Surat : ઉધના વિસ્તારમાં ભંગારિયાઓએ કરેલી ચોરીનો ભાંડો ફૂટ્યો, સોશિયલ મીડિયા રીલથી પોલીસને મળી સફળતા
સુરતના ઉધના વિસ્તારમાં ચોરી કરનાર ભંગારિયાઓને પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લઈને ઝડપી પાડ્યા છે. ઉધના વિસ્તારમાં આવેલી ઇસ્ટ એન્જીનીરીંગ કંપનીમાંથી 11.70 લાખ રૂપિયાની ચોરી કરનાર ભંગારિયાઓએ ચોરી કર્યા પછી સોશિયલ મીડિયા પર “Going to Mumbai”ના કૅપ્શન સાથે રીલ પોસ્ટ કરી હતી.ચોરોએ ચોરીની કુલ રકમમાંથી ચાર લાખ રૂપિયા બિયર બારમાં ઉડાવી દીધા પોલીસના સૂત્રો મુજબ, ચોરોએ ચોરીની કુલ રકમમાંથી ચાર લાખ રૂપિયા બિયર બારમાં ઉડાવી દીધા હતા, જ્યારે અન્ય ચોરે રકમ રેતીમાં દાબી દીધી હતી. CCTV ફૂટેજ અને સોશિયલ મીડિયા એક્શનની તપાસ પછી ઉધના પોલીસને ચોરોની સચોટ ઓળખ મળી CCTV ફૂટેજ અને સોશિયલ મીડિયા એક્શનની તપાસ પછી ઉધના પોલીસને ચોરોની સચોટ ઓળખ મળી. પોલીસે તરત જ તપાસ હાથ ધરી અને મુંબઈમાં જઈને મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પાસે તપાસ દરમિયાન 6.05 લાખ રૂપિયા કબ્જે કરવામાં આવ્યા છે. અન્ય સંડોવાયેલા ચોરોની તપાસ શરુ પોલીસે જણાવ્યું છે કે આગળની તપાસમાં બાકી રહેલ ચોરીની રકમ અને અન્ય સંડોવાયેલા ચોરોની ઓળખ પણ સામે આવશે. આ પણ વાંચો---- Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ
Read Full Story arrow_forward