android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નાપાસ; ખોટું પેપર અપાતા વિદ્યાર્થીઓનો હોબાળો
calendar_today January 3, 2026

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નાપાસ; ખોટું પેપર અપાતા વિદ્યાર્થીઓનો હોબાળો

ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર તેની વહીવટી ક્ષતિઓને કારણે વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના ઇમર્જિંગ સાયન્સ વિભાગમાં લેવાયેલી પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે સવારે 11:00 વાગ્યે M.Sc. એપ્લાઇડ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ માટે 'કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચર' વિષયની પરીક્ષા યોજાઈ હતી. જોકે જ્યારે વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર જોયું ત્યારે તેઓ ચોંકી ગયા હતા.પ્રશ્નપત્રમાં વિષયની બહારના સવાલો પૂછાયાપ્રશ્નપત્રમાં પૂછાયેલા મોટાભાગના સવાલો નિર્ધારિત અભ્યાસક્રમ અથવા વિષયની બહારના હતા. પ્રિન્ટિંગમાં થયેલી આ મોટી ભૂલને કારણે પરીક્ષા ખંડમાં મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ હતી. વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ ભૂલ અંગે સુપરવાઇઝર અને પરીક્ષા વિભાગનું ધ્યાન દોર્યું હતું. પોતાની ભૂલ સ્વીકારીને યુનિવર્સિટી તંત્ર દ્વારા તાબડતોબ નવું પેપર તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ઘણો સમય વેડફાયો હતો અને અંતે 11:30 કલાક બાદ રિ-પ્રિન્ટ કરેલું નવું પેપર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.વિષયની બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓ મુંઝાયા પરીક્ષા લેવામાં નિષ્ફળ સાબિત થયેલી ગુજરાત યુનિવર્સિટીની આ પ્રકારની બેદરકારીથી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી છે. અડધો કલાક મોડું પેપર મળવાને કારણે અને શરૂઆતમાં ખોટું પેપર જોઈને વિદ્યાર્થીઓ ભારે તણાવમાં મુકાયા હતા. શિક્ષણવિદો અને વિદ્યાર્થી પાંખ દ્વારા યુનિવર્સિટીની આ પ્રકારની કાર્યપદ્ધતિ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Valsad Accident Video: આઇસર ચાલકે 3 વાહનોને લીધા અડફેટે
calendar_today January 3, 2026

Valsad Accident Video: આઇસર ચાલકે 3 વાહનોને લીધા અડફેટે

વલસાડ જિલ્લાના અબ્રામા રોડ પર આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક આઇસર ટેમ્પોના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર ઉભેલા અને પસાર થતા ત્રણ વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.શું છે સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, વલસાડના ધમધમતા અબ્રામા રોડ પરથી પસાર થઈ રહેલા એક આઇસર ટેમ્પોના ચાલકે અચાનક ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોને મોટું નુકસાન થયું હતું. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. CCTVમાં કેદ થયા લાઈવ દ્રશ્યો આ અકસ્માતની તમામ વિગતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે આઇસર ચાલકે બેદરકારીપૂર્વક વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્થાનિકોએ ભેગા થઈને ટ્રાફિક જામ ન થાય તે માટે વાહનોને રોડની સાઈડ પર ખસેડવાની કામગીરી કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પોલીસ તપાસ શરૂ ઘટનાની જાણ થતા જ વલસાડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે CCTV ફૂટેજ કબ્જે કરીને આઇસર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલક નશાની હાલતમાં હતો કે અન્ય કોઈ કારણસર અકસ્માત સર્જાયો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Valsad News : ભારતીય એકેડેમી સ્કૂલની દુખદ ઘટના, મેરેથોન દોડ બની દીકરી માટે અંતિમ સફર

Read Full Story arrow_forward
Gandhinagar: ટાઇફોઇડના 67થી વધુ કેસ નોંધાતા રાજ્ય સરકાર એક્શનમાં, હર્ષ સંઘવીએ યોજી તાકીદની બેઠક
calendar_today January 3, 2026

Gandhinagar: ટાઇફોઇડના 67થી વધુ કેસ નોંધાતા રાજ્ય સરકાર એક્શનમાં, હર્ષ સંઘવીએ યોજી તાકીદની બેઠક

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરમાં ટાઇફોઇડના 67થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને લેતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને પદાધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે.ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક ઉછાળો ટાઇફોઇડના કેસોને નિયંત્રિત કરવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે હર્ષ સંઘવીએ એક મહત્વની સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓને તાકીદે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં મુખ્યત્વે રોગચાળો ફેલાવવાના કારણો અને તેને રોકવા માટેના પગલાં પર ચર્ચા કરવામાં આવી હતી.તંત્રના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજરઆ બેઠકમાં ગાંધીનગરના કલેક્ટર, મનપા કમિશનર અને મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મનપાના ચૂંટાયેલા પદાધિકારીઓને પણ બેઠકમાં બોલાવીને ફિલ્ડ લેવલ પર કામગીરી તેજ કરવા આદેશ આપવામાં આવ્યા છે.રોગચાળો રોકવા એક્શન પ્લાનનાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓએ અધિકારીઓને સૂચનાઓ આપી છે.દૂષિત પાણી અને ખાદ્ય પદાર્થોના સેમ્પલિંગની કામગીરી વધારવી.જે વિસ્તારોમાં કેસો વધુ છે ત્યાં સઘન સફાઈ અભિયાન હાથ ધરવું.નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગની ટીમોને કામે લગાડવી.સ્થાનિક રહીશોમાં ભયનો માહોલએકસાથે 67થી વધુ કેસો સામે આવતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અપીલ કરવામાં આવી છે. પાટનગરમાં વધી રહેલો આ આંકડો તંત્ર માટે પડકારજનક સાબિત થઈ રહ્યો છે.આ પણ વાંચો; સોમા તળાવ વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી, કાયદો અને વ્યવસ્થાના ધજાગરા

Read Full Story arrow_forward