android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: ચેક રિટર્ન કેસમાં સજા પડ્યાના બીજા જ દિવસે સેન્ટ્રલ જેલમાં કેદીનું મોત
calendar_today January 6, 2026

Vadodara: ચેક રિટર્ન કેસમાં સજા પડ્યાના બીજા જ દિવસે સેન્ટ્રલ જેલમાં કેદીનું મોત

વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા 52 વર્ષીય પ્રિતેશ જાદવનું અચાનક તબિયત લથડતા મોત નીપજ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે મૃતક કેદીને ગતરોજ જ કોર્ટે સજા ફટકારી હતી અને જેલના સળિયા પાછળ મોકલ્યા હતા.વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી મોત નીપજ્યુંમૃતક પ્રિતેશ જાદવ વિરુદ્ધ કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં વડોદરા કોર્ટે ગઈકાલે જ મહત્વનો ચુકાદો આપતા પ્રિતેશભાઈને દોઢ વર્ષની જેલની સજા અને રૂપિયા 1.50 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટના આ આદેશ બાદ તેમને પાકા કામના કેદી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યોજેલમાં ગયાના બીજા જ દિવસે, એટલે કે આજે અચાનક પ્રિતેશ જાદવની તબિયત લથડી હતી. જેલ સત્તાધીશો દ્વારા તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની જાણીતી સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો તેમની સારવાર શરૂ કરે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. ડોક્ટરોએ તેમને 'બ્રોટ ડેડ' (લાવતા પહેલા જ મૃત) જાહેર કર્યા હતા.પરિવારમાં શોક અને તપાસની કાર્યવાહીમાત્ર એક દિવસ પહેલા સજા સંભળાવ્યા બાદ અચાનક મોતના સમાચાર મળતા પ્રિતેશભાઈના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જેલ પ્રશાસને હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોત હાર્ટ એટેકથી થયું છે કે અન્ય કોઈ બીમારીના કારણે.આ પણ વાંચો:

Read Full Story arrow_forward
Nadiad મનપાની આડેધડ કામગીરીથી જોખમ, 11 KVના જીવંત વાયર પર પાડ્યો થાંભલો
calendar_today January 6, 2026

Nadiad મનપાની આડેધડ કામગીરીથી જોખમ, 11 KVના જીવંત વાયર પર પાડ્યો થાંભલો

નડિયાદ મહાનગરપાલિકાની બેદરકારીપૂર્ણ અને જોખમી કામગીરી ફરી એકવાર સામે આવી છે. શહેરમાં ચાલી રહેલી આડેધડ કામગીરી દરમિયાન 11 KV ના જીવંત વીજ વાયર પર થાંભલો પડતા મોટી દુર્ઘટના સર્જાય તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી.MGVCLને પૂર્વ જાણ કર્યા વિના થાંભલો પાડ્યો માહિતી મુજબ, MGVCLને પૂર્વ જાણ કર્યા વિના અને તેમની મંજૂરી વગર લાઇનની નજીકનો થાંભલો પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચિંતાજનક બાબત એ છે કે MGVCL દ્વારા સ્પષ્ટ ના પાડી હોવા છતાં પણ મનપા દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. ઘટના સ્કૂલ છૂટવાના સમયે બની હોવાને કારણે સ્થાનિકોમાં ભારે ભય આ ઘટના સ્કૂલ છૂટવાના સમયે બની હોવાને કારણે સ્થાનિકોમાં ભારે ભય અને રોષ ફેલાયો હતો. જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટી હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. મનપાની આડેધડ કામગીરી સામે રોષ સ્થાનિક નાગરિકોએ મનપાની આડેધડ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. ઘટનાને લઈ MGVCL અને મનપા તંત્ર વચ્ચે કોઇ જ સંકલન ના હોવાનું જોવા મળ્યું હતું.આ પણ વાંચો----   Gujarat Latest News Live : રાજ્યની કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

Read Full Story arrow_forward
Patan: સાંતલપુરના મામલતદારના આપઘાત મામલે  11 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
calendar_today January 6, 2026

Patan: સાંતલપુરના મામલતદારના આપઘાત મામલે 11 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

પાટણના સાંતલપુરના મામલતદારે માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે હવે થરાદ પોલીસ મથકે 11 જેટલા શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. મામલતદારે કર્યો આપઘાતનો પ્રયાસ સાંતલપુરના મામલતદારે તાજેતરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. તેમની તબિયત લથડતા તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેઓ નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ છે. સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા આપઘાતનો પ્રયાસ કરતા પહેલા મામલતદારે એક સ્યુસાઈડ નોટ લખી હતી, જેમાં તેમના સંઘર્ષની વ્યથા રજૂ કરી છે. સ્યુસાઈડ નોટ મુજબ, છેલ્લા 4 વર્ષથી કેટલાક શખ્સો દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. એટલું જ નહીં, આ લોકો દ્વારા તેમની પાસે અવારનવાર રૂપિયાની માંગણી પણ કરવામાં આવતી હતી. બ્લેકમેલિંગ અને સતત દબાણને કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હતા, જેના અંતે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોલીસની કડક કાર્યવાહી મામલતદારના નિવેદન અને સ્યુસાઈડ નોટના આધારે થરાદ પોલીસે કુલ 11 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ આરોપીઓમાં કોણ કોણ સામેલ છે અને તેમની ભૂમિકા શું હતી, તે દિશામાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. એક ક્લાસ-ટુ અધિકારીને આ રીતે મજબૂર કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. આ પણ વાંચોઃ Mehsana: રાધનપુર રોડ પર ચાઇનીઝ દોરીનો કહેર,બાઇક ચાલક યુવકને 40 ટાંકા લેવાની પડી ફરજ

Read Full Story arrow_forward