Ahmedabad: બુલેટ ટ્રેનની કામગીરી હાલ પૂરતી બંધ રખાતા શાહિબાગ અંડરપાસ રાબેતા મુજબ ચાલુ રહેશે
અમદાવાદમાં કેટલાક બ્રિજ પર ખામી સર્જાતા બંધ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરીને લઈને શહેરમાં શાહિબાગ અંડરપાસ એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુલેટ ટ્રેનના પિલ્લરો પર સેગમેન્ટની કામગીરી કરવાની હોવાથી શાહિબાગ અંડરપાસ 12મી જાન્યુઆરી સુધી બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ હવે આ અંડરપાસને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. શાહીબાગ અંડરપાસ બંધનું જાહેરનામું પરત ખેંચાયું છે. શાહીબાગ અંડરપાસ બંધનું જાહેરનામું પરત ખેંચાયું અમદાવાદમા બુલેટ ટ્રેનના પિલ્લરો પર સેગમેન્ટની કામગીરી કરવાની હોવાથી શાહિબાગ અંડરપાસ આજથી 12મી જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ કામગીરી બંધ રાખવામાં આવી હોવાથી હવે શાહિબાગ અંડરપાસ રાબેતા મુજબ ચાલુ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સતત સાત દિવસ સુધી જો આ અંડરપાસ બંધ રાખવામાં આવત તો એરપોર્ટ અને ગાંધીનગર તરફથી આવતા વાહનોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડત. પરંતુ હવે આ અંડરપાસ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Rajkot: વિન્ડફાર્મ કંપનીઓની દાદાગીરી આવી સામે, ખેતરોમાંથી મંજૂરી વગર બારોબાર કાઢ્યો રસ્તો
Read Full Story arrow_forward