android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: બગદાણા કેસમાં તળાજાના DYSPને મહુવા DYSPનો ચાર્જ સોંપાયો, SITની રેન્જ આઈજી સાથે બેઠક
calendar_today January 5, 2026

Gandhinagar: બગદાણા કેસમાં તળાજાના DYSPને મહુવા DYSPનો ચાર્જ સોંપાયો, SITની રેન્જ આઈજી સાથે બેઠક

બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં આજે કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારે SITની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ SITની ટીમની હાલમાં રેન્જ આઈજી સાથે બેઠક યોજાઈ છે. ઘટનાને પગલે બગદાણાના પી.આઈ ડી વી ડાંગરને લિવ રિઝર્વમાં મુકાયા બાદ મહુવાના ઇન્ચાર્જ DYSP રિમાબા ઝાલા પાસેથી પણ ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે. તળાજાના DYSP એમ બી નકુમને મહુવા DYSP તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. SITની તપાસમાં અન્ય આરોપીઓના નામ ખુલે છે કે કેમ તેની સૌની ઉપર નજર છે. બગદાણા કેસમાં SITની રચના કરવામાં આવી બગદાણાના સેવક પર હુમલાના કેસમાં SITની રચના કરવામાં આવી છે. ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમારે SITની રચના કરી છે. અમરેલી ASP જયવીર ગઢવીની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. આ SITમાં 1 PI, 1 PSI અને બે હેડ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં SIT તપાસ કરશે અને તેનો રિપોર્ટ રેન્જ આઈજીને મોકલશે. SITને ગુના સંબંધિત કાગળો એકત્ર કરી રોજ રેન્જ આઈજીને રિપોર્ટ મોકલવા સૂચના આપવામાં આવી છે. કોળી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે મુલાકાત થયા બાદ SITની રચના કરવામાં આવી છે.  આ પણ વાંચોઃ Junagadh: સિંહણને પકડવા જતા મૃત્યુ પામેલા વન કર્મીના પરિવારને તાત્કાલિક સહાય ચૂકવવા આદેશ

Read Full Story arrow_forward
Gandhinagar: શહેરમાં બે મોત થયા પણ કારણ ટાઇફોઇડ નથી, મનપા કમિશનર અને સિવિલ સુપ્રિટેન્ડન્ટની સ્પષ્ટતા
calendar_today January 5, 2026

Gandhinagar: શહેરમાં બે મોત થયા પણ કારણ ટાઇફોઇડ નથી, મનપા કમિશનર અને સિવિલ સુપ્રિટેન્ડન્ટની સ્પષ્ટતા

ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના કેસોમાં થયેલા વધારાને પગલે લોકોમાં ભયનો માહોલ છે. કોંગ્રેસ દ્વારા ટાઇફોઇડના કારણે બે લોકોના મોત થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેની સામે આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) ના કમિશનર અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સત્તાવાર ખુલાસો કર્યો છે.તંત્રનો દાવો ટાઇફોઇડથી કોઈ મૃત્યુ નહીંમનપા કમિશનર અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ મીતા પરીખે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ટાઇફોઇડ અથવા કોઈ એપેડેમિક (મહામારી) ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. સિવિલમાં નોંધાયેલા બે મૃત્યુના કારણો અલગ-અલગ છે અને તેને વર્તમાન રોગચાળા સાથે જોડવું યોગ્ય નથી. શહેરમાં કુલ દર્દીઓ 152 નોંધાયા છે. જેમાં  હાલ સિવિલમાં સારવાર હેઠળ 113 છે. રજા આપવામાં આવેલા દર્દીઓ 32 છે. પાણીના સેમ્પલની તપાસ 343 (તમામ સેફ) છે. લીકેજ સમારકામ 21 સ્થળોએ લીકેજ દૂર કરાયા છે. હેલ્થ સર્વેક્ષણ 75,000 લોકોનો સર્વે પૂર્ણ થયો છે.પાણીના સેમ્પલ અને લીકેજની સ્થિતિશહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો હોવાની આશંકા વચ્ચે મનપા દ્વારા કુલ 343 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કમિશનરના જણાવ્યા મુજબ, તમામ સેમ્પલ રિપોર્ટમાં પીવાલાયક અને 'સેફ' જણાયા છે. જે વિસ્તારોમાં પાણીની લાઈનમાં 21 જેટલા લીકેજ હોવાની માહિતી મળી હતી, તેને તાત્કાલિક ધોરણે દુરસ્ત કરી દેવામાં આવ્યા છે.લોકોનો ડોર-ટુ-ડોર સર્વેકોર્પોરેશનની આરોગ્ય ટીમો દ્વારા અત્યાર સુધીમાં 75 હજારથી વધુ લોકોનો ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં પણ ટાઇફોઇડના દર્દીઓ માટે અલગ વોર્ડ અને પૂરતી દવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સુપ્રિટેન્ડન્ટે ઉમેર્યું હતું.આ પણ વાંચો: વસુધારા ડેરીની ચૂંટણીમાં મોટો આંચકો, ભાજપના મેન્ડેટનો સરેઆમ અનાદર, બળવાખોર ઉમેદવારોનો ભવ્ય વિજય

Read Full Story arrow_forward
Gir Somnath: સોમનાથમાં PM મોદીના આગમન પૂર્વે મંત્રીઓના ધામા, 10 અને 11 જાન્યુઆરીએ થશે ભવ્ય કાર્યક્રમો
calendar_today January 5, 2026

Gir Somnath: સોમનાથમાં PM મોદીના આગમન પૂર્વે મંત્રીઓના ધામા, 10 અને 11 જાન્યુઆરીએ થશે ભવ્ય કાર્યક્રમો

ગીર સોમનાથની પવિત્ર ભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર તંત્ર તેને યાદગાર બનાવવા માટે કામે લાગ્યું છે. આગામી 10 અને 11 જાન્યુઆરી દરમિયાન PM મોદી સોમનાથની મુલાકાત લેશે, જેમાં અનેક વિકાસલક્ષી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.PM મોદી બે દિવસ સોમનાથની મુલાકાતેમુલાકાતને આખરી ઓપ આપવા માટે રાજ્ય સરકારના મંત્રીઓનો કાફલો સોમનાથ પહોંચ્યો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, અને અર્જુન મોઢવાડિયા સહિતના ઉચ્ચ સચિવોએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. મંત્રીઓએ સુરક્ષા વ્યવસ્થા, સભા મંડપ અને પ્રોટોકોલ અંગે સ્થાનિક તંત્ર સાથે ઊંડી ચર્ચા કરી સમીક્ષા કરી હતી.મુખ્ય કાર્યક્રમો અને આકર્ષણવડાપ્રધાનના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન એક વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. સોમનાથ ખાતે એક ભવ્ય અશ્વ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. વડાપ્રધાન સોમનાથમાં રાત્રિ રોકાણ પણ કરવાના છે, જેના માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.સુરક્ષા અને વ્યવસ્થાPMના આગમનને પગલે ગીર સોમનાથ જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. હેલિપેડથી લઈને સભા સ્થળ અને સોમનાથ મંદિર સુધીના માર્ગો પર રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શ્રદ્ધાળુઓ અને નાગરિકોની સુવિધા માટે પાર્કિંગ અને અન્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.આ પણ વાંચો: શહેરમાં બે મોત થયા પણ કારણ ટાઇફોઇડ નથી, મનપા કમિશનર અને સિવિલ સુપ્રિટેન્ડન્ટની સ્પષ્ટતા

Read Full Story arrow_forward