Godhra:ગોવિંદ ગુરુ યુનિ.ના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અંગે વા.ચા.ને રજૂઆત
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિઝોલ યુનિવર્સિટીમાં ઘણા કોર્સના પરિણામ જાહેર થવાના બાકી, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓ તેમજ U.G & P.G ડીગ્રી સર્ટિફ્કિેટની ફીમાં ઘટાડો કરવા બાબતે ABVP ગોધરા ધ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષ 1949થી વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્ય કરે છે. 76 લાખથી વધારે સદસ્યો ધરાવતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. જે રાષ્ટ્રહિત, સમાજહિત તેમજ વિદ્યાર્થી હિત માટે કાર્ય કરતું સંગઠન છે. B.A, B.COM, B.B.A, B.S.C, B.S.W, L.L.B, B.C.A સેમ-5ની પરીક્ષા પૂર્ણ થયે 45 દિવસ થવા તેમજ M.A, M.S.C, M.S.W, M.COM, L.L.M, M.ED, B.ED સેમ-3 ને પરીક્ષા પૂર્ણ થયે 30 દિવસ ઉપર થયું હોવા છતાં પણ પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. યુનિવર્સિટીમાં U.G ના વિદ્યાર્થીઓની ડીગ્રી સર્ટિફ્કિેટ ફી 500 અને P.G ના વિધાર્થીઓની 1000 જે ખૂબ વધારે છે. તેમાં ઘટાડો કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ ના ઉભી થાય. યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ઘણા વિધાર્થીઓ 50 કિ.મી. દૂરથી પણ અપડાઉન કરે છે, છતાં પણ ટ્રાસપોર્ટેશનનો ખૂબ જ અભાવ છે. જેના કારણે વિદ્યાર્થીઓને 2 કિમી સુધી ચાલતું જવું પડે છે. ઉપરોક્ત વિષયોની ગંભીરતાને ધ્યાને લઇ યુનિવર્સિટી ધ્વારા પરિણામો ત્વરિત પણે જાહેર કરવામાં આવે, U.G તેમજ P.G ના ડીગ્રી સર્ટિફ્કિેટની ફી મા ઘટાડો કરવામાં આવે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરતા પ્રમાણમાં કરવામાં આવે તેવી માંગ ABVP ગોધરા દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward