Ahmedabad : પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ, માંડલમાં સમાજે યોજી જનક્રાંતિ મહારેલી
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આજે પાટીદાર સમાજ દ્વારા એક વિશાળ 'જન ક્રાંતિ મહારેલી' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કોઈ રાજકીય વિરોધ માટે નહીં, પરંતુ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ ના સમર્થનમાં અને તેમની સામે થયેલી કાર્યવાહીના વિરોધમાં કાઢવામાં આવી હતી.જેમાં અનેક મહિલાઓ જોડાઇ હતી. શું છે સમગ્ર મામલો? સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પર જમીન કૌભાંડના ગંભીર આરોપો લાગ્યા હતા, જેના પગલે સરકાર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, પાટીદાર સમાજ અને તેમના સમર્થકોનો દાવો છે કે રાજેન્દ્ર પટેલ એક નિષ્ઠાવાન અધિકારી છે અને તેમને ઉચ્ચ સ્તરીય ષડયંત્રના ભાગરૂપી ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આ સમગ્ર જનક્રાંતિ મહારેલીમાં મહિલાઓ પોસ્ટર લઇને ખાસ જોડાઇ હતી. નિષ્પક્ષ તપાસ કરવાની કરી માગ માંડલના માર્ગો પર નીકળેલી આ મહારેલીમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. રેલીમાં ન્યાય આપો ન્યાય આપોના નારા સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું, સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે રાજેન્દ્ર પટેલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. રેલીના અંતે સ્થાનિક વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માગ પણ કરવામાં આવી હતી. આંદોલન ઉગ્ર બનાવવાની આપી ચીમકી પાટીદાર સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જો આવનારા દિવસોમાં રાજેન્દ્ર પટેલને ન્યાય નહીં મળે અને તેમની સામેના ખોટા કેસો પરત ખેંચવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ રેલીએ માત્ર માંડલ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના વહીવટી તંત્રનું ધ્યાન ખેંચ્યું છે. આ પણ વાંચોઃ Bagdana: કોળી યુવકને માર મારવાની ઘટનાને લઇ સમાજના આગેવાનો CMને રજૂઆત માટે પહોંચ્યા
Read Full Story arrow_forward