android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News : બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું યોજાશે મહાસંમેલન, સામાજિક બંધારણની થશે રચના
calendar_today January 4, 2026

Banaskantha News : બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું યોજાશે મહાસંમેલન, સામાજિક બંધારણની થશે રચના

બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આજે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં વાવ, થરાદ, પાટણ જિલ્લાના ઠાકોર સમાજના લોકો આ સંમેલનમાં જોડાશે અને દિયોદર તાલુકાના ઓગડધામ ખાતે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, આ સંમેલન એટલા માટે યોજાઈ રહ્યું છે કે, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે સામાજિક બંધારણની રચના કરી તેનું અમલીકરણ કરવામાં આવશે. સમાજ માટે બંધારણનો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે આ મહાસંમેલનમાં ઠાકોર સમાજના રાજકીય નેતાઓ પણ આવવાના છે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, અગાઉ પણ ઘણી વખત ઠાકોર સમાજના રાજકીય નેતાઓએ સ્ટેજ પરથી સમાજના અલગ-અલગ મુદ્દાઓ પર વાત કરી છે, પરંતુ આ વખતે બધા એક સાથે મળવાના છે અને સંમેલન યોજાવા જઈ રહ્યું છે, ધાર્મિક નેતાઓ અને સામાજિક કાર્યકરોએ ભેગા મળીને નવા બંધારણનો સમાજન માટે મુદ્દો તૈયાર કર્યો છે, ઓગડજી મહારાજની સાક્ષીમાં રજૂ થનારું આ નવું માળખું સમાજ માટે માર્ગદર્શક બનશે. રાજકીય નેતાઓ હાજર રહેશે આ સંમેલનમાં આ સંમેલનમાં રાજકીય નેતાઓ પણ હાજર રહેશે અને સવારે 10 વાગે આ સંમેલનની શરૂઆત થશે અને બપોર સુધીમાં આ સંમેલન પૂર્ણ થશે, સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પાર્કિગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, આ સંમેલન ઉત્તર ગુજરાતના ઠાકોર સમુદાય માટે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી ક્ષણ સાબિત થશે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં સિઝનમાં પહેલી વાર ઠંડીનો પારો 7 ડિગ્રીએ પહોંચ્યો, કચ્છ અને રાજકોટમાં લોકો ઠુઠવાયા

Read Full Story arrow_forward
Surendranagar News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરને ED દિલ્હી લઇ જાય તેવી શકયતા, લાંચના રૂપિયાને લઇ થઇ શકે છે વધુ ખુલાસા
calendar_today January 4, 2026

Surendranagar News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરને ED દિલ્હી લઇ જાય તેવી શકયતા, લાંચના રૂપિયાને લઇ થઇ શકે છે વધુ ખુલાસા

રેસિડેન્ટ એડિશનલ કલેકટર આર.કે. ઓઝા સહિત 7ને મળી શકે છે સમન્સ અને લાંચના રૂપિયા કોને અપાતા હતા અને ક્યાં રોકતા તેની પણ તપાસ થઈ શકે છે, જેમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની લટકતી તલવાર છે, રાજેન્દ્ર પટેલની ધરપકડ થતાં થશે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વ કલેક્ટરની નજીક ગણાતા કેટલાક અધિકારીઓની પૂછપરછ થઈ શકે છે કચેરીના રેકર્ડ રૂમમાં રહેલા પોટલાં ખોલી મહત્વપૂર્ણ ફાઈલોની ઈડીએ તપાસ શરૂ કરવામાં આવી છે. જમીન સહિતના વિવિધ પ્રકરણોમાં થયેલી ગેરરીતિઓને લઈને ઈડીએ છેલ્લા બે દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પૂર્વ કલેક્ટરોના નજીકના ગણાતા કેટલાક અધિકારીઓની ઈંડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. જેમાં કલેક્ટર ઓફિસમાં જમીન NA કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકા ધરાવતા વર્ગ-૪ના કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે. સોલાર કંપનીઓને ફળવાયેલી જમીનોની ફાઈલોની ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે કલેકટર કચેરીના રેકર્ડ શાખામાંથી ગુમ કરેલ તેમજ સોલાર કંપનીઓને ફાળવાયેલી જમીનોની ફાઈલોની ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે. સર્વે ભવનમાં ફરજ બજાવી ચુકેલી એક મહિલા અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રૂપના અધિકારીઓ ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર લેતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દિલ્હી ઈડીના અધિકારીઓ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને તપાસ માટે દિલ્હી લઈ જાય તેવી શકયતાઓ છે જયારે ઈડીની બે ટીમો સુરેન્દ્રનગરમાં હાલ તપાસ કરી રહી છે, જેમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝા સહિત સાત જણાને તપાસ માટે સમન્સ પાઠવવામાં આવનાર છે. ઈડીની તપાસમાં બહાર આવ્યું હતું કે, લાંચનો ૫૦ ટકા હિસ્સો કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમાર પટેલને મળતો હતો અને તમામ હિસાબ કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા રાખતો હતો અને લાંચમાં કલેક્ટરનો હિસ્સો પણ તે જ લઈ જતો હતો. જેથી ઈડીના અધિકારીઓ દ્વારા પીએ જયરાજસિંહ ઝાલાનું નિવેદન લઈને કલેકટરના નાણાં કેવી રીતે આપવામાં આવતા હતા અને કયાં કયાં રોકાણ કરતા તે મુદ્દે તપાસ ચાલુ કરી છે. સ્પીડ મનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ ઈડીએ રાજેન્દ્રકુમાર પટેલના ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ ૧૨ ડિવાઇસ જપ્ત કર્યા હતા. જે તમામ ઈલેટ્રોનિકસ વસ્તુઓ એફએસએલની મદદથી ઓપન કરતા કેટલીક મહત્વની વિગતો મળી આવી છે. આ ઉપરાંત પેન ડ્રાઈવમાં પણ લાંચનો તમામ ડેટા અને લાંચની રકમનું રોકાણ કયાં કર્યું છે, કેટલાક નામો કોડવર્ડમાં લખેલા હોય તે બાબતે કલેકટરની પૂછપરછ ચાલી રહી છે. અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા. જમીન એનએ આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભકરાવીને કૌભાંડ ચલાવવામાં આવ્યું જેમાં કલેકટર મુખ્ય ભૂમિકા છે. જમીન એનએ આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભકરાવીને કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. આયોજનબદ્ધ રીતે જમીન એનએ કરી આપવા ચોરસ મીટર દીઠ રકમ નક્કી કરી હતી. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. દિલ્હી ઈડીની ટીમો સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં તપાસ કરી રહ્યા છે. જયારે દિલ્હીની ટીમ કલેકટરની સથન પૂછપરછ કરી રહ્યા છે. આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું યોજાશે મહાસંમેલન, સામાજિક બંધારણની થશે રચના

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતના હાઈપ્રોફાઈલ ગરબા ‘સફેદ પરીંદે’ના મેનેજર સાથે 5 લાખનું ફ્રોડ
calendar_today January 4, 2026

Gujarat Latest News Live : ગુજરાતના હાઈપ્રોફાઈલ ગરબા ‘સફેદ પરીંદે’ના મેનેજર સાથે 5 લાખનું ફ્રોડ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward