android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News : કચ્છનો દરિયાકાંઠો બ્લૂ ઇકોનોમીનું પાવરહાઉસ બનશે
calendar_today January 5, 2026

Gujarat News : કચ્છનો દરિયાકાંઠો બ્લૂ ઇકોનોમીનું પાવરહાઉસ બનશે

આવનારા સમયમાં દેશના આર્થિક ગ્રોથમાં બ્લૂ ઇકોનોમી મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ગુજરાતને મળેલા વિશાળ દરિયા કિનારામાં કચ્છ સૌથી વધુ દરિયાનો વિસ્તાર ધરાવે છે. ત્યારે આવનારા સમયમાં દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં કચ્છ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. વડાપ્રધાન મોદી બ્લૂ ઇકોનોમી વિકસિત કરવા પર ભાર મુકતા તાજેતરમાં જ કહ્યું હતું કે, આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં ગ્રીન પ્લેનેટના નિર્માણ માટે બ્લૂ ઇકોનોમી એક માધ્યમ બનશે. ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે જે દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. બ્લૂ ઇકોનોમી એટલે શું ? બ્લૂ ઇકોનોમીનો અર્થ માત્ર માછીમારી કે જહાજવાડાથી જ નથી, પરંતુ સમુદ્ર આધારિત સમગ્ર આર્થિક માળખાનો સમાવેશ થાય છે. જેમાં મરીન બાયોટેક્નોલોજી, ગ્રીન એનર્જી,ગહન સમુદ્ર સંશોધન,ઇકો-ટુરિઝમ, પોર્ટ- લોજિસ્ટિક્સ અને સ્માર્ટ ફિશિંગ વગેરેનો સમાવેશ થાય છે. સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી ડો.જીતેન્દ્ર સિંહના કહેવા મુજબ બ્લૂ ઇકોનોમી ભારતની હરિત વિકાસ યાત્રાનું નવો પાયો બની શકે છે. બંદરોને આધુનિક બનાવવાની સાથે વેપારમાં ઝડપ લાવવા સરકારે સાગરમાલા પ્રોજેક્ટ અમલી કર્યો છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માછીમારી ક્ષેત્રમાં બ્લૂ રિવોલ્યુશન લાવી રહી છે.કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) સમગ્ર દેશમાં લાગુ કરી છે. જેમાં મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. મત્સ્યપાલન ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકારના પ્રયાસો ગુજરાતના લાંબા દરિયાકિનારાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેક પહેલો હાથ ધરી છે, જેમાં ડીઝલના વેટદરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસીડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન માટે જમીન આપવી, રસ્તા અને વીજળીની સુવિધાઓ, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે.રાજ્ય સરકાર દ્વારા મત્સ્યોદ્યોગના વિકાસ માટે ઘણી નવી પહેલો શરૂ કરી છે, જેમાં મત્સ્ય ઉછેર અને ઉત્પાદન માટે બાયોફલોકની સ્થાપનામાં સહાય, ઝીંગા તળાવની પૂર્વ તૈયારી માટે દવા અને મિનરલ તેમજ ખોરાક તરીકે આપવામાં આવતા પ્રોબાયોટિકની ખરીદી ઉપર સહાય કેજ કલ્ચર માટે સહાયનો સમાવેશ થાય છે. કચ્છમાં મત્સ્યોદ્યોગનો વિકાસ ગુજરાત મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ રાજ્ય દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે છે, જે રાજ્યની જળસંપત્તિની તાકાત દર્શાવે છે. ૪૦૬ કી.મી. જેટલો દરિયા કિનારો કચ્છ જિલ્લાને મળેલ છે. કે જે ગુજરાતના અન્ય જિલ્લા કરતા સૌથી વધારે ૨૫.૩૮ % ધરાવે છે. કચ્છ જિલ્લામાં બોટોમાં મુખ્યત્વે ગીલનેટ, ડોલનેટ, પટ્ટીજાળ તથા ચક્કર જાળ દ્વારા માછીમારી કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં મુખ્ય પાપલેટ, સુરમાઈ, ઝીંગા, લોબસ્ટર પલ્લી, પાલવા, રાઉસ, બોઇ-ગાંધીયા, કરચલા તેમજ અન્ય ઘણી પ્રજાતિઓની માછીમારી કરવામાં આવે છે. કચ્છ જિલ્લાનું દરિયાઈ ઉત્પાદન કચ્છ જિલ્લાનું દરિયાઈ ઉત્પાદન જોઈએ તો ૫૯૨૧૩ મેટ્રિક ટન (ગુજરાતનાં કુલ ઉત્પાદન નાં ૮.૪૦ %) કે જે રૂ.૧૬૫ પ્રતિ કિલો મુજબ રાજ્યે અંદાજે ૯૮૦૦૦ લાખનું હૂંડિયામણ કચ્છ જિલ્લામાંથી મેળવેલું છે.(વર્ષ ૨૦૨૩-૨૪ મુજબ), કચ્છ જિલ્લામાં સરકારશ્રીની યોજના જેવી કે, મત્સ્યોદ્યોગ તાલીમ, ગીલનેટ, પી.પી.રોપ, ઇન્સ્યુલેડેટ બોક્ષ, રેફ્રીજરેડ વાન, લાઈફ સેવિંગ ઇકવીપમેન્ટની ખરીદી જેવી વિવિધ યોજનાઓ હેઠળ છેલ્લા ૩ વર્ષમાં કુલ ૪૪૪ લાભાર્થીઓને કુલ રૂ. ૧૦૭.૮૦ લાખનું વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓને સીધે-સીધું તેઓના ખાતામાં ચૂકવણું કરવામાં આવેલ છે.આ પણ વાંચોઃ Rajkot: વિન્ડફાર્મ કંપનીઓની દાદાગીરી આવી સામે, ખેતરોમાંથી મંજૂરી વગર બારોબાર કાઢ્યો રસ્તો

Read Full Story arrow_forward
Rajkot મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયરને કોન્ટ્રાક્ટરે લાફો મારતા વિવાદ
calendar_today January 5, 2026

Rajkot મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયરને કોન્ટ્રાક્ટરે લાફો મારતા વિવાદ

રાજકોટ મહાનગરપાલિકા (RMC) માં ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. વોર્ડ નં. 18 માં પેવિંગ બ્લોકનું કામ રાખનાર પેટા કોન્ટ્રાક્ટરે ફરજ પરના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો ઝીંકી દેતા મનપાના ઇજનેરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. રાજકોટ મનપાના ઇસ્ટ ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા ધવલભાઈ ગોલાણીયાને પેવિંગ બ્લોકના પેટા કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ બોલાચાલી બાદ ફડાકો ઝીંકી દીધો હતો.પેવિંગ બ્લોકના પેટા કોન્ટ્રાકટરે કર્મચારીને માર્યો હતોકોન્ટ્રાક્ટરને કામ બાબતે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ 'વાયબ્રન્ટ ગુજરાત'ની કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે અધિકારીઓ તેને મળી શક્યા નહોતા. આ વાતની અદાવત રાખીને કોન્ટ્રાક્ટરે ઉશ્કેરાઈ જઈને એન્જિનિયર પર હુમલો કર્યો હતો. પોતાના સાથી કર્મચારી પર થયેલા હુમલાને પગલે RMC ના એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા તાત્કાલિક અસરથી કામકાજ ઠપ્પ કરી હડતાળ પાડવામાં આવી છે. વોર્ડ નં 18ના પેવિંગ બ્લોકના પેટા કોન્ટ્રાકટર સામે રોષકર્મચારીઓની માંગ છે કે ફરજ પરના અધિકારી પર હાથ ઉપાડનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે. રાજકોટ મનપામાં ધોળે દિવસે બનેલી આ ઘટનાએ વહીવટી તંત્રમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસ આ મામલે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Indian Armyની નવી તાકાત 'ભૈરવ', 15 જાન્યુઆરીએ જયપુરમાં જોવા મળશે શક્તિ પ્રદર્શન
calendar_today January 5, 2026

Indian Armyની નવી તાકાત 'ભૈરવ', 15 જાન્યુઆરીએ જયપુરમાં જોવા મળશે શક્તિ પ્રદર્શન

યુદ્ધના પડકારોનો સામનો કરવા માટે ભારતીય સેનાએ 1,00,000થી વધુ ડ્રોન ઓપરેટરોનું એક દળ તૈયાર કર્યું છે. તેને મોડર્ન વેલફેર ફોર્સ 'ભૈરવ' કહેવામાં આવે છે. તેને આધુનિક યુદ્ધના પડકારોનો સામનો કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે અને તેનો ઉદ્દેશ્ય સરહદ પાર કામગીરી માટે કરવાનો છે. 'ભૈરવ' 15 જાન્યુઆરીએ જયપુરમાં પ્રથમ વખત તેની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે.લગભગ 15 બટાલિયનની રચના કરવામાં આવી પરંપરાગત પાયદળ અને પેરા-સ્પેશિયલ ફોર્સ વચ્ચેના અંતરને દૂર કરવા માટે ભૈરવનું દળ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફોર્સ આધુનિક શસ્ત્રો અને સાધનોથી સજ્જ છે. તેના 1,00,000થી વધુ સૈનિકો ડ્રોન ઓપરેશનમાં તાલીમ પામેલા છે, જે યુદ્ધની સ્થિતિમાં દુશ્મનના સ્થળોને નિશાન બનાવવા સક્ષમ છે. હાલમાં આવી લગભગ 15 બટાલિયનની રચના કરવામાં આવી છે, જે ભવિષ્યમાં 25 સુધી વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. આ બટાલિયનનો ઉદ્દેશ્ય પેરા સ્પેશિયલ ફોર્સ અને નિયમિત પાયદળ બટાલિયન વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. ભૈરવ બટાલિયનના કમાન્ડિંગ ઓફિસરના જણાવ્યા અનુસાર, આ દળની રચના આધુનિક યુદ્ધના બદલાતા સ્વભાવને સંબોધવા માટે કરવામાં આવી હતી. 'ભૈરવ' 'હાઈબ્રિડ' પડકારોનો સામનો કરશે તેમણે જણાવ્યું કે ભૈરવ બટાલિયનની રચના આધુનિક યુદ્ધની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી. આજે, યુદ્ધો હવે સરહદો પર સામ-સામે લડાઈ સુધી મર્યાદિત નથી. ટેકનોલોજી, સાયબર અને માહિતી પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભૈરવ બટાલિયનની રચના આ "હાઇબ્રિડ" પડકારોનો સામનો કરવા માટે કરવામાં આવી હતી. ભૈરવ બટાલિયને સેનાના દળોને મજબૂત બનાવવા અને તેમની અસરકારકતા વધારવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. તે રણ વિસ્તારોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ બટાલિયનના મોટાભાગના સૈનિકો રાજસ્થાનના છે. તેમને સ્થાનિક ભાષા, કઠોર હવામાન અને રેતાળ ભૂપ્રદેશનો ઊંડો અનુભવ છે, એટલે જ તેમને 'ભૂમિપુત્ર' કહેવામા આવ્યા છે. 'ભૈરવ' 15 જાન્યુઆરીએ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે બટાલિયનના કમાન્ડિંગ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે મહિનાઓની સખત મહેનત પછી, બટાલિયને અખંડ પ્રહાર કવાયત દરમિયાન પોતાની ક્ષમતા સાબિત કરી છે. દક્ષિણ આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલે વ્યક્તિગત રીતે તેમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દળ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ભૈરવ બટાલિયનનું લક્ષ્ય દુશ્મનને ઝડપી, કાર્યક્ષમ અને નિર્ણાયક રીતે જવાબ આપવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે ભૈરવ 15 જાન્યુઆરીએ જયપુરમાં આર્મી ડે પરેડમાં પ્રથમ વખત તેની તાકાતનું પ્રદર્શન કરશે.આ પણ વાંચો: Andhra Pradesh : ONGCની પાઈપલાઈનમાંથી ગેસ લીકેજ થતાં લાગી ભીષણ આગ, આસપાસના ગામને ખાલી કરાવવામાં આવ્યા

Read Full Story arrow_forward