android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:રવાલ પાસે સિટી બસ-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત, 7ને ઇજા
calendar_today January 5, 2026

Vadodara:રવાલ પાસે સિટી બસ-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત, 7ને ઇજા

આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ વિટકોસ કંપનીની સિટી બસ વાઘોડિયા તાલુકાના રવાલ ગામથી આજવા તરફ જઇ રહી હતી. ત્યારે રવાલ ગામના ત્રિભેટે એસટી બસના ડ્રાઈવરે ગફ્લતભરી રીતે ચલાવી આગળ જતા ટ્રેલરની પાછળ અથડાવી દીધી હતી. જે બાદ એસટી બસનો ચાલક બસને રોડની નીચે ઉતારી દઈ સ્થળ પરથી નાસી ગયેલ હતો.આ અકસ્માતમાં એક મહિલા ચંપાબેન મહેશભાઈ વસાવા (રહે.જૂનારામપુરા તા.વાઘોડિયા)નું મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્તોમાં રમીલાબેન વસાવા(60), કપીલાબેન વસાવા (60), મુકેશ ડામોર (30), વિદ્યાબેન વસવા (44), અનિતાબેન વસાવા (26), ધીરજબેન પા.વા (60), માલતીબેન પટેલ (47)નો સમાવેશ થાય છે. જેઓને હાલ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra:પંચમહાલ જિલ્લામાં 18 હજાર ખેડૂતો સર્વેમાંથી બાકાત રહ્યાનો આક્ષેપ
calendar_today January 5, 2026

Godhra:પંચમહાલ જિલ્લામાં 18 હજાર ખેડૂતો સર્વેમાંથી બાકાત રહ્યાનો આક્ષેપ

ભારતીય કિસાન સંઘ,પંચમહાલ જિલ્લા દ્વારા ગોધરામાં શક્તિ પ્રદર્શન સાથે કૃષિ રાહત પેકેજ 2025માં જિલ્લાના ખેડૂતોને થયેલા અન્યાય બાબતે મુખ્યમંત્રીને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેક્ટર મારફત આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આ બાબતે તા.12 જાન્યુઆરી ના રોજ ગાંધીનગર વિધાનસભા સામે વિરોધ સાથે શક્તિ પ્રદર્શન યોજાશે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાજયમાં પંચમહાલ જિલ્લાના સહિતના રાજયના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદ પડયો હતો, જેના કારણે ઊભા પાકને નુકશાન થયું હતું. પંચમહાલ જિલ્લામાં તા.10.11.2025 નાં રોજ જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી દ્વારા માત્ર 42 હજાર ખેડૂતોનું સર્વે કર્યું છે. જેઓને સહાય ચુકવવામાં આવનાર છે. બાકીના ખેડૂતોને કોઈ સહાય ચુકવવા કે સર્વે કરવા સુચના નથી. પંચમહાલ જિલ્લામાં ઓનલાઈન અંદાજે 59,762 ખેડૂતોએ ફૉર્મ જમા કરાવ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીને સર્વેની વિલંબ નિતિને કારણે અંદાજે 18 હજાર જેટલા અસરગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા છે. મોટાભાગના ખેડૂતોને માત્ર રૂા.5 હજાર જેટલી સહાય મળી છે. રાજય સરકાર ધ્વારા કોઈપણ ખેડૂત સહાયથી વંચિત ના રહે તે માટે સહાયફૉર્મ જમા કરાવવાની મુદ્દત પણ વધારી હતી. જિલ્લાના અસરગ્રસ્ત ખેડુતોએ આ પહેલા જ ફૉર્મ ભર્યા હતાં. પરંતુ તેઓનો સમાવેશ જિલ્લા ખેતીવાડી અધિકારીએ કર્યો ના હોઈ ખેડૂતોમાં રોષની વ્યાપ્યો છે. પંચમહાલ જિલ્લામાં મુખ્ય પાક ડાંગર, મકાઈ, કપાસ, દિવેલા, સોયાબીન, તમાકુ અને શાકભાજીને નુકશાન થયું છે. અને લગભગ તમામ પાકોને 33 ટકા થી પણ વધુ નુકશાન કમોસમી વરસાદ (માવઠા) થી થયું છે. કૃષિ રાહત પેકેજની જાહેરાતમાં ખેડૂતોને થયેલા નુકશાનનું સર્વે કરાવી એક હેકટર દીઠ રૂ.22 હજાર અને વધુમાં વધુ 2 હેકટરમાં રૂ.44 હજારની સહાય ખેડૂતોને અપાશે. પરંતુ સર્વે યોગ્ય થયો ના હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. મોટાભાગના ખેડતોને સહાયનું સર્વે નહીં કરાતા મોટુ નુકશાન થયું છે. આ મામલે ઉચ્ચ કક્ષાએથી જિલ્લાના બાકી 18 હજાર ખેડૂતો સહિતના કુલ 60 હજાર જેટલા ખેડૂતોને યોગ્ય સહાય મળે તેવી ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો ધ્વારા માંગ કરાઈ છે. રાજયના અન્ય જિલ્લાના ખેડૂતોને મોટું વળતર મળ્યું છે. તો પંચમહાલના ખેડૂતો સામે ભેદભાવની નીતિ રાખવામાં આવી રહી છે. જેથી ખેડૂતોમાં આક્રોશ છે. આ અન્યાયના વિરોધમાં આગામી તા.12 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે વિધાનસભા સામે વિશાળ શક્તિ પ્રદર્શન યોજવાની જાહેરાત કરાઈ છે. કિસાન સંઘની અન્ય 23 માગણીઓ પડતર પંચમહાલ જિલ્લામાં ખેડૂતોને પાક સહાય ઉપરાંત, કિસાન સંઘની અન્ય 23 જેટલી પડતર માંગણીઓ પણ છે. જેમાં ખાનગી કૃષિ કોલેજોને મંજૂરી આપતા પરિપત્ર રદ કરવા, વારસદારોને સ્ટેમ્પ ડયુટીમાંથી મુક્તિ, ટોલટેક્સમાં 20 કિમી સુધી સ્થાનિકોને રાહત અને વીજ ટાવર માટે જમીનનું યોગ્ય વળતર આપવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal:બ્રહ્મલીન રાજર્ષિ મુનિના આશ્રમમાં 13 ઇટાલીયન સાધકોની પધરામણી
calendar_today January 5, 2026

Panchmahal:બ્રહ્મલીન રાજર્ષિ મુનિના આશ્રમમાં 13 ઇટાલીયન સાધકોની પધરામણી

કાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યોગધામ મલાવ ખાતે બ્રહ્મલીન યોગઋષિ કૃપાલ્વાનંદ મહારાજના આધ્યાત્મિક વારસાને અનુસરતા ચતુર્થ કુલગુરુ બ્રહ્મલીન રાજર્ષિ મુનિ વર્ષ 2022 માં બ્રહ્મલીન થયાના ત્રીજા વર્ષે જ સુક્ષ્મ ઉપસ્થિતને અનુલક્ષીને કૃપાલુ આશ્રમના પરિસરમાં વૈદિક ધરોહરના કુંજમાં નવનિર્મિત દિવ્યાતનના સાનિધ્યમાં તાજેતરમાં યોગસાધના માટે ઇટાલીયન સાધકોની પધરામણી થઈ હતી. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન યોગ અને પ્રાણાયામ અંગે બ્રહ્મલીન યોગગુરુ રાજર્ષિ મુનિના આમૂલ દર્શન માટે દેશ વિદેશના લાખો અનુયાયીઓ જોડાયેલા છે.જે અનુસંધાને તાજેતરમાં 13 ઈટાલીયન સાધકો આગામી દસ દિવસ યોગગુરુ રાજર્ષિ મુનિના આશ્રમના સાનિધ્યમાં આવ્યા હતા. મલાવ આશ્રમની મુલાકાત દરમ્યાન બ્રહ્મલીન યોગગુરુ રાજર્ષિ મુનિના દિવ્યાતનમાં વિદેશી સાધકો ભાવવિભોર બની ગયા હતાં. ઉલ્લેખનીય છે કે પુર્વે રાજર્ષિ મુનિના હસ્તે એક ઈટાલીયન સાધકે દિક્ષા લીધી હતી. જેના પરિપાક સ્વરૂપે આજે વધુ 12 સાધકો ભારતીય સંસ્કૃતિના મહેમાન બનીને યોગાભ્યાસ અને યોગસાધનામાં જોડાયા હતા. મલાવધામ ખાતે ઉપસ્થિત વિદેશી મહેમાનો અંગે કૃપાલુ આશ્રમના સંચાલકોએ ઈટાલીયન વિદેશી મહેમાનો આગામી દસ દિવસ મલાવ ખાતે રાજર્ષિ મુનિના આશ્રમ સ્થિત દિવ્યાતનના સાનિધ્યમાં યોગ સાધના કરશે. તદ્ઉપરાંત મલાવ આસપાસની શાળાઓની મુલાકાત લઈ બાળકો સાથે સાનિધ્ય કેળવીને ભારતીય સંસ્કૃતિ, કલા અને વિચારોનું દર્શન કરશે તેવું જણાવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward