android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળની ચીમકી, પુરવઠા સાંકળ ખોરવાશે?
calendar_today January 2, 2026

Ahmedabad News : ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળની ચીમકી, પુરવઠા સાંકળ ખોરવાશે?

ગુજરાત રાજ્યના સસ્તા અનાજના દુકાનધારકોએ સરકાર સામે આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે. અગાઉ થયેલા સમાધાનમાં કેટલાક મહત્વના મુદ્દાઓ બાકી રહી જતા અને ખાસ કરીને કમિશન વધારા જેવી મુખ્ય માંગણીઓ પર સરકાર દ્વારા મંજૂરી ન મળતા દુકાનધારકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ફેડરેશનના જણાવ્યા અનુસાર, સરકાર સમક્ષ કુલ 14 જેટલા પડતર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ લાંબા સમયની રાહ જોયા બાદ પણ સંતોષકારક નિર્ણય ન આવતા હવે હડતાળ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જો સરકાર વહેલી તકે આ માંગણીઓ સ્વીકારશે નહીં, તો આગામી દિવસોમાં રાજ્યભરમાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાય તેવી શક્યતા છે.રેશનિંગ સંચાલકોના આકરા તેવર દુકાનધારકોની મુખ્ય માંગણીઓમાં વેચાણ પર મળતા કમિશનમાં વધારો કરવો અને વહીવટી પ્રક્રિયાઓને સરળ બનાવવી શામેલ છે. એસોસિએશનનું કહેવું છે કે મોંઘવારીના જમાનામાં જૂના દરે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. અગાઉ સરકાર અને એસોસિએશન વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી, જેમાં કેટલીક ખાતરીઓ આપવામાં આવી હતી, પરંતુ તેનો અમલ ન થતા સંચાલકોએ આક્રમક વલણ અપનાવ્યું છે. આ હડતાળની ચીમકીને પગલે ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકોને મળતા અનાજ પર સીધી અસર પડશે, જેના કારણે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. આ પણ વાંચો : Ahmedabad માં 'ઝેરી' બની હવા, AQI 250ને પાર, વર્ષમાં શ્વાસની સમસ્યાના 1.29 લાખ ઈમરજન્સી કોલ્સ

Read Full Story arrow_forward
Vadodara: રાણીયાની ખાનગી કંપનીમાં હોબાળો, 30થી વધુ કામદારોને WhatsApp પર મેસેજ કરી નોકરીમાંથી કઢાયા
calendar_today January 2, 2026

Vadodara: રાણીયાની ખાનગી કંપનીમાં હોબાળો, 30થી વધુ કામદારોને WhatsApp પર મેસેજ કરી નોકરીમાંથી કઢાયા

વડોદરાના સાવલી તાલુકાના રાણીયા ગામે આવેલી પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ખાનગી કંપની (જે બોટલ બનાવવામાં વપરાતા કલર અને વ્હાઇટ માસ્ટર બેચ બનાવે છે) હાલ વિવાદના ઘેરામાં આવી છે. કંપનીના સંચાલકોએ 15 થી 18 વર્ષ જૂના અંદાજે 30થી વધુ કામદારોને કોઈપણ પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના, માત્ર વોટ્સએપ પર મેસેજ કરીને નોકરીમાંથી છૂટા કરી દેતા ભારે હોબાળો મચ્યો છે.કામદારોને નોકરીમાંથી છૂટા કરી દેતા હોબાળો રોષે ભરાયેલા કામદારોએ કંપનીના ગેટ પાસે એકઠા થઈને ઉગ્ર નારેબાજી કરી દેખાવો કર્યા હતા. કામદારોએ ગંભીર આક્ષેપો કર્યા છે.ઔદ્યોગિક ન્યાય પંચ દ્વારા વર્ષ 1947ની જોગવાઈઓ મુજબ કામદારોને છૂટા ન કરવાનો સ્પષ્ટ હુકમ હોવા છતાં, કંપનીએ કોન્ટ્રાક્ટ પૂરો થવાનું બહાનું ધરીને આ હુકમનું ઉલ્લંઘન કર્યું છે. 15-18 વર્ષ જેટલા લાંબા સમયથી કામ કરતા હોવા છતાં, તેમને માત્ર ₹12,000 થી ₹13,000 જેટલું માસિક વેતન આપીને તેમનું આર્થિક શોષણ કરવામાં આવતું હતું. કામદારોએ આક્ષેપ કર્યો છે કે તેમને ડરાવવા અને અવાજ દબાવવા માટે કંપનીએ ગેટ પર બાઉન્સરો તૈનાત કરી દીધા છે.શ્રમિકોના પરિવાર સામે રોજીરોટીનું સંકટકોઈપણ જાતની જાણકારી વગર અચાનક નોકરી ગુમાવતા આ શ્રમિકોના પરિવાર સામે રોજીરોટીનું સંકટ ઊભું થયું છે. કામદારોની માંગ છે કે તેમને ન્યાય મળે અને કાયદાકીય જોગવાઈઓ મુજબ ફરી નોકરી પર રાખવામાં આવે.આ પણ વાંચો:Ahmedabad News : ગુજરાતીઓ તૈયાર રહેજો! રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

Read Full Story arrow_forward
Ahmedabad : ફ્લાવર શો મન મોહી લેનારો, ક્રિએટિવિટીની સાથે જનભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ: PM મોદી
calendar_today January 2, 2026

Ahmedabad : ફ્લાવર શો મન મોહી લેનારો, ક્રિએટિવિટીની સાથે જનભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ: PM મોદી

અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ 14મા ફ્લાવર શોમાં આ વખતે બે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. વર્ષ 2024માં વિશ્વનું સૌથી લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તથા 2025માં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે બનાવી અમદાવાદના ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વડાપ્રધાન મોદીની એક્સ પર પોસ્ટ કરી અમદાવાદના ફ્લાવર શોની આ સફળતાને લઈને વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મન મોહી લેનારો છે. તે ક્રિએટિવિટીની સાથે સાથે જનભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમાં શહેરની જીવંત ભાવના સાથે પ્રકૃતિ સાથેનો તેનો લગાવ પણ સારી રીતે પ્રદર્શિત થઈ રહ્યો છે. કેવી રીતે આ ફ્લાવર શોની ભવ્યતા અને કલ્પનાશીલતા દરેક વર્ષે નિરંતર વધી રહી છે તે જોવું પણ ઉત્સાહથી ભરી દેનારૂ છે. મુખ્યમંત્રીએ ગઈકાલે પોસ્ટ કરી હતી અમદાવાદના ફ્લાવર શોને લઈને ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ એક પોસ્ટ લખવામાં આવી હતી. જેમાં તેમણે ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું તે અંગેની માહિતી આપી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, વડાપ્રધાન મોદીની પ્રેરણાથી આયોજિત આ ફ્લાવર શો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને વૈશ્વિક મંચ પર વિશિષ્ટ ઓળખ અપાવે છે. આ ફ્લાવર શો માત્ર પુષ્પોનું પ્રદર્શન નથી પણ ભારતની સાંસ્કૃતિક વિરાસત, રાષ્ટ્રીય એકતા અને આધુનિક ભારતની રચનાત્મક શક્તિનો ભવ્ય ઉત્સવ છે. આ પણ વાંચોઃ Stock Market Closing: શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 85,811 અંકે બંધ

Read Full Story arrow_forward