android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: સાવરકુંડલામાં પુરૂષનો મૃતદેહ મળ્યો
calendar_today January 3, 2026

Amreli News: સાવરકુંડલામાં પુરૂષનો મૃતદેહ મળ્યો

અમરેલીમાં મૃતદેહ મળવાનો સિલસિલો યથવત રહ્યો છે. આવામાં જિલ્લામાંથી આજે વધુ એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. જે કારણે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. જીજુડા-પલાણીયા વિસ્તારમાંથી પુરૂષનો મૃતદેહ મળી આવવાને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે.સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી સાવરકુંડલાના બીડ વિસ્તારમાંથી પુરૂષનો મૃતદેહ મળી આવતા સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહની ઓળખ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આ મૃતદેહ સાવરકુંડલાના બાબુભાઈ મોહનભાઈ બુહાનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ સાવરકુંડલા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Amreli: દારૂ પીને ઝઘડો કરતા સગા પુત્રની હત્યા કરીને પિતાએ લાશ દાટી દીધી

Read Full Story arrow_forward
Weather Update: ગાઢ ધુમ્મસે રેલવેની ગતિ થંભાવી, રાજધાની, અમૃત ભારત, હમસફર સહિત 83 ટ્રેન કલાકો મોડી
calendar_today January 3, 2026

Weather Update: ગાઢ ધુમ્મસે રેલવેની ગતિ થંભાવી, રાજધાની, અમૃત ભારત, હમસફર સહિત 83 ટ્રેન કલાકો મોડી

દૃશ્યતા ઓછી હોવાથી રાજધાની એક્સપ્રેસ, અમૃત ભારત એક્સપ્રેસ, હમસફર, શતાબ્દી અને મેલ-એક્સપ્રેસ સહિત આશરે 83 ટ્રેન કલાકો સુધી મોડી ચાલી રહી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘણા વિસ્તારોમાં દૃશ્યતા 50 મીટરથી પણ ઓછી નોંધાઈ છે, જેના કારણે સલામતીના કારણોસર ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવી પડી રહી છે.કેટલીક ટ્રેનોને 2 થી 6 કલાક સુધી વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક ટ્રેનોને 2 થી 6 કલાક સુધી વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે કેટલીક લાંબા અંતરની ટ્રેનો 8 કલાક સુધી મોડે ચાલી રહી છે. વહેલી સવાર અને મોડીરાત્રે ચાલતી ટ્રેનો સૌથી વધુ અસરગ્રસ્ત થઈ છે.ટ્રેનો મોડે પહોંચતા મુસાફરોને સ્ટેશનો પર લાંબી રાહ જોવી પડી રહી છેમોડે ચાલી રહેલી મુખ્ય ટ્રેનોમાં નવી દિલ્હી મુંબઈ રાજધાની એક્સપ્રેસ, સિયાલદહ રાજધાની, અમૃત ભારત એક્સપ્રેસ (દરભંગા–આનંદ વિહાર), હમસફર એક્સપ્રેસ, પૂર્વા એક્સપ્રેસ, બ્રહ્મપુત્ર મેલ અને સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ટ્રેનો મોડે પહોંચતા મુસાફરોને સ્ટેશનો પર લાંબી રાહ જોવી પડી રહી છે, જેના કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.લોકો પાઇલટોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા અનેક તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ધુમ્મસની સ્થિતિમાં ટ્રેનો સલામત રીતે ચલાવી શકાય તે માટે લોકો પાઇલટોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે અને ટ્રેનોમાં ફોગ સેફ્ટી ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, સ્ટેશનો પર ટ્રેનની સ્થિતિ અંગે માહિતી આપવા માટે ઘોષણા પ્રણાલી સક્રિય રાખવામાં આવી છે. રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે મુસાફરી પહેલાં NTES એપ અથવા રેલવે હેલ્પલાઇન દ્વારા પોતાની ટ્રેનની હાલની સ્થિતિ જરૂરથી તપાસી લે. હવામાન વિભાગ અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે, જેના કારણે ટ્રેન સેવાઓ પર અસર ચાલુ રહી શકે છે.આ પણ વાંચો: Flight Cancellations : ફ્લાઇટ અને ટ્રેનો કલાકો સુધી મોડી, IGIએ જાહેર કરી એડવાઈઝરી

Read Full Story arrow_forward
Jabalpur Tension: ભજીયા ઠંડા કેમ છ? ગ્રાહકે આટલુ કહેતા જ શરૂ થયો વિવાદ.. જૈન સમાજ આવી ગયો મેદાને, જાણો સમગ્ર મામલો
calendar_today January 3, 2026

Jabalpur Tension: ભજીયા ઠંડા કેમ છ? ગ્રાહકે આટલુ કહેતા જ શરૂ થયો વિવાદ.. જૈન સમાજ આવી ગયો મેદાને, જાણો સમગ્ર મામલો

એમપીના જબલપુરમાં એક વેપારીએ દુકાનના મેનેજરને કહ્યું કે ભજિયા ગરમ કેમ નથી. બસ આ વાતથી ચડસાચડસી શરૂ થઇ અને વાત સીધી પહોંચી ગઇ જૈન સમાજ પર. મેનેજરે જૈન સમાજ અંગે અપશબ્દો કહેતા મામલો એવો વણસ્યો કે પોલીસે ઉપદ્રવીઓને રોકવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી.વેપારી અને ભજિયાના દુકાનદાર વચ્ચે થઇ દલીલોવાત છે જબલપુરના કામણિયા ગેટ વિસ્તારની. જ્યાં શુક્રવારે મોડી રાત્રે તોફાન થઇ ગયું હતું. બડકુલ સ્વીટ્સમાં ભજીયા ખાવા ગયેલા એક વેપારીએ કાઉન્ટર પર બેસેલા મેનેજર સાથે ઝઘડો કર્યો. ત્યારબાદ મેનેજરે અન્ય સ્ટાફને બોલાવીને વેપારીને માર માર્યો. જૈન સમુદાય વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. તો બીજી તરફ જૈન સમાજના લોકો પણ એકઠા થઇ ગયા અને દુકાન પર દઇને સામસામે આવી ગયા. માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. પરિસ્થિતિ વધુ વણસી ગઈ, પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો. જૈન સમાજ વિશે અપશબ્દ વિશેનો આરોપ ગ્રાહક રાજકુમાર જૈને ફરિયાદ કરી હતી કે ભજીયા ગરમ નહોતા તેથી તેઓએ દુકાનના એક કર્મચારી સાથે દલીલ કરી હતી જે બાદ વિવાદ એટલો વધી ગયો કે બડકુલ સ્વીટ્સના કર્મચારીઓએ તેમના સાથીદારોને બોલાવીને ગ્રાહકને માર માર્યો. એવો આરોપ છે કે જૈન સમુદાય વિરુદ્ધ પણ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. થોડા સમય પછી સમુદાયના સેંકડો લોકો એકઠા થયા, અને તેમણે વ્યક્તિ પર જૈન સમુદાય વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો અને આરોપીને તેમના હવાલે કરવાનો આગ્રહ કર્યો. બડકુલ સ્વીટ્સની બહાર ભેગા થયેલા સેંકડો લોકોથી બચવા માટે લડાઇમાં સામેલ યુવાનો હોટલમાં જ છુપાઈ ગયા. બંને જૂથો વચ્ચેના વિવાદના સમાચાર મળતાં અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. વધતા તણાવને પગલે, પોલીસે લાઠીચાર્જ કર્યો વધતા તણાવને પગલ જૈન સમુદાયના સભ્યોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. બેકાબૂ ભીડને કાબુમાં લેવા માટ પોલીસે લાઠીચાર્જ કર્યો. પોલીસ અને જૈન સમુદાય વચ્ચે લાંબા સમય સુધી તણાવ ચાલુ રહ્યો. કામણિયા ગેટથી ખોવા મંડી અને ફુહારા સુધી લાઠીચાર્જ ચાલુ રહ્યો. લાઠીચાર્જમાં જૈન સમુદાયના ઘણા સભ્યો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 3ની અટકાયત પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે. સુરક્ષા હેતુ માટે આ વિસ્તારમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. જબલપુરના કામણિયા ગેટ અને બડા ફુહારા વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે, જ્યાં હજારો જૈન પરિવારો રહે છે. આ વિસ્તારમાં પહેલા પણ જૈન સમુદાય અને અન્ય સમુદાયો વચ્ચે હિંસક અથડામણો અને જૂથવાદના બનાવો બન્યા છે.

Read Full Story arrow_forward