Palanpur: સાંતલપુર મામલતદાર આત્મહત્યા પ્રયાસ મામલો, પિતાને 4 વર્ષથી ટોર્ચર કરી પૈસા મંગાતા હતા – પુત્રનો ગંભીર આક્ષેપ
બનાસકાંઠાના પાલનપુર ખાતે સારવાર હેઠળ રહેલા સાંતલપુરના મામલતદાર ડી.ડી. પંડ્યાની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન તેમના પુત્ર રોહિત પંડ્યાએ મીડિયા સમક્ષ પિતા પર થયેલા માનસિક ત્રાસની વિગતો આપતા ખળભળાટ મચી ગયો છે.સાંતલપુર મામલતદાર આત્મહત્યા પ્રયાસ મામલોરોહિત પંડ્યાના જણાવ્યા અનુસાર, તેમના પિતાને છેલ્લા 4 વર્ષથી કોઈ અજ્ઞાત શખ્સો અથવા ટોળકી દ્વારા સતત પરેશાન કરવામાં આવી રહ્યા હતા. મામલતદારને કોઈ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને બ્લેકમેલ કરવામાં આવતા હતા. છેલ્લા ચાર વર્ષથી આ શખ્સો સતત પૈસાની માંગણી કરીને પિતાને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા હતા. રોહિતે જણાવ્યું કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પરંતુ આખી ગેંગ આમાં સંડોવાયેલી છે. જો પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે તો ઘણા મોટા નામો બહાર આવી શકે છે.પોલીસ કાર્યવાહી અને નિવેદનઘટનાની જાણ થતા જ પોલીસે હોસ્પિટલ પહોંચી મામલતદાર ડી.ડી. પંડ્યા તેમજ તેમના પુત્ર રોહિતનું પ્રાથમિક નિવેદન નોંધ્યું છે. મામલતદારે આત્મહત્યાના પ્રયાસ પહેલા એક વીડિયો પણ બનાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેમાં તેમણે પોતાની વ્યથા અને ટોર્ચર કરનારાઓનો ઉલ્લેખ કર્યો હોવાની શક્યતા છે. મૂળ સુઈગામના બેણપ ગામના અને થરાદના વજેગઢ ગામના વતની એવા મામલતદાર પંડ્યાને સૌ પ્રથમ થરાદમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, તબિયત વધુ લથડતા તેમને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા છે.આ પણ વાંચો: આંકલાવના અંબાવમાં હાઈવોલ્ટેજ ડ્રામા, આધેડે જાતે જ આગ ચાંપી હોવાનો વીડિયો આવ્યો સામે, તપાસમાં નવો વળાંક
Read Full Story arrow_forward