android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiad News: મસાજની આડમાં ચાલતું કુંટણખાનું ઝડપાયું
calendar_today January 5, 2026

Nadiad News: મસાજની આડમાં ચાલતું કુંટણખાનું ઝડપાયું

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના મધ્યમાં આવેલા પોશ વિસ્તારમાં મસાજ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. નડિયાદ શહેરના ખેતા તળાવ સામે આવેલા બેવર્લી ઓર્કેડમાં 'ઓનેસ્ટ સ્પા'ના નામે ચાલી રહેલા ગેરકાયદેસર દેહવ્યાપારના અડ્ડા પર નડિયાદ ટાઉન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન મુખ્ય સંચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.પતિ-પત્ની સાથે મળીને ચલાવતા હતા ગોરખધંધો ઘટનાની મળતી માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં આવેલા ખેતા તળાવ વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરમાં ઘનશ્યામ ઉર્ફે મોન્ટુ ઉમેદભાઈ પરમાર અને તેની પત્ની સાથે મળીને 'ઓનેસ્ટ સ્પા' ચલાવતા હતા. જોકે, આ સ્પા માત્ર નામનું જ હતું, તેની આડમાં બહારથી યુવતીઓ લાવી દેહવ્યાપારનો ધંધો કરવામાં આવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દંપતી પોતાના ગુજરાન માટે આ અનૈતિક પ્રવૃત્તિ ચલાવી રહ્યું હતું. પોલીસ રેડમાં મુદ્દામાલ જપ્ત નડિયાદ ટાઉન પોલીસને બાતમી મળી હતી. જેના આધારે ઓચિંતી રેડ કરવામાં આવતા સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન સંચાલક ઘનશ્યામ ઉર્ફે મોન્ટુ પરમારની અટકાયત કરવામાં આવી છે. સ્થળ પરથી પોલીસે એક મોબાઈલ ફોન, રૂપિયા 2500ની રોકડ રકમ, કોન્ડોમના પેકેટ તેમજ સ્પામાં લાગેલા CCTV કેમેરાનું DVR કબ્જે લીધું છે. પોલીસ તપાસનો ધમધમાટ પોલીસે હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દેહવ્યાપારના વ્યવસાયમાં અન્ય કોઈ મોટી ગેંગ સામેલ છે કે, કેમ અને યુવતીઓને ક્યાંથી લાવવામાં આવતી હતી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નડિયાદના હાર્દ સમાન વિસ્તારમાં આવું કુટણખાનું ઝડપાતા શહેરમાં ચર્ચાઓ જાગી છે. આ પણ વાંચો - Nadiad: વડતાલ મંદિરમાં પોષી પૂનમે દર્શનાર્થે સવા લાખથી વધુ ભકતો ઉમટી પડયા

Read Full Story arrow_forward
Manipur IED blast: ખાલી ઘરમાં 3 IED બ્લાસ્ટ, 2 લોકો ઇજાગ્રસ્ત
calendar_today January 5, 2026

Manipur IED blast: ખાલી ઘરમાં 3 IED બ્લાસ્ટ, 2 લોકો ઇજાગ્રસ્ત

મણિપુરમાં વારંવાર બ્લાસ્ટ અને નક્સલી ગતિવિધિઓ સામે આવે છે. ત્યારે મણિપુરના બિષ્ણુપુરમાં આઇઇડી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ખાલી ઘરમાં 3 આઇઇડી બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સુરક્ષાદળો ત્યાં પહોંચી ગયા છે અને વધુ તપાસ શરૂ કરી છે. સમાચાર અપડેટ થઇ રહ્યા છે..

Read Full Story arrow_forward
PM Modi On Somnath Temple : વિધ્વંસ નહીં, સ્વાભિમાનની ગાથા, PM મોદીએ લખ્યો લેખ
calendar_today January 5, 2026

PM Modi On Somnath Temple : વિધ્વંસ નહીં, સ્વાભિમાનની ગાથા, PM મોદીએ લખ્યો લેખ

PMએ તેમના લેખમાં માત્ર મંદિર પર થયેલા હુમલાનું વર્ણન કર્યુ નથી, પરંતુ તેને હિંદુ સંસ્કૃતિ અને આત્મસમ્માનની ગાથા તરીકે રજૂ કર્યું. સોમનાથ પર આક્રમણ માત્ર ધાર્મિક સ્થળ પર હુમલો નહોતો, પરંતુ આપણી સંસ્કૃતિ, પરંપરા સામે એક પડકાર હતો. જેટલી પણ મુશ્કેલીઓ આવી, કેટલાય વખત મંદિરે વિનાશનો સામનો કર્યો, તેમ છતાં હિંદુઓએ પોતાના વિશ્વાસ અને આત્મસમ્માનને સાચવ્યું. અડગ આત્મવિશ્વાસ અને ધાર્મિક સહિષ્ણુતાનું પ્રતીક તેમણે જણાવ્યું કે જેટલી પણ મુશ્કેલીઓ આવી, કેટલાય વખત મંદિરે વિનાશનો સામનો કર્યો, તેમ છતાં હિંદુઓએ પોતાના વિશ્વાસ અને આત્મસમ્માનને સાચવ્યું. આ માત્ર પથ્થરની ઇમારત નથી, પરંતુ અડગ આત્મવિશ્વાસ અને ધાર્મિક સહિષ્ણુતાનું પ્રતીક છે.તેઓ ઇતિહાસથી શીખે અને પોતાની સાંસ્કૃતિક વારસાની જાગૃતિ રાખેPMએ તેમના લેખમાં જણાવ્યું કે સોમનાથની ગાથા અમને શીખવે છે કે સંઘર્ષનો સામનો કરતા આપણાં સંસ્કૃતિ અને પરંપરાઓની રક્ષા કરી શકાય છે. તેમણે યુવાનોને આપીલ કરી કે તેઓ ઇતિહાસથી શીખે અને પોતાની સાંસ્કૃતિક વારસાની જાગૃતિ રાખે. લેખમાં મોદીએ સોમનાથના પુનર્નિર્માણ અને તેના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો, જે દર્શાવે છે કે મંદિર માત્ર ધાર્મિક દૃષ્ટિથી નહીં, પણ રાષ્ટ્રના ગૌરવ અને ઓળખના પ્રતીક તરીકે પણ મહત્વપૂર્ણ છે.સોમનાથની કહાની અમને યાદ અપાવે છે કે આપણા સંસ્કૃતિમાં વિનાશ સામે પણ અડગ વિશ્વાસ અને સાહસ હંમેશા વિજયી રહે પ્રધાનમંત્રીએ લખ્યું કે સોમનાથની કહાની અમને યાદ અપાવે છે કે આપણા સંસ્કૃતિમાં વિનાશ સામે પણ અડગ વિશ્વાસ અને સાહસ હંમેશા વિજયી રહે છે. તેમણે આ દેશવાસીઓને સંદેશ આપ્યો કે ઇતિહાસની ગાથાઓને સમજવી અને આવતી પેઢીઓ સુધી પહોંચાડવી આપણો ફરજ છે. આ રીતે સોમનાથનો 1000 વર્ષનો ઇતિહાસ માત્ર દુઃખ અને આઘાતની કહાની નથી, પરંતુ આત્મસમ્માન, વિશ્વાસ અને સંઘર્ષની પ્રેરક ગાથા તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે.આ પણ વાંચો: Weather Update: ઉત્તર ભારતમાં ઠંડી અને શીતલહેર ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ, IMDનું એલર્ટ

Read Full Story arrow_forward