android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: માંડલ તાલુકામાં જિલ્લાનો શિક્ષક કલ્યાણનિધિ રમતોત્સવ યોજાયો
calendar_today January 5, 2026

Mandal: માંડલ તાલુકામાં જિલ્લાનો શિક્ષક કલ્યાણનિધિ રમતોત્સવ યોજાયો

અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે માંડલની મહર્ષિ વિદ્યાપીઠ ખાતે ફિટ ઈન્ડિયા અંતર્ગત શિક્ષક કલ્યાણનિધિ રમતોત્સવ અને પારિતોષિક સમારોહ યોજાયો હતો.જેમાં જિલ્લા ગ્રામ્યના 9 તાલુકાની 600થી વધુ શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓએ રમતોત્સવમાં ભાગ લીધો હતો. ક્રિયાશીલ અને કર્મનિષ્ઠ શિક્ષક એક સારા સમાજનું નિર્માણ કરી શકે છે. શિક્ષણની સાથે સ્વાસ્થ્ય અને રમતોનું પણ શિક્ષણમાં મહત્વનું યોગદાન રહેલું છે. શિક્ષક કલ્યાણનિધિ રમતોત્સવનો હેતુ વિદ્યાર્થીઓને પ્રેરણા તથા પ્રોત્સાહન પુરુ પાડવાનો છે. મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠમાં આયોજિત આ રમતોત્સવમાં બહોળી સંખ્યામાં શિક્ષકો-શિક્ષિકાઓએ ભાગ લીધો હતો. જેમાં રસ્સા ખેંચ, ઉંચીકુદ, રંગોળી, ગોળા ફેંક, દોરડા કુદ, ચેસ, યોગાસન, 100 મીટર દોડ,ખોખો,ક્રિકેટ જેવી 20થી વધુ રમતોમાં શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતોત્સવ પૂર્ણ થયાં બાદ તમામ તાલુકાના ટીપીઓ, તમામ શાળાના આચાર્ય, રાજકીય આગેવાનો અને શિક્ષક સંઘ, શિક્ષણ જિલ્લા સમિતિના પ્રતિનિધિઓ, સભ્યોની ઉપસ્થિતિમાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: સાણંદના કલાણાની હુમલાની ઘટના મુદ્દે આવેદન પાઠવાયું
calendar_today January 5, 2026

Mandal: સાણંદના કલાણાની હુમલાની ઘટના મુદ્દે આવેદન પાઠવાયું

માંડલ ખાતે તા.05 ને સોમવારના રોજ તાજેતરમાં બનેલી સાણંદ તાલુકાના કલાણા ગામની ઠાકોર સમાજના ભાઈ-બહેનો ઉપર થયેલ હીંચકારા હુમલાની ઘટનાને વખોડી કાઢી માંડલના ઠાકોર સમાજના અગ્રણીઓ,ભાઈઓ અને યુવાનો તેમજ અન્ય હિન્દુ અગ્રણીઓની ઉપસ્થિતીમાં મામલતદાર વી.જી.રાવલને આવેદનપત્રની નકલ સુપ્રત કરીને રજુઆત કરાઈ અને સમાજના ભાઈ-બહેનો ઉપર થયેલ ખોટી રીતે હુમલાની ઘટતી સંદર્ભે પીડીતોને ન્યાય માટેની માંગ કરાઈ હતી.માંડલ ઠાકોર સમાજની ટીમમાં દેવાજી ઠાકોર (ભાજપ મહામંત્રી), નૈનેશભાઈ ઠાકોર, સંદીપભાઈ(વનપરડી), ઘનશ્યામભાઈ સહિતના યુવાન અગ્રણીઓ તેમજ અરૂણભાઈ આચાર્ય (વિશ્વ હિન્દુ પરિષદ-આર.એસ.એસ) સહિત મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરીના ગેટ ઉપરથી સુત્રોચ્ચાર કરતાં મામલતદાર કચેરી સુધી પહોંચ્યા અને મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ઉત્તર ઝોનમાં ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 265 એકમોને નોટિસ
calendar_today January 5, 2026

Ahmedabad: ઉત્તર ઝોનમાં ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 265 એકમોને નોટિસ

શહેરમાં સતત વધી રહેલા ગંદકી સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અને તેનો સંગ્રહ તેમજ વેચાણ કરતાં એકમો સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.જેના માટે 265 એકમોને નોટિસ ફટકારીને રૂ.82,700 નો દંડ વસુલાયો છે. આ માટે વિવિધ પાનની દુકાનો, ચાની લારીઓ તેમજ ગંદકી કરતાં એકમો સામે કાર્યવાહી કરી છે. આ માટે ડસ્ટબીન ન રાખતા અને પ્લાસ્ટિકો ઉપયોગ કરતાં 15.8 કિ.ગ્રા પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ચાર એકમોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાંક સ્થાનો પર વારંવાર સૂચના છતાં જાહેર માર્ગો પર ગંદકી અને ન્યૂસન્સ કરતાં લોકોને પણ નોટિસ આપવામાં આવી છે અને તેના પર દંડાત્મક કામગીરી કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward