android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી દ્વારા વાર્ષિક દોઢગણું ઉત્પાદન મેળવ્યું
calendar_today January 3, 2026

Vadodara:રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી દ્વારા વાર્ષિક દોઢગણું ઉત્પાદન મેળવ્યું

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગ આપીને ગુજરાતના ધરતીપુત્રો હવે ઝીરો બજેટ ખેતી તરફ વળ્યા છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના એક જાગૃત અને પ્રગતિશીલ ખેડૂત અમરસિંહ પઢિયારે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ થકી આર્થિક સમૃદ્ધિની નવી દિશા ચીંધી છે.અમરસિંહ પઢિયાર પાસે પાંચ વિઘા જમીન છે, જેમાં તેઓ છેલ્લા આઠ વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ કરે છે. એક સમયે રાસાયણિક ખાતરો અને દવાઓના ખર્ચથી પરેશાન અમરસિંહે કૃષિ સાહિત્યના વાંચન અને આત્મા પ્રોજેક્ટના કર્મયોગીઓના માર્ગદર્શનથી પ્રેરાઈને વર્ષ 2017માં રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ધાર કર્યો હતો. પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આયામમાં બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક પદ્ધતિનો ચુસ્તપણે અમલ કરે છે. વિશેષ બાબત એ છે કે, તેઓ પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીને તિથિ અને નક્ષત્રોને ધ્યાનમાં રાખીને જ વાવેતર, દેશી દવાનો છંટકાવ અને લણણી જેવી પ્રક્રિયાઓ કરે છે. જેના અત્યંત સકારાત્મક પરિણામો મળ્યા છે. હાલ શિયાળુ પાકમાં તેમણે પોતાની વાડીમાં ગિલોળી, મૂળા, બીટ, ગાજર, કોબી, ફ્લાવર, ટામેટી, ધાણા, પાલક, મરચી અને હળદર જેવા શાકભાજીનું મબલખ વાવેતર કર્યું છે. પ્રાકૃતિક કૃષિના ફાયદા વર્ણવતા અમરસિંહભાઈ જણાવે છે કે, રાસાયણિક ખેતીમાં મોંઘાદાટ ખાતરો અને જંતુનાશકો પાછળ મોટો ખર્ચ થતો હતો અને જમીન પણ બગડતી હતી. પરંતુ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખેતીનો ખર્ચ સાવ નહિવત થઈ ગયો છે. સામે પક્ષે જમીનની ફ્ળદ્રુપતા વધતા ઉત્પાદન દોઢ ગણું અને આવક બમણી થઈ છે. તેઓ ગર્વભેર ઉમેરે છે કે, પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા બાદ વિઘા દીઠ પ્રત્યેક સીઝનમાં તેમને રૂ. 1 લાખનો ચોખ્ખો નફો મળી રહ્યો છે. તાજેતરમાં વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે યોજાયેલા સશક્ત નારી મેળામાં તેમણે માત્ર ત્રણ દિવસમાં પ્રાકૃતિક શાકભાજીનું વેચાણ કરીને રૂ. 10 હજારની કમાણી કરી હતી. જે પ્રાકૃતિક ઉત્પાદનોની માંગ દર્શાવે છે.ખેડૂત ઉપરાંત કૉમ્યુનિટી રિસોર્સ પર્સન તરીકે પણ કાર્યરત અમરસિંહભાઈ માત્ર પોતાના ખેતર પૂરતા સીમિત નથી. પરંતુ તેઓ કોમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP) તરીકે પણ સેવા આપી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી તેઓ પોતાના ગામ ઉપરાંત પાડોશમાં આવેલા ડબકા ગામના ખેડૂતોને જીવામૃત અને દશપર્ણી અર્ક (શક્તિશાળી જંતુનિયંત્રક) નિઃશુલ્ક પૂરો પાડે છે. રાજ્યપાલના હરિયાણા સ્થિત મોડેલ ફાર્મની મુલાકાત લઈને તેઓએ આ પદ્ધતિની વધુ ઊંડાણપૂર્વક સમજ મેળવી છે. સ્થાનિક ખેડૂતોને ઘરઆંગણે જ પ્રાકૃતિક ખેતી માટે જરૂરી ઇનપુટ્સ મળી રહે તે માટે અમરસિંહભાઈએ સરકારી યોજના અંતર્ગત BRC (બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર) યુનિટ શરૂ કરવા માટે અરજી કરી છે. જેને મંજૂરી પણ મળી ગઈ છે. હવે ટૂંક સમયમાં તેઓ આ યુનિટ શરૂ કરીને આસપાસના વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગવંતી બનાવશે. ખરા અર્થમાં, અમરસિંહ પઢિયારે ઝીરો બજેટ ખેતી થકી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલીને અન્ય ખેડૂતોને રાસાયણિક કૃષિ છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવાની પ્રેરક અપીલ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:શિનોર રાણાવાસમાં પોષી પૂર્ણિમાએ મા અંબાજીનો જન્મદિન ઉજવાયો
calendar_today January 3, 2026

Vadodara:શિનોર રાણાવાસમાં પોષી પૂર્ણિમાએ મા અંબાજીનો જન્મદિન ઉજવાયો

શિનોર રાણાવાસ સ્થિત અંબાજી મંદિરે મા અંબાના પ્રાગટય દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. મા અંબાની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા બાદ મા અંબાની મહાઆરતી અને બાળાઓ પાસે કેક કપાવી હતી. જે પ્રસંગે ગામના મોભી આગેવાનો ગ્રામજનો અને માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.શિનોર નર્મદા કિનારે રાણાવાસ સ્થિત અંબાજી મંદિરને રાણાવાસના યુવાનો દ્વારા ગઈ કાલથી મા અંબાના જન્મદિનની ઉજવણી માટે મંદિરને ધજાપતાકા અને ફુગ્ગાથી સજાવાયું હતું. આજે પોષી પૂનમ મા અંબાનો પ્રાગટય દિવસ હોય સવારથી માના દર્શન માટે માઈ ભક્તો ઊમટી પડયાં હતા. રાણાવાસના યુવાનો દ્વારા સવારે 10 કલાકે મા અંબાની પ્રતિમા લઇ ડીજે પર માં અંબાની સ્તુતિ, ભજનો સાથે સાથે આતશબાજી સાથે શોભાયાત્રા નીકળી હતી. જેમાં ગામના માઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા રાણાવાસ મંદિરેથી નીકળી મેનબજાર થઇ બસ સ્ટેન્ડ રણછોડજી મંદિર પાસેથી 12 વાગે પરત આવી હતી. ત્યારબાદ મહાઆરતીનુ આયોજન હોય ગામના આગેવાન સચિન પટેલ, ઉપસરપંચ નિતિન ખત્રી સહીત ગામના આગેવાનો, મહિલાઓ અને માઈ ભક્તો ઉપસ્થિત રહી માના દર્શન અને મહાઆરતી અને પ્રસાદનો લાભ લીધો હતો. જે બાદ બાળાઓ અને ગામ આગેવાનો દ્વારા કેક કાપતા જ હેપી બર્થડે મા અંબાથી વાત્તાવારણ ગુંજી ઉઠયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch:FDDI અંકલેશ્વર અને કેવીઆઈસી દ્વારા કુશળતા વિકાસ તાલીમ યોજાઈ
calendar_today January 3, 2026

Bharuch:FDDI અંકલેશ્વર અને કેવીઆઈસી દ્વારા કુશળતા વિકાસ તાલીમ યોજાઈ

ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ (એફ્ડીડીઆઈ), અંકલેશ્વરે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ના સહયોગથી ચામડાના ફૂટવેર રિપેરિંગ વિષય પર 25 દિવસીય કુશળતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 30 સ્થાનિક કારીગરોએ ભાગ લીધો હતો, જેનો હેતુ તેમની રોજગાર ક્ષમતા વધારવો અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો હતો.કાર્યક્રમનો સમાપન શુક્રવારે તા.2 જાન્યુઆરીના રોજ યોજાયેલ પ્રમાણપત્ર અને મશીન વિતરણ સમારોહ સાથે થયો. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જય તેરૈયા, પ્રમુખ, ભાજપ અંકલેશ્વર નોટિફાઇડ એરિયા (જી.આઈ.ડી.સી.), વિશેષ અતિથિ તરીકે મનીષ ટંડેલ, મહાસચિવ, ભાજપ અંકલેશ્વર નોટિફાઇડ એરિયા, લલિત પ્રકાશ જાંગરા, કાર્યકારી નિયામક, એફ્ડીડીઆઈ ઉપસ્થિત રહ્યા હતાં. સમારોહ દરમિયાન તાલીમ પૂર્ણ કરનાર તમામ કારીગરોને પ્રમાણપત્રો તેમજ સ્વરોજગાર અને ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવા જરૂરી મશીનોનું વિતરણ કરાયું હતું. ઉપસ્થિત મહેમાનોએ એફ્ડીડીઆઈ અને કેવીઆઈસીના સંયુક્ત પ્રયત્નોની પ્રશંસા કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward