android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Iran Violent Protest : ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર, વિરોધ પ્રદર્શન કે ભીડ વાળા વિસ્તારમાં જવાથી બચવાની સલાહ
calendar_today January 5, 2026

Iran Violent Protest : ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર, વિરોધ પ્રદર્શન કે ભીડ વાળા વિસ્તારમાં જવાથી બચવાની સલાહ

ઈરાનમાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શન છેલ્લા એક અઠવાડિયામાં હિંસક બની ગયા છે. આ બનાવોની વચ્ચે ઘણા લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. સ્થિતિને જોતા ભારત સરકારે પોતાના નાગરિકો માટે ઈરાનને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.ભારતીયો તાત્કાલિક આ કામ કરી લો વિદેશ મંત્રાલયે સોમવારે ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે આગામી આદેશ સુધી ઈરાનની બિન-જરૂરી યાત્રા કરવાથી બચો. મંત્રાલયે કહ્યું કે જે ભારતીય નાગરિક અને પીઆઈઓ પહેલાથી ઈરાનમાં હાજર છે, તે પુરી રીતે સાવધાની રાખે. વિરોધ પ્રદર્શન કે ભીડ વાળા વિસ્તારમાં જવાથી બચો અને સ્થાનિક સ્થિતિ પર નજર રાખો. તેની સાથે જ તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસની વેબસાઈટ અને સોશિયલ મીડિયા અપડેટને નિયમિત રીતે જોવા માટેની પણ સલાહ આપવામાં આવી છે. ઈરાનમાં રેજિડેન્ટ વીઝા પર રહેતા ભારતીયોને કહેવામાં આવ્યું કે જો તેમને અત્યાર સુધી દૂતાવાસમાં રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તો તાત્કાલિક આ કામ કરી લો. અત્યાર સુધી 16 લોકોના મોત માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે ઈરાનમાં છેલ્લા એક અઠવાડિયાના વિરોધ પ્રદર્શનો દરમિયાન ઓછામાં ઓછા 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ પ્રદર્શન વધતી મોંઘવારીની વિરૂદ્ધ શરૂ થયા હતા, જે હવે કેટલાક પ્રાંતોમાં ફેલાઈ ગયા છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોની વચ્ચે હિંસક હુમલાઓ થયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષમાં ઈરાનમાં આ સૌથી મોટું વિરોધ પ્રદર્શન છે. આ અસ્થિરતા એવા સમયે સામે આવી છે, જ્યારે ઈરાનની અર્થવ્યવસ્થા ગંભીર સંકટમાં છે અને આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધી રહ્યું છે. સ્થિતિને જોતા ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ એડવાઈઝરી જાહેર કરી છે.આ પણ વાંચો: America Vice President JD Vance Firing News: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વાન્સના નિવાસસ્થાને ફાયરિંગ, શંકાસ્પદ વ્યક્તિની અટકાયત

Read Full Story arrow_forward
Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠની સ્વિમિંગ બેચના બાળકોએ પોરબંદરમાં સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લીધો
calendar_today January 5, 2026

Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠની સ્વિમિંગ બેચના બાળકોએ પોરબંદરમાં સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લીધો

ગુજરાતમાં સાંસદ ખેલ મહોત્સવમાં અનેક સ્પર્ધાઓમાં નાના બાળકોએ ભાગ લીધો હતો. ત્યારે સ્વિમિંગ જેવી સ્પર્ધામાં ભાગ લેતા નાના બાળકો હવે દરિયો તરતા પણ થઈ ગયા છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં એડવાન્સ સ્વિમિંગ બેચના બાળકોએ પોરબંદરમાં આયોજિત સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ બાળકોએ એક કિ.મી સુધી દરિયામાં સ્વિમિંગ કર્યું હતું. બાળકોએ પોરબંદરમાં સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લીધો અમદાવાદમાં આશ્રમરોડ પર સ્થિત ગુજરાત વિદ્યાપીઠમાં નાના બાળકોને એડવાન્સ સ્વિમિંગની ટ્રેઈનિંગ આપવામાં આવે છે. જેમાં ગત ત્રીજી જાન્યુઆરી 2025ના રોજ કોચ પ્રેમલભાઈ ભટ્ટ પાસે તાલીમ લેનારા બાળકોએ પોરબંદર ખાતે યોજાયેલી ઓલ ઇન્ડીયા સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો.આ કોમ્પિટિશનમાં દરિયામાં એક કિ.મી સુધી બાળકોએ સ્વિમિંગ કર્યું હતું. આ બાળકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યું હતું. આ બાળકોએ સફળતા પૂર્વક એક કિ.મી સ્વિમિંગ કર્યું આ સ્વિમિંગ કોમ્પિટિશનમાં સ્વરા ભટ્ટ, શશાંક ઠાકોર, દેવાંશ ત્રિવેદી, વૈષ્ણવી ભાવસાર, દર્શિકા વાળા, ધ્રુવાય ઠાકોર, જીયાન પટેલ, હિયા જૈન, વિવિત્સા પરીખ, ભવ્ય દલાલ, લાલવાણી મીત, હરાદ્રી જગદ, અનઘ્યંત સેન, હેતાંશ જમોડ, મીસરી મોદીએ સફળતા પૂર્વક ભાગ લીધો હતો. આ પણ વાંચોઃ Rajkot: વિન્ડફાર્મ કંપનીઓની દાદાગીરી આવી સામે, ખેતરોમાંથી મંજૂરી વગર બારોબાર કાઢ્યો રસ્તો

Read Full Story arrow_forward
Ahmedabadના રાણીપમાં વાહનચાલકની ક્રૂરતા, પાર્કિંગમાં સૂતેલા ગલુડિયા પર ગાડી ફેરવી દીધી
calendar_today January 5, 2026

Ahmedabadના રાણીપમાં વાહનચાલકની ક્રૂરતા, પાર્કિંગમાં સૂતેલા ગલુડિયા પર ગાડી ફેરવી દીધી

અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક વાહનચાલકની ગંભીર બેદરકારી અને નિર્દયતા સામે આવી છે. રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં આરામ કરી રહેલા એક માસૂમ ગલુડિયા પર કાર ચઢાવી દઈ તેને મોતને ઘાટ ઉતારવાની ઘટનાએ પશુપ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે. રાણીપ વિસ્તારમાં આવેલા એક ફ્લેટના પાર્કિંગમાં એક ગલુડિયું સૂતેલું હતું. આ દરમિયાન ત્યાં રહેતા 58 વર્ષીય જયપ્રકાશ સરોજ નામના વ્યક્તિએ પોતાની વાન ચલાવતી વખતે ગલુડિયા પર ગાડી ચઢાવી દીધી હતી.ગલુડિયા પર ગાડી ચઢાવી દેતા ગલુડિયાનું મોતઆ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે ગલુડિયાનું ટૂંકી જ વારમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર હૃદયદ્રાવક ઘટના ફ્લેટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે વાહનચાલકે ગલુડિયા પર ગાડી ચઢાવ્યા બાદ જરા પણ દયા બતાવ્યા વગર ત્યાંથી પસાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇસ્થાનિક લોકો અને પશુપ્રેમીઓ દ્વારા આ મામલે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રાણીપ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરીને આરોપી જયપ્રકાશ સરોજ વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward