android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે રાજકારણની એન્ટ્રી, પૂર્વ.કલેકટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યા પાટીદારો
calendar_today January 5, 2026

Surendranagar News : સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે રાજકારણની એન્ટ્રી, પૂર્વ.કલેકટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યા પાટીદારો

સુરેન્દ્રનગર જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ. પટેલને કરોડો રૂપિયાની જમીનોને એન.એ. ગ્રાન્ટ કરવાના બહુચર્ચિત કેસમાં આખરે 2 જાન્યુઆરી 2026થી સસ્પેન્ડ કરાયા છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે રવિવારે આ સંદર્ભે ઓર્ડર બહાર પાડયો છે. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ, નવી દિલ્હી દ્વારા ગુજરાત કેડરના ૨૦૨૫ બેચના આ અધિકારી અને તેની સાથે મેળાપીપણું કરી કરોડોનું જમીન આચરનારાઓ કૌભાંડ ઉપર તાજેતરમાં મોટાપાયે રેડ પાડવામાં આવી હતી. સોલાર કંપનીઓને ફળવાયેલી જમીનોની ફાઈલોની ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે કલેકટર કચેરીના રેકર્ડ શાખામાંથી ગુમ કરેલ તેમજ સોલાર કંપનીઓને ફાળવાયેલી જમીનોની ફાઈલોની ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે. સર્વે ભવનમાં ફરજ બજાવી ચુકેલી એક મહિલા અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રૂપના અધિકારીઓ ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર લેતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સ્પીડ મનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ ઈડીએ રાજેન્દ્રકુમાર પટેલના ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ ૧૨ ડિવાઇસ જપ્ત કર્યા હતા. જે તમામ ઈલેટ્રોનિકસ વસ્તુઓ એફએસએલની મદદથી ઓપન કરતા કેટલીક મહત્વની વિગતો મળી આવી છે. આ ઉપરાંત પેન ડ્રાઈવમાં પણ લાંચનો તમામ ડેટા અને લાંચની રકમનું રોકાણ કયાં કર્યું છે, કેટલાક નામો કોડવર્ડમાં લખેલા હોય તે બાબતે કલેકટરની પૂછપરછ ચાલી રહી છે. અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા. આ પણ વાંચો : Surat News : સુરતના ડુમસના દરિયાકાંઠે મધરાત્રે SOG ત્રાટકી, દરિયા વચ્ચે રેડ કરી ડીઝલ ચોરી ઝડપી પાડી

Read Full Story arrow_forward
Ahmedabad News: CG રોડ પર માર્ગ અકસ્માતમાં એકનું મોત
calendar_today January 5, 2026

Ahmedabad News: CG રોડ પર માર્ગ અકસ્માતમાં એકનું મોત

અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. આ અકસ્માતની સંખ્યામાં વધારો બેદરકારી પૂર્વક વાહન ચલાવવાને કારણે થઈ રહ્યો હોવાની ફરિયાદ શહેરીજનો દ્વારા વારંવાર કરવામાં આવે છે. આવામાં અમદાવાદ શહેરમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બાઈક ચાલકે યુવકને ટક્કર મારવાના કારણે યુવકનું મોત થયું છે.25 વર્ષીય પ્રકાશચંદ્ર ડીંડોરનું મોત નીપજ્યુંઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં આવેલા સીજી રોડ વિસ્તારમાં એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં 25 વર્ષીય પ્રકાશચંદ્ર ડીંડોરનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જનાર બાઈક ચાલક પૂર ઝડપે બાઈક ચલાવી રહ્યો હતો, જે દરમિયાન રાહદારીને ટક્કર મારી હતી. આ ટક્કરમાં રાહદારીનું મોત થયું હતું.રોડ પર સ્ટંટ કરતા સમયે સર્જાયો અકસ્માત આ બાઈક ચાલકનું નામ સુફિયાન મુસ્તફા છે. જેણે બાઈક નંબર MH 04 LA 7710 છે. સુફિયાન મુસ્તફા રોડ પર સ્ટંટ કરી રહ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલ આ મામલે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતોની વધતી સંખ્યાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનો બેફામ વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. આ પણ વાંચો - Ahmedabad News: મોડી રાત્રે ફટાકડાની દુકાનમાં લાગી આગ

Read Full Story arrow_forward
Surat news: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, બાળકનું મોત
calendar_today January 5, 2026

Surat news: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, બાળકનું મોત

સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઉતરાયણના તહેવાર પૂર્વે જ એક પરિવારે પોતાનો વ્હાલસોયો પુત્ર ગુમાવ્યો છે. પતંગ ચગાવતા સમયે ધાબા પરથી નીચે પટકાતા 9 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં રહેતો 9 વર્ષીય મીર પટેલ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. પતંગ ચગાવવાના આનંદમાં મગ્ન મીરનું ધ્યાન ન રહેતા તે અચાનક ચોથા માળેથી નીચે પટકાયો હતો. આ ગંભીર અકસ્માતને પગલે આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા. સારવાર દરમિયાન તોડ્યો દમ ચોથા માળેથી નીચે પટકાતા મીરને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ તેની સ્થિતિ વધુ લથડતા તેણે અંતિમ શ્વાસ લીધા હતા. માસૂમ બાળકના મોતના સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયું છે. પોલીસ તપાસ શરૂ આ ઘટના અંગે ઉધના પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. વાલીઓ માટે ચેતવણી ઉતરાયણનો તહેવાર હવે નજીક છે, ત્યારે આ ઘટના વાલીઓ માટે મોટી ચેતવણી છે. પતંગ ચગાવતી વખતે બાળકો પર સતત નજર રાખવી અને ધાબા પર ઊંચી દીવાલ કે સેફ્ટી રેલિંગ હોય તેનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. તમારી એક નાની બેદરકારી વ્હાલસોયાના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ પણ વાંચો - Surat News: રાંદેરમાં નર્સે કેમિકલ પીને જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward