android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: આગામી 8થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે
calendar_today January 5, 2026

Gandhinagar: આગામી 8થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે

ગુજરાતમાં આઠથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વામિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી છે. વડાપ્રધાન મોદીએ પણ સોમનાથને લઈને સોશિયલ મીડિયામાં એક ખાસ લેખ લખ્યો હતો. આ ઉપરાંત પીએમ મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથના પ્રવાસે આવી રહ્યાં છે. સોમનાથ મંદિરની ગાથા કોઈ વિનાશની ગાથા નથી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, સોમનાથ મંદિરની ગાથા કોઈ વિનાશની ગાથા નથી. ભારત માતાના લાખો સંતાનોના સ્વાભિમાનની ગાથા છે. આ ગાથા છેલ્લા એક હજાર વર્ષથી ચાલે છે. જે ભારતના સ્વાભિમાનની અમર ગાથા છે. જે ક્યારેય અસત્ય સામે ઝૂકતું નથી. વડાપ્રધાન મોદી પ્રેરિત આ શાશ્વત ચેતના, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવ આઠમી જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વામિભાન પર્વ હેઠળ ઉજવવામાં આવશે. આ આપણા બધા માટે ભારત માતાને ગૌરવના શિખર પર સ્થાપિત કરવા માટે ઐતિહાસિક પ્રતિજ્ઞા લેવાની તક હશે. સોમનાથમાં PM મોદીના આગમનની તૈયારીઓ તેજ પીએમ મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથના પ્રવાસે આવી રહ્યાં છે. તેમના પ્રવાસને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જીતુ વાઘાણી અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ આજે સોમનાથ પહોંચ્યા હતાં. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. 10 અને 11 જાન્યુઆરીએ વડા પ્રધાન મોદી જાહેર સભા સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે.આ પણ વાંચોઃ PM Modi On Somnath Temple : વિધ્વંસ નહીં, સ્વાભિમાનની ગાથા, PM મોદીએ લખ્યો લેખ

Read Full Story arrow_forward
Bhavnagar: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મારામારીના 8 આરોપીઓનું કુંભારવાડામાં સરઘસ કાઢતી પોલીસ
calendar_today January 5, 2026

Bhavnagar: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મારામારીના 8 આરોપીઓનું કુંભારવાડામાં સરઘસ કાઢતી પોલીસ

ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં તાજેતરમાં બે પક્ષો વચ્ચે હિંસક મારામારીની ઘટના બની હતી. આ મામલે બોરતળાવ પોલીસ મથક દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બંને પક્ષના કુલ 08 આરોપીઓની ધરપકડ કરી તેમને ઘટનાસ્થળે લાવી ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.બે પક્ષો વચ્ચે હિંસક મારામારીની ઘટના બોરતળાવ પોલીસ મથકના પી.આઈ. (PI) સહિતના કાફલાએ તમામ આરોપીઓને મોતીતળાવ વિસ્તારની એ જ ગલીઓમાં ઉતાર્યા હતા જ્યાં તેમણે હિંસા આચરી હતી. પોલીસ જ્યારે આરોપીઓને લઈને નીકળી ત્યારે સ્થાનિક લોકોના મોટા ટોળાં એકઠા થયા હતા. આરોપીઓને જાહેરમાં આ રીતે લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા કરવાનો હતો.જાહેરમાં રિ-કન્સ્ટ્રક્શન અને લોકોના ટોળાંઆ કાર્યવાહી દરમિયાન બોરતળાવ પોલીસના પી.આઈ.એ ગુનેગારો અને સ્થાનિકોને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો." કોઈપણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે અથવા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો મજબૂત સંદેશ પાઠવ્યો હતો.આ પણ વાંચો: પોલીસ મથક પર યુવાનનો આપઘાતનો પ્રયાસ, બુટલેગરોના ત્રાસ અને પોલીસની પજવણીનો આક્ષેપ

Read Full Story arrow_forward
Agriculture News: શોખથી શરુ થયેલી ગૌ સેવાએ સાંતેજના મહેન્દ્રભાઈને શ્રેષ્ઠ પશુપાલકનું સન્માન અપાવ્યું
calendar_today January 5, 2026

Agriculture News: શોખથી શરુ થયેલી ગૌ સેવાએ સાંતેજના મહેન્દ્રભાઈને શ્રેષ્ઠ પશુપાલકનું સન્માન અપાવ્યું

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું સાંતેજ ગામ અહીંના ખેતરોમાં લહેરાતા ચારાની વચ્ચે એક એવો તબેલો છે. જે આજે પશુપાલન ક્ષેત્રે એક મોડેલ તબેલો બની ગયો છે.આ સફળતા પાછળ રહેલી છે મહેન્દ્રભાઈ પટેલની 12 વર્ષની અવિરત મહેનત પશુઓ પ્રત્યેનો તેમનો પ્રેમ અને કંઈક નવું કરવાની ખેવના. વાત છે વર્ષ ૨૦૧૨ની જ્યારે મહેન્દ્રભાઈ પટેલે માત્ર પોતાના પરિવારને શુદ્ધ દૂધ મળે અને તેમનો પશુપાલનનો શોખ પૂરો થાય તે હેતુથી માત્ર ૨ ગાય પાળી હતી. એ સમયે કોઈએ વિચાર્યું ન હતું કે, ગાયો પ્રત્યેનો તેમનો આ લગાવ એક દિવસ લાખોનું ટર્નઓવર કરતો વ્યવસાય બની જશે. સાંઢ સહિત ૭૦ થી ૮૦ ગાયોનો વિશાળ પરિવાર મહેન્દ્રભાઈએ ગાયોની સંખ્યા વધારી અને આજે તેમના તબેલામાં ૫ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સાંઢ સહિત ૭૦ થી ૮૦ ગાયોનો વિશાળ પરિવાર છે. જેમાં મોટાભાગની ગુજરાતની દેશી ઓલાદ ગીર ગાય છે. મહેન્દ્રભાઈએ પશુપાલનને માત્ર ધંધો નહીં, પણ પશુઓને પોતાનો પરિવાર ગણીને તબેલામાં અનેકવિધ નવીન પહેલ કરી છે. તેમણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગાયોને તકલીફ ન પડે તે માટે તબેલામાં પંખા અને કૂલરની વ્યવસ્થા કરી છે. તેઓ માને છે કે,જો પશુ સુખી હશે તો જ તે સુખ આપશે.આ ઉપરાંત તબેલામાં માખી કે જીવજંતુનો ત્રાસ ન થાય તે માટે મહેન્દ્રભાઈએ કુદરતી સિક્યુરિટી ગાર્ડ તરીકે ૧૫-૨૦ મરઘા પણ પાળ્યા છે.આ મરઘા તબેલામાં અને તેની આસપાસમાં રહેલા કીટકોને ખાઈ જાય છે, પરિણામે દવા વગર જ તબેલો જીવાતમુક્ત રહે છે. ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે મહેન્દ્રભાઈ ગાયોને માત્ર ઘાસ જ નહીં પણ રચકો, ખોળ, કપાસિયા, ગોળ અને મકાઈનું મિશ્રણ કરીને એક 'બેલેન્સ્ડ ડાયેટ' આપે છે. એમાં પણ, ગાયોનો તમામ ચારો પાછો પોતાના જ ખેતરમાં કેમિકલ વગર પ્રાકૃતિક રીતે ઉગાડે છે,જેથી ગાયોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. ગાયના છાણને પણ તેઓ વેડફવા નથી દેતા. છાણમાંથી વર્મી કમ્પોસ્ટ બનાવીને મહેન્દ્રભાઈ તેનું અન્ય ખેડૂતોને વેચાણ કરે છે.આમ, દૂધથી લઈને છાણ સુધી સંપૂર્ણ તબેલો તેમની આવકનું માધ્યમ બન્યો છે. મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે. જો આપણે પશુઓના સ્વાસ્થ્ય અને આહારનું ધ્યાન રાખીએ, તો પશુપાલન એ ખેતી સાથે પૂરક આવકનો શ્રેષ્ઠ સ્ત્રોત બની શકે છે. પશુ અને માનવી વચ્ચેના અતૂટ વિશ્વાસનું સન્માન મહેન્દ્રભાઈ પાસે હાલની સ્થિતિએ ૨૦થી વધુ દૂધણી ગાયો છે,જે રોજનું સરેરાશ ૧૨૦ લીટર જેટલું અમૃત જેવું દૂધ આપે છે.દૂધ અને તેમાંથી બનતા શુદ્ધ ઘીની સુવાસ દૂર-દૂર સુધી ફેલાયેલી છે. મહેન્દ્રભાઈએ હવે માત્ર દૂધ ઉત્પાદન જ નહીં, પણ ગીર ઓલાદના સાંઢ દ્વારા પશુ સંવર્ધનની દિશામાં પણ મોટું કદમ ઉઠાવ્યું છે. તેઓ હવે ગીર ગાય અને ગીર સાંઢથી પોતાના તબેલામાં ઓલાદ સુધારણા અને દૂધ ઉત્પાદકતા વધારવાની દિશામાં પણ કામ કરી રહ્યા છે. તેમની આ નિષ્ઠાને બિરદાવતા ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા મહેન્દ્રભાઈ પટેલની ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે પસંદગી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવતીકાલે પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે મહેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે સન્માનિત કરવામાં આવશે. જે માત્ર મહેન્દ્રભાઈનું નહીં, પણ પશુ અને માનવી વચ્ચેના અતૂટ વિશ્વાસનું સન્માન હશે. આ પણ વાંચોઃ Bhavnagar: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મારામારીના 8 આરોપીઓનું કુંભારવાડામાં સરઘસ કાઢતી પોલીસ

Read Full Story arrow_forward