android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: મંદિરમાં સોનું દાન કરવાના બહાને સોની વેપારી સાથે 13.47 લાખની છેતરપિંડી
calendar_today January 2, 2026

Surendranagar: મંદિરમાં સોનું દાન કરવાના બહાને સોની વેપારી સાથે 13.47 લાખની છેતરપિંડી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર રીઢા ઠગને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. મંદિરમાં સોનાની લગડી દાનમાં આપવાના પવિત્ર બહાને વેપારીને વિશ્વાસમાં લઈ, બોગસ ચેક પધરાવી ફરાર થઈ જનાર શૈલેષ ઉધાડને પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સોની વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીઆ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, ગત 27 ડિસેમ્બરના રોજ ધ્રાંગધ્રાના એક સોની વેપારી પાસે આરોપી શૈલેષભાઈ છગનભાઈ ઉધાડ (રહે. જેતપુર) આવ્યો હતો. આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી વેપારીને જણાવ્યું હતું કે, તેણે મંદિરમાં સોનાની લગડી દાનમાં આપવી છે. આ હેતુ માટે તેણે 100 ગ્રામ સોનાની માંગણી કરી હતી.છેતરપિંડીની મોડસ ઓપરેન્ડીવેપારીને ભક્તિ અને દાનના નામે વિશ્વાસમાં લીધા બાદ, આરોપીએ સોનાની લગડીના બદલામાં રૂ. ૧૩.૪૭ લાખનો ચેક આપ્યો હતો. વેપારીને જરા પણ શંકા ન જાય તે રીતે વાતચીત કરી તે સોનું લઈને રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં જ્યારે વેપારીએ ચેક બેંકમાં જમા કરાવ્યો ત્યારે તે બોગસ હોવાનું બહાર આવ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વેપારીએ તુરંત ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ તપાસ અને ધરપકડધ્રાંગધ્રા પોલીસે આ મામલે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી શૈલેષ ઉધાડ અન્ય ગુનામાં અટકાયત હેઠળ હતો, જેથી ધ્રાંગધ્રા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેનો કબજો મેળવી વિધિવત ધરપકડ કરી છે.આ પણ વાંચો: રાણીયાની ખાનગી કંપનીમાં હોબાળો, 30થી વધુ કામદારોને WhatsApp પર મેસેજ કરી નોકરીમાંથી કઢાયા

Read Full Story arrow_forward
Surendranagar જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ, તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટની શક્યતા
calendar_today January 2, 2026

Surendranagar જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ, તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટની શક્યતા

સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડના મુદ્દે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED ની ટીમે ધરપકડ કરી છે. EDની ટીમે પ્રથમ તેમના નિવાસસ્થાને તપાસ હાથ ધર્યા બાદ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હતીEDની ટીમ રાજેન્દ્ર પટેલને લઇને સ્પેશિયલ કોર્ટમાં આવી બાદમાં EDની ટીમ રાજેન્દ્ર પટેલને લઇને સ્પેશિયલ કોર્ટમાં આવી હતી અને પૂછપરછ સહિતની તપાસ માટેની કાનૂની કાર્યવાહી શરુ કરી હતી. ઉલ્લેખનિય છે કે તત્કાલિન કલેક્ટર પર જમીન સંબંધિત ગેરકાયદેસર કામગીરીના અનેક મુદ્દા સામે આવ્યા છે. ઇડીએ મહત્વના દસ્તાવેજો કબજે કર્યા રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાનેથી ઇડીએ મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જમીન કૌંભાડમાં ઇડીએ તેમની ઉંડી તપાસ શરુ કરી છે.મોબાઈલ ડીકોડ કરવાની જરૂર જપ્ત કરાયેલા મોબાઈલ ડીકોડ કરવાની જરૂર છે તો 2 ફોન સાથે 12 ઇલેક્ટ્રોનિક ડીવાઈસ રિકવર કરાયા છે. તપાસ માટે આઇપેડ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઇવ જપ્ત કરાઇ છે. ઉપરાંત ઇડીને લેપટોપ સહિત જપ્ત કરાયેલો મુદ્દામાલ ડીકોડની જરૂર છે. લાંચ માટે રૂ.5 - 10 પ્રતિ સ્કેવર મીટર ચાર્જ ફીક્સ હતો તપાસમાં ઘટસ્ફોટ થયો કે લાંચ માટે રૂ.5 - 10 પ્રતિ સ્કેવર મીટર ચાર્જ ફીક્સ હતો. કાર્યકાળ દરમ્યાન 10 કરોડથી વધુના ભ્રષ્ટાચારની શંકા છે અને તપાસ દરમ્યાન આરોપીનો રોલ સામે આવ્યો છે. ચેતન કણજારીયાએ રૂ.65 લાખ મોરીને ચૂકવ્યાની કબૂલાત કરી છે તો મોરીએ કબૂલાત કરી કે લાંચની 50 ટકા રકમ કલેક્ટરને ચૂકવાતી હતી.  આ પણ વાંચો----    Vadodara: પ્રેમસંબંધનો કરુણ અંત, મંગેતર યુવતીએ જ યુવકની હત્યા કરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટે પોલ ખોલી

Read Full Story arrow_forward
Gandhinagar: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી
calendar_today January 2, 2026

Gandhinagar: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક ભવ્ય નિમણૂંક પત્ર એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના હજારો યુવાનોને સરકારી નોકરીની ભેટ મળી છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના પરિવહન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે મોટા પાયે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતીના ભાગરૂપે આજે મહાત્મા મંદિર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કુલ 4,742 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે.મંત્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમઆ ગરિમામય સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણ માળી ખાસ ઉપસ્થિત રહ્યા છે. મંત્રીઓના હસ્તે પ્રતિકાત્મક રીતે ઉમેદવારોને નિમણૂંક પત્રો સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને નિગમની સેવામાં નિષ્ઠાપૂર્વક જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.આ પણ વાંચો:મંદિરમાં સોનું દાન કરવાના બહાને સોની વેપારી સાથે 13.47 લાખની છેતરપિંડી

Read Full Story arrow_forward