર વાયર ચોરી કરવાનો હતો. રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો ફેક્ટરીમાં ચોરી કરતા સમયે રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો હતો.આટલી મોટી રકમ જોઇ તેઓ મુંઝાયા અને છેવટે ગણતરી કરવાને બદલે નોટોના બંડલો એકબીજામાં વહેંચી દીધા હતા. દીપકના ઘરનું કામ ચાલતું હોવાથી બહાર રેતીના ઢગલો હતો તેથી તણે વિચાર્યું કે, જો પોલીસ તપાસ કરશે તો ઘરમાં કરશે બહાર પડેલી રેતી કોઈ નહીં ચેક કરે એટલે તેણે ફિલ્મી સ્ટાઈલમાં લાખો રૂપિયા રેતીમાં દાટી દીધા હતા.જોકે, પોલીસે રેતીમાંથી ચોરીના પૈસા શોધી કાઢ્યા હતા. ચોરી કર્યા બાદ આ ટોળકીનો ત્રીજો સાથી આનંદ ઉર્ફે લક્કીએ સૌથી મોટી ભૂલ કરી.તેણે ચોરીના પૈસા સાથે ફોટો પડાવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર 'ગોઇંગ ટુ બોમ્બે' લખીને પોસ્ટ મૂકી દીધી હતી.આ સોશિયલ મીડિયા પોસ્ટે પોલીસને સીધો રસ્તો બતાવ્યો કે આરોપીઓ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે. આરોપીઓ પોતાનું ભાન ભૂલ્યા અને મુંબઈ પહોંચ્યા પૈસા હાથમાં આવતા જ આરોપીઓ પોતાનું ભાન ભૂલ્યા અને તેઓ સીધા મુંબઇ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ એક જાણીતા બારમાં ડાન્સર્સ ઉપર હજારો રૂપિયા પણ ઉડાવ્યા હતા. ગરીબીમાં જીવતા આ ચોર મુંબઇની રંગીન દુનિયામાં ખોવાઈ ગયા અને પોતાની પાછળ પોલીસ પડી છે તેનું પણ ભાન ભૂલી ગયા હતા.મોજશોખની હદ તો ત્યારે થઈ જ્યારે શુભમ નેપાળીએ રહેવા માટે રૂપિયા 11 હજારનો ભાડે આલીશાન રૂમ રાખ્યો હતો. આટલેથી મન ન ભરાતા તેણે ચોરીના રૂપિયાથી નવો મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો. જેથી તે પોતાના ફોટા પાડી શકે. આ બધી જ વિગતો પોલીસ તપાસમાં એક પછી એક સામે આવી હતી. બાતમી મળતા જ દરોડો પાડ્યો અને ત્રણેય આરોપીઓ શુભમ ઉર્ફે નપાળી, દીપક ઉર્ફે કાલિયો અને આનંદ ઉર્ફે લક્કીને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રેતીમાં દાટેલા 6.05 લાખ રૂપિયા પણ રિકવર કર્યા હતા. આ પણ વાંચોઃ Surat: મહિધરપુરામાંથી 15 લાખની પ્રતિબંધિત E-સિગારેટ ઝડપાઈ, LCB એ મોબાઈલના વેપારીને દબોચ્યો

Read Full Story arrow_forward
Narmada: મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશ પર મનસુખ વસાવાનું નિવેદન, મહેશભાઈની લડાઈ ચૈતર વસાવા સામે ભાજપ સામે નહીં
calendar_today January 6, 2026

Narmada: મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશ પર મનસુખ વસાવાનું નિવેદન, મહેશભાઈની લડાઈ ચૈતર વસાવા સામે ભાજપ સામે નહીં

ગુજરાતના આદિવાસી પટ્ટાના રાજકારણમાં આજે એક મોટો વળાંક આવ્યો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) ના સ્થાપક અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ આજે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આ બાબતે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા છે.BTP ને ખતમ કરનાર ચૈતર વસાવા સામે નારાજગીસાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મહેશ વસાવાની અસલી લડાઈ ભાજપ સામે નથી, પરંતુ તેમની નારાજગી ચૈતર વસાવા સામે છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીમાં રહીને BTP ને પાયામાંથી ખતમ કરી નાખી છે. મહેશ વસાવાના પરિવારના ઘણા સભ્યો અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે, જેને કારણે આંતરિક વિખવાદ વધ્યો છે. BTP માં ભંગાણ પાડીને ચૈતર વસાવાએ જે રીતે રાજનીતિ કરી છે તેનાથી મહેશ વસાવા નારાજ હતા.નેશનલ પાર્ટીમાં જવાથી ભવિષ્ય ઉજળુંમનસુખ વસાવાએ મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાવાના નિર્ણયને આવકારતા કહ્યું હતું કે, મહેશ વસાવા હવે નેશનલ લેવલની પાર્ટીમાં ગયા છે તે સારી વાત છે. પ્રાદેશિક પક્ષમાં રહીને સંઘર્ષ કરવા કરતા રાષ્ટ્રીય પાર્ટીના પ્લેટફોર્મ પર જવાથી તેમનું રાજકીય ભવિષ્ય વધુ ઉજળું બનશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.રાજકીય સમીકરણોમાં ફેરફારમહેશ વસાવા અગાઉ BTP માં સક્રિય હતા, ત્યારબાદ આમ આદમી પાર્ટી સાથે પણ તેમના સમીકરણો ચર્ચાયા હતા અને હવે આખરે તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આગામી સમયમાં આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ અને AAP વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બને તેવા સંકેતો આ નિવેદન પરથી મળી રહ્યા છે.આ પણ વાંચો: જેતલસરમાં કાળજું કંપાવતી ઘટના, પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત

Read Full Story arrow_forward
Anand News: સોજીત્રાના કાસોર ગામે મકાનમાંથી રૂ.4 લાખથી વધુની મત્તાની ચોરી
calendar_today January 6, 2026

Anand News: સોજીત્રાના કાસોર ગામે મકાનમાંથી રૂ.4 લાખથી વધુની મત્તાની ચોરી

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતા વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તાલુકાના કાસોર ગામે તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી છે. કાસોર ગામમાં રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રાખેલા કિંમતી સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી.સોના, ચાંદીના દાગીના અને રોકડની ચોરીકુલ 4 લાખ રૂપિયાથી વધુની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. સવારે જ્યારે ઘરમાલિકને જાણ થઈ ત્યારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી હતી. ચોરીની જાણ થતા જ સોજીત્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મામલાની ગંભીરતાને જોતા પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચવા માટે ડોગ સ્કોર્ડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી છે. ડોગ સ્કોર્ડની મદદથી તસ્કરો કયા માર્ગે નાસી છૂટ્યા છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. ડોગ સ્કોર્ડની મદદથી પોલીસે તપાસ હાથ ધરીગ્રામ્ય વિસ્તારમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને પગલે કાસોર સહિત આસપાસના ગામોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશો દ્વારા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. સોજીત્રા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward