android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viramgam: સુરેન્દ્રનગર હાઇવેનું કામ સાવ ગોકળગતિએ ચાલતા પંથકની પ્રજા પરેશાન
calendar_today January 4, 2026

Viramgam: સુરેન્દ્રનગર હાઇવેનું કામ સાવ ગોકળગતિએ ચાલતા પંથકની પ્રજા પરેશાન

વિરમગામ શહેરના રૈયાપુર ત્રણ રસ્તાથી વિઠ્ઠલગઢ સુધી સુરેન્દ્રનગર તરફ્નો હાઇવે માર્ગ રૂ. 70 કરોડ જેટલી રકમના ખર્ચે ફોર લેન બનાવવા માટેનું કામ વર્ષ 2024થી મંજૂરી મળતા આશિષ ઇન્ફરા એજન્સી અમદાવાદ દ્વારા કામગીરી હાલમાં પણ ચાલુ છે.આ હાઇવે માર્ગની કામગીરી ઓગષ્ટ - 2026 સુધીમાં પૂર્ણ કરવાની માહિતી માર્ગ અને મકાન વિભાગ તરફ્થી જાણવા મળી છે. ત્યારે ચાલી રહેલી કામગીરી ખુબ જ ગોકળ ગતિએ ચાલતી હોવાની લોક રાવ ઉઠવા પામી છે.સુરેન્દ્રનગર,રાજકોટ કે આગળ અન્ય સૌરાષ્ટ્રના ગામ તરફ્થી વિરમગામ તરફ્ તેમજ ઉત્તર ગુજરાત,અમદાવાદ તરફ્ આવવા અને નળકાંઠા વિસ્તારના ગ્રામ્ય જનોને તાલુકા વડા મથક વિરમગામ આવવા જવા, નળસરોવર અભયારણ્યના પ્રવાસીઓને પણ જવા આવવા માટે આ માર્ગ મુખ્ય હોવાથી સતત મુસાફરોથી ધમધમે છે. જેથી ઉબળ ખાબળ બનેલા માર્ગ પર કામમાં વિલંબ થતો હોવાથી લોકો પરેશાન છે.રસ્તો પોહડો બનાવવા ખોદાણ સાથે માટી,કપચી પુરાણની ભુકી થી વાહનો ચાલતા ધૂળની ડમરી હવામાં ઉડવાથી વાહન ચાલકો,મુસાફરો ત્રસ્ત છે.અકસ્માતનો અને રોજે રોજ આ માર્ગે આવજા કરતા લોકોને ખાડાઓથી વાહનને નુકશાનીનો ભય સતાવે છે.ઇમરજન્સી માં હાલાકી ભોગવવી પડે છે.જેથી આ માર્ગનું કામ ઝડપી કરવા લોક માંગ ઉઠવા પામી છે.ત્યારે આ ફોર લેન માર્ગની કામગીરી રસ્તાને પહોળો બનાવવા ખોદકામ દરમિયાન રસ્તાની બાજુમાં ખેતરોમાંથી તેમજ અન્ય રીતે પાણી આવવાથી અને ગટરો પરના નાળામાં પણ પાણી આવવાથી કામમાં અવરોધો ઊભા થાય છે. જેથી વિલંબ થતો હોવાનું માર્ગ અને મકાન વિભાગના જવાબદાર ઈજનેરે જણાવ્યુ હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: ઓગડની ધરા પર ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું
calendar_today January 4, 2026

Palanpur: ઓગડની ધરા પર ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું

વાવ-થરાદ જિલ્લાના ઓગડની ધરા પર ઠાકોર સમાજનુ મહાસંમેલન યોજાયુ હતુ. જેમાં સમાજના વિવિધ આગેવાનો પક્ષાપક્ષી વિના એકમંચ પર એકત્ર થઈ અને સમાજના લોકોની ચિંતા પ્રત્યે જાગૃતિ દર્શાવી અને કુરિવાજોમાંથી અને ખોટા ખર્ચમાંથી બહાર લાવવા અને આધુનિક જમાના સાથે કદમથી કદમ મિલાવી અને સર્વે સમાજની સાથે રહી સમાજનો વિકાસ કરે તે માટે જરૂરી મુદ્દાઓની ચર્ચા કરી અને બંધારણ બનાવવામાં આવ્યુ હતુ.જેમાં સમાજના આગેવાનો રાજકીય પક્ષ ભુલીને સમાજના બંધારણ પ્રત્યે જાગૃતિ દર્શાવી હતી.વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ઓગળ થળી ખાતે પાટણ-બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજના હજારો લોકોની ઉપસ્થિતિમાં વિશાળ બેઠક યોજાઈ હતી. જેમાં સમાજ માટે એક મહત્વપૂર્ણ બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું. આ મંચ પર ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રાજકરણ ભુલી સમાજના હિત માટે એકસાથે જોવા મળ્યા હતા.વાવ-થરાદના ઓગડ ગામે યોજાયેલી આ બેઠકમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડયા હતા. ઠાકોર સમાજના સામાજિક સુધારા, ખર્ચાળ પ્રસંગો પર નિયંત્રણ, વ્યસન મુક્ત સમાજ અને શિક્ષણના પ્રસાર માટે બંધારણ અમલમાં મુકાયું હતું. આ બંધારણને સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સત્તાવાર રીતે અમલમાં મુકવામાં આવ્યું હતું. જોકે ગેનીબેન ઠાકોર દ્વારા બંધારણની ઘોષણા કર્યા બાદ ગેનીબેને જણાવ્યું હતું કે આ 16 મુદ્દાઓનો જે ભંગ કરે તો સગા ભાઈએ પણ ભાઈના પ્રસંગમાં હાજરી ના આપવી. તો સાથે સાથે ગેનીબેને જાહેર મંચ ઉપરથી ખોળો પાથરી માંગ કરી કે સમાજમાંથી બધીઓ દુર કરવી જોઈએ અને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે સદારામ ધામ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ગેનીબેન ઠાકોરે એક વીઘા જમીન આપવાની જાહેરાત કરી હતી. જ્યારે ભાજપ અને કોંગ્રેસના અન્ય આગેવાનોએ પણ જમીન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ઠાકોર સમાજના બંધારણ દિવસ તરીકે તા. 4મી જાન્યુઆરી, 2027ના રોજ વિશેષ ઉજવણી કરવાની જાહેરાત સાથે બેઠક પૂર્ણ કરી હતી. રાજકારણથી ઉપર ઉઠીને સમાજ સુધારાની સંદેશ સાથે ઓગડની આ બેઠક ઉત્તર ગુજરાતમાં નવી દિશા તરફ પહેલ કરી છે. ઠાકોર સમાજના આ શક્તિ પ્રદર્શનમાં 2026ના નવા વર્ષની શરૂઆતમાં નવું બંધારણ સમાજ સમક્ષ રજૂ કરાયું હતું. જેમાં 16 નવા નિયમો ઘડાયા હતા. જ્યાં નવા બંધારણની રચના અને અમલીકરણ માટે સંતો, મહંતો અને આગેવાનોની હાજરીમાં નવા બંધારણ અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભી, દિયોદરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, વાવના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, પ્રદેશ નેતા જગદીશ ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ગાંધીનગર ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત અન્ય પૂર્વ ધારાસભ્યો, મંત્રીઓ, ચેરમેનો, 27 તાલુકાના જુદાં જુદાં ગ્રામ્ય વિસ્તારોના સરપંચો સહિત આગેવાનો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા અને મહાસંમેલનના કાર્યક્રમને સફ્ળ બનાવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: પશુઓ બાંધવાના વાડામાં ઓરડીઓ અને સરકારી અનાજ મળ્યું
calendar_today January 4, 2026

Patan: પશુઓ બાંધવાના વાડામાં ઓરડીઓ અને સરકારી અનાજ મળ્યું

પાટણ શહેરમાં નગરપાલિકાના મહિલા ચીફ્ ઓફ્સિર રવિવારે જાહેર રજાના દિવસે શહેરમાં થતી સાફ્સફાઈની બાબતે તપાસ અર્થે નિકળતાં તેઓની નજર રખડતાં ઢોર પર પડતાં નજીકમાં જ આવેલ ઢોર બાંધવાના વાડામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જોયું તો નવો ઘટસ્ફેટ થયો હતો. ઢોર બાંધવાના વાડામાં રહેણાંક ઓરડીઓ બનાવેલ હતી અને તેમાં પકોડીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો રહેતા હતાં. વધુ તપાસ કરતા સ્થળ પરથી સડેલા બટાકા અને સરકારી મીઠું તથા ચણા પણ મળી આવ્યા હતા.પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર હિરલ ઠાકર રવિવારે સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તેમની ટીમ સાથે મીરા દરવાજા કુલડીવાસ વિસ્તારમાંથી પસાર થતાં હતાં. તે દરમિયાન રસ્તા પર ઢોર રખડતાં હોય તેઓ દ્વારા નજીકમાં જ આવેલ ઢોર બાંધવાના વાડામાં તપાસ માટે પહોંચતા જ તેમને એક નવી બાબત ધ્યાનમાં આવી હતી. જેમાં રખડતાં ઢોર બાંધવાના વાડામાં રહેણાંક ઓરડીઓ બનાવેલ હતી અને જેની અંદર પકોડીના વ્યવસાય સાથે સંકળાયેલા પરપ્રાંતિય લોકો રહેતા હતાં. જેથી વધુ તપાસ કરતાં સ્થળ પરથી પકોડી બનાવવા વપરાશમાં લેવાતાં સડેલા બટાકા અને સરકારી મીઠું તથા ચણા પણ મળી આવ્યા હતા. સુત્રો પાસેથી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ સરકારી મીઠું તથા ચણા બાબતે તપાસ દરમિયાન તે જ વિસ્તારમાં કોઈ શખ્સ કરીયાણાની દુકાન પર સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની વિગતો પણ મળી હતી. આ બાબતે ચીફ્ ઓફ્સિર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા સરકારી જથ્થા અંગે તંત્રને પણ જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward