પોલીસ પંચાત : K કંપનીમાં સજા ભોગવનારા રાહ જોઈ રહ્યા છે બદલીની.. પોલીસના મકાનો કોણે ભાડે ચઢાવી દીધા ?
સંદેશ ડિજીટલના માધ્યમથી દર રવિવારે પોલીસ પંચાતના માધ્યમથી અને જમતા સુધી અમે એ ખાસ વાતો પોલીસ સહિત તંત્રના ધ્યાન પર લાવતા હોય છે કે જે ચર્ચામાં હોય અથવા તો જેણે ચર્ચા ઉભી કરી હોય. પોલીસ પંચાતનો હેતુ ક્યારેય કોઈને નીચે દેખાડવાનો નથી રહ્યો પણ જે ભુલ કરીને પણ આંખમાં આંખ નાંખવા માંગતા હોય તેને અસલીયત બતાડવાનો જરૂર છે. વાંચો શું ખાસ છે આ વખતની પોલીસ પંચાતમાં.. K કંપનીમાં નાના અધિકારીઓના વહિવટ કરતા લોકોની જ કેમ બદલી કરવામાં આવે છે ? લાંબા સમય પહેલા અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનમાં વહિવટ કરતા વહિવટદારોની બદલી કે કંપનીમાં કરવામાં આવી છે અને કે કંપનીમાં સજાના ભાગરૂપે મૂકવામાં આવે છે પોલીસ કોન્સ્ટેબલને, ત્યારે મોટી સ્કવોર્ડના અધિકારીઓનો વહિવટ કરતા મગરમચ્છોને કેમ K કંપનીમાં મૂકવામાં આવતા નથી તે વાતને લઈ પોલીસ બેડામાં ચર્ચામાં ચાલી રહી છે, મોટા મગરમચ્છોને પણ કે કંપનીમાં સજાના ભાગે પણ મૂકવામાં આવે તે જરૂરી બન્યું છે, મોટા મગરમચ્છો પર ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ હોય છે અને તેમની સેવા કરવામાં આવતી હોવાથી તેઓ બચી જાય છે અને કે કંપનીમાં તેમને મૂકવામાં આવતા નથી આવી વાતે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પોલીસમાં ચર્ચાના એરણે છે. દારૂ પીને વ્યકિત પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે કીધું પીધેલો છે તો ઘરે જતો રહે અહીયા ના આવ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એક શાંત ગણાતું પોલીસ સ્ટેશન કે જયાં, પીએસઆઈ હોય તો પણ પોલીસ સ્ટેશન ચાલી જાય, ત્યારે એક વ્યકિત દારૂનો નશો કરીને પોલીસ સ્ટેશન જાય છે, અને પોલીસને તેનું દુ:ખ જણાવે છે, પહેલી વખત જયારે પત્ની પોલીસને ફોન કરે છે તો પોલીસ આવીને લઈ જાય છે અને સમજાવે છે, પરતું બીજી વખત દારૂ પીનાર વ્યકિત પોતે જ દારૂ પીને પોલીસ સ્ટેશન જઈને બેસી જાય છે, ત્યારે પોલીસ એની સામે ગુનો નોંધવાને બદલે તેને કહે છે કે, ઘરે જતો રહે અહીંયા ના આવીશ, ભાઈ આવા લોકો સામે ગુનો નોંધીને પુરી રાખો તો લોકઅપમાં ખબર પડશે કે મચ્છર કેવા કરડે છે અને દારૂનો નશો પણ ઉતરી જશે. આરોપી વિરુદ્ધ પોલીસે કોઈ પગલા ના લીધા અને જેની અરજી હતી તેની વિરુદ્ધ ખોટો કેસ નોંધ્યો ! અમદાવાદના પૂર્વ વિસ્તારનું એક ક્રીમ પોલીસ સ્ટેશન કે જે હંમેશા માટે ધમધમતું રહે છે, નાની મોટી બબાલો આવતી રહે છે, ત્યારે આ પોલીસ સ્ટેશનમાં એક અરજી આવે છે અને જેણે અરજી કરનારને પોલીસ બોલાવે છે અને દમમારે છે, મહત્વની વાત તો એ છે કે, જેને ફરિયાદ કરવાની હતી તેની ફરિયાદ તો પોલીસે લીધી નથી અને જેની અરજી હતી તેની સામે જ પોલીસે ગુનો નોંધી લીધો, તો જે અસામાજિક તત્વ હતો તે તો બિંદાસ રીતે ફરી રહ્યો છે. હવે આક્ષેપ એ થઈ રહ્યા છે કે આ કેસમાં કોઈ વહિવટ ગોઠવાયો છે કે શું ? શહેરમાં ટૂંક સમયમાં 15-20 PIની બદલી આવવાનું નક્કી અમદાવાદ શહેરમાં ટૂંક સમયમાં પીઆઈની બદલી આવી શકે છે અને મોટાફેરફાર જોવા મળશે, ત્યારે આ વખતે જે પીઆઈ ઈન્ચાર્જમાં છે તે પોલીસ સ્ટેશનમાં પણ પીઆઈ મૂકી દેવામાં આવશે, ત્યારે સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે, તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની પર મહોર લાગશે, ઉચ્ચ અધિકારીની બદલીની વાત હોવાથી ઘણા સમયથી બદલીઓ અટકી હોવાની વાત પણ સૂત્રો કરી રહ્યાં છે, પરંતું આ મહિનાના અંત સુધીમાં અથવા તો કમૂરતા ઉતરે ત્યાં સુધીમાં અમદાવાદ શહેરમાં ઘણા PIની બદલી આવી શકે છે. પોલીસને ફાળવવામાં આવેલા મકાનો અન્ય પોલીસને ભાડે આપાઈ ગયા ? ! અમદાવાદ શહેરમાં પોલીસને રહેવા માટે અલગ-અલગ પોલીસ લાઈન આપેલી છે, અને તેમાં પોલીસકર્મીઓ રહી રહ્યાં છે, પરંતુ આમાં ઘણા એવા પણ પોલીસ છે કે જેમની પાસે પોતાના ઘર છે અને જે મકાન પોલીસ લાઈનમાં મળ્યા છે તે ભાડે આપી દીધા છે અને ભાડુ ખાઈ રહ્યાં છે, તો બીજી તરફ ઘણી પોલીસ એવી છે કે, તેમને લાઈનમાં રહેવા માટે જવું છે પણ મકાન મળતા નથી તો જેને મકાન મળ્યા એવા ઘણા પોલીસે મકાન ભાડે આપી દીધા છે, આ બાબતે પોલીસની ટીમ ચેકિંગ કરશે તો સત્યતા સામે આવશે, આ વાત અમને પણ સૂત્રો તરફથી મળી છે. આ પણ વાંચો : Surat News : સુરત જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય સંદિપ દેસાઈ અકળાયા, કહ્યું, બગીચામાં અસામાજિક તત્વો નશાકાર પદાર્થનું સેવન કરે છે
Read Full Story arrow_forward