android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal News : વર્ષ 2026ના પહેલા દિવસે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીનો કરાર આધારીત કોમ્પુયટર ઓપરેટર રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાયો
calendar_today January 1, 2026

Panchmahal News : વર્ષ 2026ના પહેલા દિવસે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીનો કરાર આધારીત કોમ્પુયટર ઓપરેટર રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાયો

આ કામના આરોપીએ ફરીયાદીના ફળીયાના લાભાર્થીનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ-૨૦૨૪-૨૫ માં આવાસ મંજૂર થયેલ અને લીંટલ લેવલ સુધીનુ કામ થયેલ છે. જેનો પ્રથમ હપ્તો રૂ.૩૦,૦૦૦/-તેઓને મળી ગયેલ છે. અને બીજો હપ્તો મંજુર થવાનો બાકી હોય અને લાભાર્થીને બીજો હપ્તો મળેલ ન હોવાની વાત કરેલી જેથી ડેટાબુક મુજબનુ ફોટા સાથેનુ જરૂરી ફોર્મ ભરી તલાટી અને ગ્રામ સેવકના સહી સિકકા કરાવી ફોર્મ તાલુકા પંચાયત કચેરી ઘોઘંબામા જઇ બીજા હપ્તા માટે જમા કરાવવા આ કચેરીમા કામ કરતા કર્મચારીને આપ્યું હતુ. પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા હપ્તા માટે માગી લાંચ તેમણે ડેટાબુક જોઇ ઓફીસના કોમ્પ્યુટરમાં ચકાસણી કરી સાહેબ માટે વહેવાર પેટે બે હજાર આપવા પડશે તેમ કહી આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૨૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦૦૦/-ની લાંચની માંગણી કરી લાંચના છટકા દરમ્યાન નાણાં સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યો હતો. આરોપી : સોબાન S/O સિરાજ મજીદ બાગવાલા ઉ.વ.૩૩ ધંધોઃ કોમ્પ્યુટર ઓપરેટર(કરાર આધારીત PMAY(G) આવાસ યોજના) તાલુકા પંચાયત કચેરી ધોંધબા તા.ઘોંઘબા જી.પંચમહાલ લાંચની માંગણીની રકમ: રૂ.૨,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૨,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૨,૦૦૦/- *ટ્રેપની તારીખ* : તા.૦૧/૦૧/૨૦૨૬ ટ્રેપનું સ્થળ : મોજે તાલુકા પંચાયત કચેરી ધોંધબાના પ્રથમ માળે ખુલ્લી અગાસી તા. ધોંધબા જી.પંચમહાલ ટ્રેપ કરનાર અધિકારી: એચ.પી.કરેણ,પો.ઈન્સ. પંચમહાલ એ.સી.બી.પો.સ્ટે. ગોધરા તથા ટીમ સુપરવિઝન અધિકારી: બી.એમ.પટેલ મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ એકમ ગોધરા ઇન્ચાજૅ અધિકારીઃ બળદેવ દેસાઇ IPS નાયબ નિયામક, વડોદરા રેન્જ વડોદરા આ પણ વાંચો : Bharuch News : ભરૂચના જંબુસરમાં 12 બાળકો પર રખડતા શ્વાને કર્યો હુમલો, ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

Read Full Story arrow_forward
Vadodara શહેર પોલીસને મોટી સફળતા, વીતેલા વર્ષમાં 189 ફરાર ગુનેગારો ઝડપાયા, ઠગાઇનો એક આરોપી તો 32 વર્ષે પકડાયો
calendar_today January 1, 2026

Vadodara શહેર પોલીસને મોટી સફળતા, વીતેલા વર્ષમાં 189 ફરાર ગુનેગારો ઝડપાયા, ઠગાઇનો એક આરોપી તો 32 વર્ષે પકડાયો

વડોદરા શહેર પોલીસે વર્ષ દરમિયાન અલગ–અલગ રાજ્યોમાં લાંબા સમયથી આશરો લઇ રહેલા અને વિવિધ ગુનાઓમાં ફરાર રહેલા કુલ189 ગુનેગારોને ઝડપી પાડવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.650થી વધુ ગુનેગારોની યાદી તૈયાર કરી ઓપરેશન કારાવાસ શરૂ શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરામાં ગુનાઓ આચરી વર્ષોથી ફરાર થયેલા 650થી વધુ ગુનેગારોની યાદી તૈયાર કરી ઓપરેશન કારાવાસ શરૂ કરવામાં આવ્યું હતું. છ ટીમો અલગ–અલગ રાજ્યોમાં મોકલાઇ  આ ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને શહેરના ચાર ઝોનના ડીસીપીની એક-એક ટીમ મળી કુલ છ ટીમો અલગ–અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી. વર્ષ દરમિયાન પોલીસે કુલ 189 ગુનેગારોને શોધી કાઢ્યા આખા વર્ષ દરમિયાન પોલીસે કુલ 189 ગુનેગારોને શોધી કાઢ્યા છે, જેમાં 20 વર્ષ કે તેથી વધુ સમયથી ફરાર રહેલા 50 ગુનેગારોનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં શરીર સંબંધિત ગુનાઓ આચરનારા 49 અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 92 આરોપીઓનો સમાવેશ થાય છે. ઠગાઈના કેસનો આરોપી રાજકુમાર યાદવ ગુનો નોંધાયા બાદ 32 વર્ષ પછી પકડાયો ખાસ ઉલ્લેખનીય છે કે, પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના કેસનો આરોપી રાજકુમાર યાદવ ગુનો નોંધાયા બાદ 32 વર્ષ પછી પકડાયો છે જે આ ઝુંબેશની મહત્વપૂર્ણ સફળતા ગણાય છે. ગુનેગારોને પકડવાની આ કાર્યવાહી નવા વર્ષે પણ વધુ તીવ્ર બનશે વડોદરા શહેર પોલીસના જણાવ્યા મુજબ, ગુનેગારોને પકડવાની આ કાર્યવાહી નવા વર્ષે પણ વધુ તીવ્ર બનાવવામાં આવશે જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય.

Read Full Story arrow_forward
Banaskantha News : 3 જાન્યુઆરી 2026ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાશે
calendar_today January 1, 2026

Banaskantha News : 3 જાન્યુઆરી 2026ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાશે

પોષી પૂનમ આયોજનના ભાગરૂપે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, યાત્રાળુઓને સુલભ દર્શન સુવિધા ઉપલબ્ધ કરાવવા વિશેષ પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે. યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે પોષસુદ પુનમ એટલે આદ્યશક્તિમાં જગદંબાનો પ્રાગટ્ય દિન. માતાજીનાં પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. માં અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી ધ્વારા પોષી પુનમ મહોત્સવ આયોજીત કરવામાં આવનાર છે. ગબ્બર ખાતેથી જ્યોત લાવી, શક્તિદ્વાર ખાતેથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરાવશે. પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ૪૦ થી વધુ ઝાંખીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ચૌદશ અને પૂનમની રાત્રિએ ચાચર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ૧૦૧ યજમાનો દ્વારા મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે ૨૧૦૦ કિલો સુખડી પ્રસાદ વિતરણ કરવામાં આવશે. અંબિકા અન્નક્ષેત્ર ખાતે વિનામૂલ્યે મિષ્ટાન સહિતનું ભોજન આપવામાં આવશે. ચાચર ચોક ખાતે પ્રસાદના વધારાના કાઉન્ટર ખોલવામાં આવશે. માતાજીને શાકંભરી પૂનમ નિમિત્તે શાકભાજીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. મહાશક્તિ યજ્ઞનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ બેઠકમાં દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકવી. બી. બારડ, અંબાજી મંદિરના એસ્ટેટ ઓફિસર પાયલબેન પટેલ , અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર સી. એફ . ઠાકોર, દાંતા રીડર પોલીસ ઇન્સ્પેક્ટર એલ. જી દેસાઈ, અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિના પ્રમુખ સુનિલભાઈ અગ્રવાલ તથા અન્ય અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા તેમ મંદિર ટ્રસ્ટ વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે. આ પણ વાંચો : Panchmahal News : વર્ષ 2026ના પહેલા દિવસે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીનો કરાર આધારીત કોમ્પુયટર ઓપરેટર રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાયો

Read Full Story arrow_forward