android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: ચાંદીમાં એક તરફથી તેજીને કારણે રોકાણકારોના બે હજાર કરોડ ડૂબ્યા, 60 હજાર કારીગરો બેકાર થયાનો દાવો
calendar_today January 5, 2026

Rajkot: ચાંદીમાં એક તરફથી તેજીને કારણે રોકાણકારોના બે હજાર કરોડ ડૂબ્યા, 60 હજાર કારીગરો બેકાર થયાનો દાવો

ચાંદીના ભાવ આસમાને પહોંચતા જ રાજકોટના ચાંદી બજારમાં ગ્રહણ લાગ્યું છે. શહેરમાં ચાંદીના 50થી 60 જેટલા યુનિટને તાળા વાગ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ચાંદીના ભાવમાં ઘટાડો થવાની આશાએ વેપારીઓએ મોટું રોકાણ કર્યું હતું. બીજી તરફ ગ્રાહકોએ નફામાં ચાંદીનું વેચાણ કરતાં વેપારીઓ ડૂબ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ચાંદીમાં વેપારીઓના બે હજાર કરોડ ડૂબ્યા હોવાનો અંદાજ સામે આવ્યો છે. 55થી 60 યુનિટમાં તાળા લાગ્યા હોવાનો દાવો દિવાળીમાં શહેરમાં સાતથી આઠ હજાર યુનિટ ધમધમતા હતાં. હવે રાજકોટમા ત્રણેક હજાર યુનિટ જ ચાલુ છે. ભાવ વધતાં યુનિટો પર અસર વર્તાઈ છે. જેના કારણે માર્કેટમાં પણ ગ્રાહકો પર અસર જોવા મળી છે. એક તરફી ચાંદીમા તેજીને કારણે રોકાણકારો ભરપુર રૂપિયા કમાયા પરંતુ તેમના હાથમાં નફો કે મૂડી હાથમાં આવી જ નથી. જે વેપારીઓ પાસે કરોડોની સંખ્યામાં રોકાણ કર્યું તેવા રાજકોટના 55થી 60 યુનિટમાં તાળા લાગ્યા હોવાનો દાવો કરાયો છે. ગ્રાહકોએ નફો લેતા વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું ચાંદીમાં ભાવ ઘટશે તેવી આશાએ વેપારીઓએ મોટા સોદા કર્યા પણ એક તરફી તેજીએ ગ્રાહકોએ નફો લેતા વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું છે. ડોક્ટર, ઉદ્યોગપતિ, બિલ્ડર સહિતનાઓના ચાંદીમાં રોકાયેલા અંદાજે બે હજાર કરોડ રૂપિયા ડૂબ્યાનો દાવો કરાયો છે. જેના કારણે રાજકોટમાં 55થી 60 હજાર કારીગરો બેરોજગાર બન્યા હોવાની જાણકારી મળી છે. આ પણ વાંચોઃ Gandhinagar: બગદાણા કેસમાં કોળી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ SITની રચના કરાઈ

Read Full Story arrow_forward
Daman: ખાનગી કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, 15થી વધુ ફાયર ફાઈટરોની મદદથી મેળવાયો કાબૂ
calendar_today January 5, 2026

Daman: ખાનગી કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, 15થી વધુ ફાયર ફાઈટરોની મદદથી મેળવાયો કાબૂ

સંઘપ્રદેશ દમણના ડાબેલ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પવનની તેજ ગતિના કારણે આગ એટલી વિકરાળ બની હતી કે તેણે બાજુમાં આવેલી અન્ય એક કંપનીને પણ લપેટમાં લીધી હતી. આખરે 'બ્રિગેડ કોલ' જાહેર કરી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.ભારે પવનને કારણે આગ બેકાબૂ બનીઘટનાની વિગત મુજબ, ડાબેલ ખાતે આવેલી એસ. પેકેજિંગ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પેકેજિંગ મટીરીયલ હોવાને કારણે અને તે સમયે ફૂંકાઈ રહેલા ભારે પવનને લીધે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા બે કિલોમીટર દૂરથી પણ આકાશમાં જોઈ શકાતા હતા.બ્રિગેડ કોલ જાહેર કરી આગ પર કાબૂઆગની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે માત્ર દમણ જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ દમણ, સેલવાસ, વાપી અને સરીગામના 15થી વધુ સરકારી ફાયર ફાઈટરો અને કેટલીક ખાનગી કંપનીઓના ફાયર એન્જિનો બોલાવવામાં આવી હતી.આગ પર પાણીનો મારો ચલાવવામાં મુશ્કેલી પડીફાયર વિભાગના જણાવ્યા અનુસાર, પવન સતત દિશા બદલી રહ્યો હતો અને તેની ગતિ તેજ હોવાથી પાણીનો મારો ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. આગ બાજુમાં આવેલી બીજી કંપની સુધી પણ ફેલાઈ ગઈ હતી, જેના કારણે નુકસાનનો આંકડો વધવાની ભીતિ છે. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.આ પણ વાંચો:આઇશર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, ટેમ્પો ચોરી કરી અંકલેશ્વરમાં કટિંગ કરી વેચતા 5 શખ્સો ઝડપાયા

Read Full Story arrow_forward
Ahmedabad : ગુજરાત પોલો ક્લબ દ્વારા યોજાયેલી ત્રણ દિવસીય અમદાવાદ પોલો ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન
calendar_today January 5, 2026

Ahmedabad : ગુજરાત પોલો ક્લબ દ્વારા યોજાયેલી ત્રણ દિવસીય અમદાવાદ પોલો ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાતમાં પોલો રમતને પુનર્જીવિત કરવાના આશય સાથે આયોજિત 'અમદાવાદ પોલો ટુર્નામેન્ટ' રવિવારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ. શેલા સ્થિત ગુજરાત પોલો ક્લબ ખાતે 2 થી 4 જાન્યુઆરી દરમિયાન રમાયેલી આ ટુર્નામેન્ટે સાબિત કર્યું કે અમદાવાદ રાષ્ટ્રીય સ્તરના પોલો આયોજન માટે સજ્જ છે. અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ ઇવેન્ટમાં રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું અદ્ભુત સંયોજન જોવા મળ્યું હતું. મહિલા અને પુરુષોની ફાઇનલ મેચનો જોવા મળ્યો રોમાંચ ટુર્નામેન્ટના છેલ્લા દિવસે પ્રેક્ષકોને રોમાંચક સ્પર્ધાઓ જોવા મળી હતી. મહિલાઓની શ્રેણીમાં લાયન્સ ડેન લિજેન્ડ્સ અને એપોલો એવિએટર્સ વચ્ચે રસાકસી જામી હતી, જેમાં લાયન્સ ડેન લિજેન્ડ્સે 4-3 થી જીત મેળવી હતી. ડો. શિવાંગી જયસિંહે ત્રણ ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. અત્યંત રસાકસી ભરી રહી હતી પુરૂષોની ફાઇનલ પુરુષોની ફાઇનલ મેચ પુણે વોરિયર્સ અને મેફેર પોલો વચ્ચે અત્યંત રસાકસીભરી રહી હતી. નિર્ધારિત સમયના અંતે બંને ટીમો ૭-૭ થી બરાબરી પર હતી. અંતે, ગોલ્ડન ગોલના આધારે પુણે વોરિયર્સે 8-7 થી ટાઇટલ જીતી લીધું હતું. પુણે વોરિયર્સ તરફથી લાન્સ વોટસને સર્વાધિક સાત ગોલ કરીને મેદાન ગજવ્યું હતું. ટુર્નામેન્ટને અપેક્ષા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તા અને સંજય પાલડિયાએ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટને અપેક્ષા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો છે. મહિલા ટીમોની સહભાગીદારી અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું માળખું ગુજરાતમાં પોલોના મજબૂત ભવિષ્યનો નિર્દેશ કરે છે. આ ઇવેન્ટ માત્ર રમત પૂરતી સીમિત ન રહીને, એક સાંસ્કૃતિક ઉત્સવ બની હતી. આ સફળ આયોજન સાથે જ ગુજરાતમાં 'ધી કિંગ ઓફ ગેમ્સ' તરીકે ઓળખાતી પોલો રમતનો નવો અધ્યાય શરૂ થયો છે. આ પણ વાંચોઃ Vadodara: વોર્ડ નંબર 2માં દૂષિત પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત, ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી

Read Full Story arrow_forward