Surat: સોનામાં રોકાણના બહાને 69.76 લાખની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ધરાવતી ભાઈ-બહેનની જોડી ઝડપાઈ
શહેરમાં સાયબર ક્રાઈમનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે સુરત સાયબર ક્રાઈમ સેલે એક મોટી સફળતા મેળવતા રોકાણના નામે લાખોની છેતરપિંડી કરનાર ભાઈ-બહેનની ધરપકડ કરી છે. સોનામાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી સુરતના એક જાગૃત નાગરિક સાથે રૂપિયા 69,76,800 ની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે પોલીસે હૈદરાબાદ અને નાગપુરથી બે આરોપીઓની ધરપકડ કરી છે.છેતરપિંડી કરનાર ભાઈ-બહેનની ધરપકડસુરતના એક ફરિયાદીને સોનામાં ઇન્વેસ્ટમેન્ટ (Gold Investment) કરવાના બહાને ઓનલાઇન સંપર્ક કરવામાં આવ્યો હતો. ઠગબાજોએ સુરતની વ્યક્તિને વિશ્વાસમાં લઈ જુદા જુદા બેંક એકાઉન્ટમાં કુલ 69.76 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. જ્યારે ફરિયાદીને વળતર ન મળ્યું અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમણે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો.તપાસમાં ખુલ્યું 'કંબોડિયા કનેક્શન'પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ગુનામાં સંડોવાયેલી મુખ્ય આરોપી શ્રદ્ધા કચરૂજી ગઝભીયે ને હૈદરાબાદથી ઝડપી લેવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શ્રદ્ધા અગાઉ કંબોડિયા ખાતે બે મહિના રોકાઈને આવી હતી.ત્યાં તે સાયબર ફ્રોડ આચરતી એક ચાઈનીઝ ગેંગના સીધા સંપર્કમાં હતી અને તેમની કંપનીમાં કામ કરતી હતી. આ ગેંગ પાસેથી જ તેણે સાયબર ઠગાઈની તમામ ટેકનિકલ જાણકારી મેળવી હતી.સોનામાં ઊંચું વળતર મેળવવાની લાલચ આપીબીજી તરફ, તેના ભાઈ નિલકાંત કચરૂજી ગઝભીયેની ધરપકડ મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી કરવામાં આવી છે. નિલકાંતના બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમના રૂપિયા 1,72,000 જમા થયા હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. સુરત સાયબર ક્રાઈમ સેલે બંને ભાઈ-બહેન વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શ્રદ્ધાએ કંબોડિયામાં રહીને અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને આ આંતરરાષ્ટ્રીય ગેંગના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: એન્જિનિયરને લાફો મારનાર કોન્ટ્રાક્ટર સામે લાલઆંખ, 48 કલાકમાં એજન્સી થશે બ્લેક લિસ્ટ
Read Full Story arrow_forward