Ahmedabad: CTM-રામોલ માર્ગ પર જળવિતરણ કેન્દ્રનું પાણી રોડ પર વહી ગયું, AMC તંત્રની ચૂપ્પી !
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈન્દ્રપુરી વોર્ડમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે.CTM થી રામોલ તરફ્ જતા મુખ્ય માર્ગ પર, કુશાભાઉ ઠાકરે હોલની બિલકુલ સામે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જળવિતરણ કેન્દ્રમાંથી સવારથી સાંજ સુધી લાખો લિટર શુદ્ધ પીવાના પાણીનો વ્યય થયો હતો. આ પાણી રોડ પર ફ્રી વળતા વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. જળવિતરણ કેન્દ્રમાંથી વહી રહેલા પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે તેના રેલા મુખ્ય માર્ગ પર અંદાજે 500 મીટર સુધી લાંબા જોવા મળ્યા હતા. વગર વરસાદે રોડ પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો લપસી પડવાના ભય વચ્ચે પસાર થવા મજબૂર બન્યા હતા. સવારથી શરૂ થયેલો આ બગાડ સાંજ સુધી ચાલુ રહ્યો હોવા છતાં, તંત્ર દ્વારા આ પાણીનો વ્યય રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. સ્થાનિક રહીશોના અનુસાર, આ જળવિતરણ કેન્દ્રમાં અવારનવાર સમારકામના બહાને લાખો લિટર પાણી છોડી દેવામાં આવે છે. શુદ્ધ અને ફ્લ્ટિર થયેલું પાણી, જે લોકોના ઘર સુધી પહોંચવું જોઈએ, તે સીધું રસ્તા પર વહીને ગટરોમાં જઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, એક તરફ્ શહેરના અનેક વિસ્તારોમાં લોકો ઓછા પ્રેશરથી પાણી આવવાની ફરિયાદો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ્ તૈયાર થયેલું શુદ્ધ પાણી આ રીતે વેડફઈ રહ્યું છે. લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા પાણી બચાવવાના મોટા-મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે, પરંતુ પોતાના જ કેન્દ્રો પર થતા બગાડ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે. *અમે પાણી વેરા પેટે મોટી રકમ ચૂકવીએ છીએ અને તંત્ર આ રીતે શુદ્ધ પાણી ગટરમાં વહાવે છે તે કેટલું યોગ્ય છે?* તેવો સવાલ સ્થાનિક નાગરિકો ઉઠાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward