android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Kisan Yojana : 2000 રૂપિયાનો હપ્તો લેવા માટે ખેડૂતોએ બનાવવું પડશે આ 'ખાસ આઈડી', જાણો વિગત
calendar_today January 5, 2026

PM Kisan Yojana : 2000 રૂપિયાનો હપ્તો લેવા માટે ખેડૂતોએ બનાવવું પડશે આ 'ખાસ આઈડી', જાણો વિગત

દેશભરના લાખો ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફક્ત એક સરકારી યોજના નથી, પરંતુ આશાનું કિરણ છે. વાર્ષિક મળતા 6,000 રૂપિયા નાના ખેડૂતો માટે નોંધપાત્ર સહાય પૂરી પાડે છે. અત્યાર સુધી મોટાભાગના ખેડૂતો માનતા હતા કે જો તેઓ તેમના e-KYC પૂર્ણ કરે અને તેમના જમીનના દસ્તાવેજો લિંક કરે તો પૈસા મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. પરંતુ, જો તમે પણ આ વિચાર સાથે બેઠા છો તો સાવચેત રહો. નિયમોમાં મોટો ફેરફાર થયો છે અને જો તમે તેના પર ધ્યાન નહીં આપો તો આગામી હપ્તામાં વિલંબ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકારે હવે e-KYCની સાથે 'ખેડૂત ID' પણ ફરજિયાત બનાવી દીધું છે.'ખેડૂત ID' શું છે ? હવે ફક્ત તમારા KYCને અપડેટ કરવું પૂરતું રહેશે નહીં. સરકારે AgriStack દ્વારા ખેડૂતોનો ડિજિટલ ડેટાબેઝ બનાવવાનું નક્કી કર્યું છે. આનો અર્થ એ છે કે જો તમારી પાસે ખેડૂત ID નથી તો સિસ્ટમ તમને આગામી હપ્તાની યાદીમાંથી બાકાત રાખી શકે છે. સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ્ય મધ્યસ્થીઓને દૂર કરવાનો છે અને ખાતરી કરવાનો છે કે જે લોકો ખરેખર ખેતરોમાં કામ કરી રહ્યા છે તેમને જ ₹2,000 નો હપ્તો મળે. 'ખેડૂત ID' માં શું ખાસ છે? 'ખેડૂત ID' ને ખેડૂતની 'ડિજિટલ કુંડળી' તરીકે ગણી શકાય. જેમ આધાર કાર્ડ તમને ઓળખે છે, તેમ આ ID તમારા સમગ્ર ખેતી ઈતિહાસને ઉજાગર કરશે. આ અનોખા IDમાં ફક્ત તમારું નામ કે સરનામું જ નહીં; તે તમારી પાસે કેટલી જમીન છે, તમે કયા પાક ઉગાડો છો, તમે કયા પ્રકારનું ખાતર વાપરો છો અને તમે પશુપાલન પણ કરો છો કે કેમ તે પણ રેકોર્ડ કરશે. આનો અર્થ એ છે કે સરકાર ફક્ત એક ક્લિકથી જાણી શકશે કે કયો ખેડૂત શું ઉગાડી રહ્યો છે. આનાથી ખાતર અને બિયારણની અછત અને ભવિષ્યમાં અન્ય સમસ્યાઓનો સામનો કરવામાં પણ મદદ મળશે. ખેડૂત ઓળખપત્ર મેળવવું છે ખૂબ જ સરળ આ નવી સિસ્ટમ વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર સમજે છે કે દરેક ખેડૂત ઈન્ટરનેટ-સેવી નથી, તેથી ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પો ખોલવામાં આવ્યા છે. જો તમને મોબાઈલ ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર હોય તો તમે એગ્રીસ્ટેક વેબસાઈટની મુલાકાત લઈને ઘરે બેઠા તમારી નોંધણી કરાવી શકો છો. ત્યાં, તમારે આધારનો ઉપયોગ કરીને e-KYC પૂર્ણ કરવાની અને તમારી ખેતીની માહિતી દાખલ કરવાની જરૂર પડશે. તમારે જમીનના દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાની જરૂર પડી શકે છે. વધુમાં, દેશના વિવિધ પ્રદેશોમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યાં ફક્ત તમારા આધાર અને જમીનના દસ્તાવેજો બતાવો, અને અધિકારીઓ સ્થળ પર જ તમારી વિગતો ચકાસી લેશે, અને તમારું અનોખું ખેડૂત ID જનરેટ કરવામાં આવશે. આ પણ વાંચો: Andhra Pradesh : ONGCની પાઈપલાઈનમાંથી ગેસ લીકેજ થતાં લાગી ભીષણ આગ, આસપાસના ગામને ખાલી કરાવવામાં આવ્યા

Read Full Story arrow_forward
Jam Khambhaliyaમાં ચાઇનીઝ દોરીનો કહેર, હાજી ચોકમાં ચાઇનીઝ દોરીથી બાળકનું ગળું કપાયું
calendar_today January 5, 2026

Jam Khambhaliyaમાં ચાઇનીઝ દોરીનો કહેર, હાજી ચોકમાં ચાઇનીઝ દોરીથી બાળકનું ગળું કપાયું

જામ ખંભાળીયાના વ્યસ્ત એવા હાજી ચોક વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ એક માસૂમ બાળકનો શ્વાસ અધ્ધર કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, બાળક જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે લટકતી ચાઇનીઝ દોરી તેના ગળાના ભાગે ફસાઈ ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે જોતજોતામાં બાળકના ગળાના ભાગે ઊંડો ઘા પડી ગયો હતો અને લોહીની નદીઓ વહેવા લાગી હતી. સદ્દનસીબે બાળકનો જીવ બચ્યો આ ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોહીલુહાણ બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, બાળકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને ૩ ટાંકા લેવા પડ્યા છે. સદનસીબે બાળકનો જીવ બચી ગયો છે, પરંતુ આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી હતી. વેચાણ પણ પ્રતિબંધ છતાં ક્યાં વેચાય છે આ દોરી? તંત્ર સામે સવાલ અને કાર્યવાહીની માંગ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, ખંભાળીયામાં આ દોરી ક્યાંથી આવી? છુપા રસ્તે વેચાતી આ દોરી કોણ વેચી રહ્યું છે? આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે જે વેપારીઓ લાલચમાં આવીને લોકોના જીવ જોખમમાં મૂકે છે અને આ પ્રતિબંધિત દોરી વેચે છે, તેમની સામે પોલીસે કડકમાં કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ. આ પણ વાંચોઃ Rajkot: વિન્ડફાર્મ કંપનીઓની દાદાગીરી આવી સામે, ખેતરોમાંથી મંજૂરી વગર બારોબાર કાઢ્યો રસ્તો

Read Full Story arrow_forward
Gujaratમાં એનર્જી સ્ટોરેજ ક્ષેત્રે રાજેશ પાવરનો મોટો ધડાકો: 65 MWનો પાવરફુલ BESS પ્રોજેક્ટ મેળવ્યો
calendar_today January 5, 2026

Gujaratમાં એનર્જી સ્ટોરેજ ક્ષેત્રે રાજેશ પાવરનો મોટો ધડાકો: 65 MWનો પાવરફુલ BESS પ્રોજેક્ટ મેળવ્યો

એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જાણીતી કંપની રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડ (RPSL) એ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) પાસેથી એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેળવીને ગ્રીડ-સ્કેલ બેટરી સ્ટોરેજ ક્ષેત્રે સત્તાવાર પ્રવેશ કર્યો છે. કંપનીને ગુજરાતમાં 65 MW / 130 MWh ક્ષમતાની સ્ટેન્ડઅલોન બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ (LOI) પ્રાપ્ત થયો છે.પ્રોજેક્ટની મુખ્ય વિગતો આ પ્રોજેક્ટ ગુજરાતના વીરપોર ખાતે સ્થાપવામાં આવશે. આ એક 'બિલ્ડ, ઓન અને ઓપરેટ' (BOO) મોડલ પર આધારિત પ્રોજેક્ટ છે, જેને પાવર સિસ્ટમ ડેવલપમેન્ટ ફંડ (PSDF) દ્વારા વાયબિલિટી ગેપ ફંડિંગની મદદ મળી છે. બેટરી એનર્જી સ્ટોરેજ પરચેઝ એગ્રીમેન્ટ (BESPA) થયાના 18 મહિનાની અંદર આ પ્રોજેક્ટને કાર્યરત કરવાની યોજના છે. BESSના ફાયદા અને ક્ષમતા વીજ સપ્લાય: આ સિસ્ટમ ૨ કલાક સુધી સતત 65 મેગાવોટ વીજળી પૂરી પાડી શકે છે. ગ્રીડ સ્થિરતા: જ્યારે વીજળીની માંગ સૌથી વધુ (Peak Demand) હોય ત્યારે આ સિસ્ટમ ગ્રીડને સ્થિરતા પ્રદાન કરશે. રિન્યૂએબલ એનર્જી: સૌર અને પવન ઉર્જા જેવી પુનઃપ્રાપ્ય ઉર્જાના સંગ્રહ અને તેના કાર્યક્ષમ ઉપયોગમાં આ પ્રોજેક્ટ મદદરૂપ થશે. કંપનીનું વિઝન રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુરાંગ પંચાલે જણાવ્યું હતું કે, "ભારતની પાવર સિસ્ટમમાં બેટરી સ્ટોરેજ હવે અનિવાર્ય ભાગ બની રહ્યું છે. આ પ્રોજેક્ટ અમારી કંપની માટે એક સીમાચિહ્નરૂપ છે, જે ગ્રીડ મોડર્નાઇઝેશન અને ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનમાં મહત્વનું યોગદાન આપશે." ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર રાજ્યભરમાં 2,000 MW / 4,000 MWh ની કુલ બેટરી સ્ટોરેજ ક્ષમતા વિકસાવવા માટે કાર્યરત છે, જે અંતર્ગત આ પ્રોજેક્ટ એક મહત્વનું કદમ માનવામાં આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward