android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : દૂષિત પાણીની સમસ્યા ગંભીર, છેલ્લા 5 વર્ષમાં 3 લાખથી વધુ ફરિયાદો
calendar_today January 6, 2026

Ahmedabad : દૂષિત પાણીની સમસ્યા ગંભીર, છેલ્લા 5 વર્ષમાં 3 લાખથી વધુ ફરિયાદો

અમદાવાદ શહેરમાં દૂષિત પાણી અને પાણીજન્ય રોગચાળાની સમસ્યા વધુ ગંભીર બની છે. મહાનગરપાલિકાના તાજા ડેટા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં શહેરમાં 3 લાખથી વધુ ફરિયાદો નોંધાઇ છે.2025માં 74,392 ફરિયાદો નોંધાઈ 2021માં મનપાને 42,192 ઓનલાઇન ફરિયાદો મળી હતી, જે 2022માં 95,978 સુધી વધ્યી છે. 2023માં 68,993, 2024માં 75,942 અને 2025માં 74,392 ફરિયાદો નોંધાઈ. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 44,258 કેસ નોંધાયા પાણીજન્ય રોગચાળાના પ્રભાવના મામલે પણ ચિંતાજનક સ્થિતિ છે. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 44,258 કેસ નોંધાયા, જેમાં ઝાડા-ઉલ્ટીના 22,436, ટાઈફોઈડના 13,450, કમળાના 7,972 અને કોલેરાના 400 કેસ નોંધાયા છે. શહેરના 26 હાઈ-રિસ્ક વિસ્તાર દૂષિત પાણી અને રોગચાળાની દહેશત માટે ઓળખાયા શહેરના 26 હાઈ-રિસ્ક વિસ્તાર દૂષિત પાણી અને રોગચાળાની દહેશત માટે ઓળખાયા છે. હવામાન અને ગંદા પાણીના કારણે ઝાડા-ઉલ્ટી જેવા પાચન તંત્રના રોગોમાં વધારો થવાની શક્યતા વધુ છે. આ પણ વાંચો----  Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

Read Full Story arrow_forward
Ahmedabad : ગંદકી ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી, 5 એકમો સીલ
calendar_today January 6, 2026

Ahmedabad : ગંદકી ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી, 5 એકમો સીલ

અમદાવાદ શહેરમાં સફાઈ જાળવવા માટે અમલમાં આવેલી કામગીરી હેઠળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી વિસ્તારમાં ગંદકી ફેલાવતા 5 વેપારી એકમો સીલ કરાયા છે.McD, KFC અને ફેશન ફેક્ટરી સહિત અન્ય એકમો સામે કાર્યવાહી કરી મ્યુનિસિપલ ટીમે McD, KFC અને ફેશન ફેક્ટરી સહિત અન્ય એકમો સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, EWS આવાસની સ્કીમને પણ નિયમોનો ભંગ કરવા બદલ સીલ કરવામાં આવ્યું.  2.75 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો AMC દ્વારા આ કાર્યવાહી દરમિયાન 2.75 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું છે કે શહેરમાં સફાઈ જાળવવા અને ગંદકી ફેલાવનારાઓ પર સખ્ત પગલાં લેવાતા રહેશે. આ પણ વાંચો----  Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

Read Full Story arrow_forward
Halvad : ખાતર કૌભાંડમાં ચાર સામે ફરિયાદ દાખલ, 8 લાખનું સબસીડીયુક્ત ખાતર પકડાયું હતું
calendar_today January 6, 2026

Halvad : ખાતર કૌભાંડમાં ચાર સામે ફરિયાદ દાખલ, 8 લાખનું સબસીડીયુક્ત ખાતર પકડાયું હતું

હળવદ પોલીસ સ્ટેશનમાં સબસીડી યુક્ત ખાતર કૌભાંડને લઇને ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં આરોપી તરીકે રવિરાજ સિંહ ઝાલા, કરશન દોરાલા, જયદીપ ઘટોડીયા અને જયસુખ અગ્રાવતને દર્શાવાયા છે.ખાતરની તપાસ ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવી પોલીસે લગભગ 8 લાખ રૂપિયાના 400 બેગ ખાતર જપ્ત કરી હતી. ખાતરની તપાસ ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને સેમ્પલ લીધા પછી કાર્યવાહી શરૂ કરવામાં આવી. આ ઉપરાંત, આ ઘટના સાથે જોડાયેલી આઇશર ટ્રક અને કાર સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. કારથી પાયલોટિંગ કરીને ટ્રકમાં ભરેલો સબસીડી યુક્ત ખાતર લઇ જવાતું હતું પોલીસના સૂત્રો અનુસાર, કારથી પાયલોટિંગ કરીને ટ્રકમાં ભરેલું સબસીડી યુક્ત ખાતર ઉંચા ભાવે વેચવાનો કારસો રચાયો હતો. આ કેસની તપાસ ગત 12 ડિસેમ્બરે પકડાયેલા ખાતર મુદ્દે હાથ ધરાઈ હતી. આ પણ વાંચો-----   Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ

Read Full Story arrow_forward