android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:ડેસરના 71 ગામમાંથી 800 KVની હાઇટેન્શન લાઇનને લઇ ખેડૂતોને ચિંતા
calendar_today January 5, 2026

Vadodara:ડેસરના 71 ગામમાંથી 800 KVની હાઇટેન્શન લાઇનને લઇ ખેડૂતોને ચિંતા

ડેસર તાલુકાના 71 જેટલા ગામમાંથી 800 KV પાવર ગ્રીડ કોર્પોરેશનની ભુજના ખાવડાથી નાગપુર સુધી હાઈટેન્શન લાઈન પસાર થવાની હોવાથી કેટલાક ગામોના ખેડૂતોને નોટિસ આપીને જણાવાયું છે. જ્યારે કેટલાક ગામોમાં હજુ ખેડૂતોને આ બાબતે જાણ કરાઈ નથી.ડેસરના રાજુપુરાના ખેડૂતો પરેશ હિરુ પટેલ, એમ જે પટેલ, રાજેશ જે પટેલ, ચંદુ માધા પટેલ સહિતને નોટિસ મળતા તેઓ તા. 1 જાન્યુ.ના રોજ વડોદરા જિલ્લા કલેકટરને આ બાબતે જાણ કરી હતી કે, અમારી મંજૂરી સિવાય અમારા ખેતરોમાં પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈનો કેમ કરી પસાર કરી શકાય, જમીનના ટુકડા થઈ જશે. આગામી સમયમાં ખેતરમાં કોઈ પણ જાતનું બાંધકામ પણ નહીં કરી શકીએ. ઉક્ત બાબતે ખેડૂતો સાથે કોઈપણ જાતની મીટીંગ કરી નથી કે, જાણકારી પણ આપી નથી. અમારા ખેતરોમાં આટલી મોટી લાઈન પસાર થતી હોય યોગ્ય વળતર અને વાર્ષિક ભાડું આપવા અથવા અટકાવવા રજૂઆત કરી હતી. રવિવારે સાંજે પાંચ વાગે રાજુપુરા ખાતે ખેડૂતો ભેગા થઈ ચર્ચા કરી હતી કે, ભુજના ખાવડાથી નાગપુર સુધી જતી 800 કે.વીની લાઈનના ખેતરોમાં પોલ આવશે. બાકીના ખેતરોમાં વાયર લાંબા કરાશે. જેના કારણે દરેક ખેડૂતને ઘણું નુકસાન થશે. જે માટે આગામી શનિવારે ડેસર તાલુકાના 71 ગામના 700 ઉપરાંત ખેડૂતો રાજુપુરા દૂધ મંડળી ખાતે ભેગા થઈને ચર્ચા કર્યા બાદ કલેકટરને આવેદનપત્ર આપશે. તાલુકાના 71 ગામમાંથી પાવરગ્રીડ હાઇટેન્શન લાઇન પસાર થશે ઇંટવાડ, ત્રાસિયા, હિંમતપુરા, ડુંગરીપુરા, નાની વર્ણોલી, રાજપુર, પ્રતાપપુરા, સિહોરા, ગોરસણ, ડેસર, વાલાવાવ, કડાછલા, કલ્યાણ, પટેલના મુવાડા, રાયપુરા, છત્રાપુરા, વેજપુર, વક્તાપુરા, ઘેમલપુરા, લીમડાના મુવાડા, વાઘાના મુવાડા, સાઢાસાલ, દોલતપુરા, રાજુપુરા, ભીલા, ભિલાના મુવાડા, લાલખા, મોભખાના, મુવાડા, લટવા, વાવ, જેસર, ગોપરી, નારપુરી, રામપુરી, પીપલછટ, વડીયા, પાંડુ, મેવાસ, લીંબડી, ઘાટા વાસિયા, સાપિયા, અંદરખીયા, કસલાપુરા, મોકમપુરા, મોટી વર્ણોલી, માણેકલા, વાંકાનેડા, ભાટપુરા, જીતપુરા, જુના સિહોરા, નવા શિહોરા, પીપળીયા, છાલીયેર, ઇન્દ્રપુરી, બળેવીયા, શાંતિપુરા, બાલા પટેલના મુવાડા, કારીયાના મુવાડા, કૈલાશ આશ્રમ સહિત ગામ સહિત સાવલીનો નહારા, અને ગુતરડીનો સમાવેશ કરાયો છે. જમીનની કિંમત ઘટી જાય, ખેતર આકાર વગરનું થઇ જાય ડેસર તાલુકાના 71 ગામોમાંથી પાવર ગ્રીડની હાઇટેન્શન લાઈન પસાર થાય છે. આ લાઈન પસાર થવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન છે. અમારી જમીનની કિંમત ઘટી જાય છે. ખેતર આકાર વગરનું થઈ જાય છે. જમીન બે ટુકડામાં વહેચાઈ જશે. કેટલાક નાના ખેડૂતો જમીન વિહોણા થઈ જશે. અમે રાજુપુરાના ત્રણ ખેડૂતોએ રૂબરૂ 1 જાન્યુઆરીએ આ બાબતે જિલ્લા કલેકટરને અરજી આપીને ધ્યાન દોર્યું છે. પરંતુ સાથે તાલુકાના 71 ગામના ખેડૂતો આગામી સમયમાં ભેગા થઈ વિરોધ કરીશું. અને યોગ્ય વળતર અને વાર્ષિક ભાડા અંગે મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર, સાંસદ, ધારાસભ્યને આવેદનપત્ર આપી માંગણી કરીશું. - સુરેશ પટેલ, અગ્રણી ખેડૂત, રાજુપુરા નાના ખેડૂતોના ખેતરમાં હાઇટેન્શન લાઇનથી જમીન વિહોણા થવાશે ખેતરોમાં હાઈટેન્શન લાઈન આવશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતોના ખેતરમાં હાઈ ટેન્શન પોલ ઉભા થશે તો, તે જમીન વિહોણા થઈ જશે. કારણ કે, વીજ પોલની બંને બાજુ 17, 17, મીટર જગ્યા રોકે છે. આ બાબતે અમારી જમીન બચાવવા માટે તાલુકાના 71 ગામના 700 ઉપરાંત ખેડૂતો શનિવારે ભેગા થઈ વિરોધ નોંધાવીશું. અને જિલ્લા કલેકટરને રૂબરૂ આવેદનપત્ર આપવા જઈશું - દિલીપ પારેખ, ખેડૂત અગ્રણી, લીંબડી (પાંડુમેવાસ) ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:ડભોઈ-કરજણ રેલવે લાઈન તૈયાર છતાં ટ્રેન શરૂ ન થતાં રોષ
calendar_today January 5, 2026

Vadodara:ડભોઈ-કરજણ રેલવે લાઈન તૈયાર છતાં ટ્રેન શરૂ ન થતાં રોષ

ડભોઈ અને કરજણ વચ્ચેના રેલવે માર્ગનું નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરાઇ નથી. આ મામલે રેલવે મુસાફરોની હાલાકીને ધ્યાને રાખીને DRUCC (ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી) દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (GM)ને લેખિત રજૂઆત કરાઇ છે.DRUCCના સભ્ય એમ. હબીબ લોખંડવાલાએ રજૂઆતમાં જણાવ્યા મુજબ, ડભોઈ-કરજણ રૂટ પર બ્રોડગેજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. રેલવે તંત્ર દ્વારા તેનું ટ્રાયલ રન પણ સફ્ળતાપૂર્વક કરાયું છે. છતાં, નિયમિત ટ્રેન સેવા શરૂ કરવામાં તંત્ર દ્વારા થઈ રહેલો વિલંબ અકળાવનારો છે. ટ્રેન સેવા ઉપલબ્ધ ન હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગના મુસાફરોએ ખાનગી વાહનો કે એસ.ટી. બસ પર નિર્ભર રહેવું પડે છે, જે રેલવેની સરખામણીએ ઘણી મોંઘી પડે છે. ડભોઈ અને કરજણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયાત અવરજવર કરે છે. ટ્રેનના અભાવે તેઓ સમયસર કામના સ્થળે પહોંચી શકતા નથી. જેની સીધી અસર તેમના રોજગાર પર પડી રહી છે. આ રૂટ પર અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. જો આ રૂટ પર ત્વરિત પેસેન્જર ટ્રેન શરૂ કરાય તો હજારો મુસાફરોને સસ્તી અને સલામત મુસાફરીનો લાભ મળી શકે તેમ છે. આનાથી માત્ર મુસાફરોને જ નહીં, પરંતુ વિસ્તારના વેપાર અને ઉદ્યોગ જગતને પણ મોટો ફાયદો થશે. સ્થાનિક લોકોની એક જ માંગ છે કે, રેલવે તંત્ર વહેલી તકે આ રૂટ પર પેસેન્જર ટ્રેન દોડાવવાનું શરૂ કરે, જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે અને રેલવેના કરોડોના ખર્ચે બનેલા બ્રોડગેજ ટ્રેકનો સાચો ઉપયોગ થાય તેમ DRUCC સભ્ય એમ. હબીબ લોખંડવાલાએ જણાવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra:જાસપુર લખડીકુઈ ખાતે 1.25 કિલો ગાંજા સાથે એક ઝડપાયો
calendar_today January 5, 2026

Padra:જાસપુર લખડીકુઈ ખાતે 1.25 કિલો ગાંજા સાથે એક ઝડપાયો

વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદે માદક દ્રવ્યોના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલ ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય SOG પોલીસે પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે.પેટ્રોલિંગ દરમ્યાન SOG ટીમને ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે લખડીકુઇ ગામનો ચંદુભાઇ ઝીણાભાઇ જાદવ પોતાના રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય નશાકારક માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતો હતો. આ આધારે SOG ટીમે NDPS એક્ટ મુજબ રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન આરોપીના મકાનમાંથી કુલ 1.035 કિલોગ્રામ ગાંજો, 0.220 કિલોગ્રામ ગાંજાના બીજ તેમજ રૂા.100 રોકડ મળી આવી હતી. કબ્જે કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત રૂા.62,850નો કબજે કર્યો હતો. આ બાબતે આરોપી ચંદુ ઝીણા જાદવ, (રહે.લખડીકુઇ, તા.પાદરા)ને ઝડપી પાડી તેના વિરુદ્ધ પાદરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ-1985 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય SOG દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી નશા વિરુદ્ધ કડક સંદેશો ગયો છે અને યુવાધનને નશાની લતથી દૂર રાખવાના પ્રયાસોને વેગ મળ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward