Vadodara: ડિલિવરી બોય બનીને આવ્યો અને સોનાની ચેઇન ઝૂંટવી ગયો, પાર્સલ ખોલ્યું તો અંદરથી નીકળ્યું બુંદીનું પેકેટ!
વડોદરામાં લૂંટારાઓ હવે નવા-નવા કીમિયા અપનાવી રહ્યા છે. શહેરના પોશ ગણાતા અકોટા વિસ્તારમાં 74 વર્ષીય વૃદ્ધને ટાર્ગેટ કરી એક ગઠિયો ડિલિવરી બોય બનીને આવ્યો હતો અને સોનાની ચેઇન લૂંટીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.યુવક વૃદ્ધ પાસેથી સોનાની ચેઇન લૂંટી ફરારઅકોટામાં રહેતા 74 વર્ષીય હસમુખભાઈના ઘરે કેસરી રંગનું ટી-શર્ટ પહેરીને એક યુવક આવ્યો હતો. તેણે પોતાની ઓળખ ડિલિવરી બોય તરીકે આપી અને જણાવ્યું કે, "તમારું પાર્સલ આવ્યું છે." પાર્સલ મેળવવા માટે સહી કરવી પડશે તેમ કહી હસમુખભાઈને ઘરની બહાર બોલાવ્યા હતા. જેવા હસમુખભાઈ સહી કરવા માટે આગળ વધ્યા કે તરત જ ગઠિયાએ તેમના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી લીધી અને પલકવારમાં ફરાર થઈ ગયો.લૂંટની સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં થઈ કેદલૂંટના આ ગુનામાં આરોપીએ અગાઉથી આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું છે. સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે આ શખ્સે અગાઉ વૃદ્ધના ઘરની બે થી ત્રણ વાર રેકી કરી હતી. હસમુખભાઈએ જ્યારે લૂંટારુએ આપેલું પાર્સલ ખોલ્યું ત્યારે તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે તે પાર્સલમાંથી માત્ર બુંદીનું એક પેકેટ નીકળ્યું હતું.સીસીટીવીના આધારે પોલીસ તપાસઆ મામલે હસમુખભાઈએ તાત્કાલિક અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટના સ્થળના અને આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. ફૂટેજમાં કેસરી ટી-શર્ટ પહેરેલો ડિલિવરી બોય સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલ બનશે હાઈટેક, 13 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર કરાશે
Read Full Story arrow_forward